નમસ્તે મિત્રો If you like the recipe do subscribe FoodFitness&Fun YouTube channel on YouTube આજે આપણે આમચૂર પાવડર બનાવવાની રીત – amchur powder banavani rit – amchoor powder banavani rit – amchur powder recipe in gujarati શીખીશું. આમચૂર પાઉડર બજારમાં તૈયાર તો મળે છે પણ ઘરે તૈયાર કરવો ખુબ સરળ છે તો ચાલો જોઈએ આમચૂર પાઉડર બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી | amchur powder recipe ingredients in gujarati
- ફ્રેશ કાચી કેરી 1 કિલો
- મીઠું 1 ચમચી
આમચૂર પાવડર બનાવવાની રીત | amchur powder recipe in gujarati
આમચૂર પાઉડર બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં પાણી લ્યો ને એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો
હવે કડક હોય એવી ફ્રેશ કાચી કેરી લ્યો એને પાણી થી ધોઈ લેવી ને ત્યાર બાદ એની છાલ ઉતારી લેવી ને છાલ ઉતરેલી કેરી ને મીઠા વાળા પાણી માં નાખી દયો
બધી કેરી છોલાઈ જાય એટલે મીઠા વાળા પાણી માં બરોબર કેરી ધોઇ બહાર કઢી કપડા થી કોરી કરી લ્યો ને પાતળી પાતળી ચિરી અથવા કટકા કરી લ્યો
બધાજ કટકા થઈ જાય એટલે તડકામાં સ્ટીલ ના મોટા વાસણમાં અથવા કોટન ના કપડામાં પર ફેલાવી ને સૂકવી દયો
સાંજે ઘરમાં લઈ લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવો ને સાંજે ઘરમાં લઈ લેવી આમ બે ત્રણ દિવસ કરવું ત્રીજા દિવસે કેરી ની ચિર ને તોડી જોવો જો શેલાઈ થી તૂટે તો કેરી બરોબર સુકાઈ ગઈ છે ને જો ના તૂટે તો હજી એક દિવસ તડકામાં મૂકો
કેરી બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લેવી ને ચારણીથી ચાળી લ્યો ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો તો તૈયાર છે આમચૂર પાઉડર.
amchoor powder recipe notes
- એક કિલો કેરી માંથી 200 થી 250 ગ્રામ આમચૂર પાઉડર તૈયાર થાય છે
- મીઠાના પાણીમાં કેરી નાખવાથી સુકાવ્યા પછી પાઉડર કાળો નથી પડતો
- આમચૂર પાઉડર કાઢતી વખતે ધ્યાન રાખવું કે ચમચી કોરી હોય ભીની કે પાણી અડે નહિ નહિતર આમચૂર પાઉડર બગડી જસે
amchur powder banavani rit | amchoor powder banavani rit | આમચૂર પાવડર બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FoodFitness&Fun ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રીત રેસીપી | tomato sauce banavani rit
પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત | Panch dal na pakoda banavani rit
ગુંદા નું અથાણું બનાવવાની રીત | Gunda nu athanu banavani recipe
કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે