આમળા ના ફાયદા તો આપણે બધા જાણીએ જ છીએ કહેવાય છે કે જ્યાં સુંધી આમળા મળે છે ત્યાં સુંધી રોજ એક આમળા નું સેવન કરવાથી બાર મહિના તંદુરસ્ત રહી શકાય છે. ત્યારે આમળા એમજ ખાવા તો પસંદ નથી આવતા ત્યારે એમાંથી રસ કાઢી બીજા સ્વાસ્થ્ય વર્ધક સામગ્રી નાખી ફ્રીઝર માં આઈસ ક્યૂબ બનાવી રોજ ગરમ પાણી સાથે પી શકાય છે તો ચાલો Amla shots – આમળા શોર્ટ્સ બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- આમળા 500 ગ્રામ
- આદુ 1 ઇંચ
- લીલી હળદર 2-3 ઇંચ
- મરી 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 15-20
- તુલસી ના પાંદ 8-10
Amla shots banavani rit
આમળા શોર્ટ્સ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ આદુ અને લીલી હળદર ને પણ બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી ફરી ધોઇ લ્યો. હવે કોરા થયેલા આમળા ને ચાકુથી કાપી બધી ચીરી અલગ કરી કાપી નાના કટકા કરી લ્યો.
છોલી રાખેલ આદુ અને લીલી હળદર ને પણ ચાકુ થી ઝીણા સુધારી ને કટકા કરી લ્યો. હવે મિક્સર જાર માં સુધારેલા આમળા, આદુ ના કટકા, લીલી હળદર ના કટકા, મીઠા લીમડા ના પાંદ, મરી, તુલસી ના પાંદ નાખી પીસી લ્યો. ત્યાર બાદ એકાદ કપ જેટલું પાણી નાખી ફરી થી સ્મુથ પીસી લ્યો.
પીસેલા મિશ્રણ ને સાફ ઝીણા કપડા અથવા ગરણી માં નાખી દબાવી દબાવી બધો જ રસ અલગ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર રસ ને આઈસ ટ્રે માં નાખી જમાવી લ્યો. કટકા બરોબર જામી જાય એટલે કાઢી બીજા ડબ્બામાં કાઢી ફ્રીઝ માં મૂકો .
આમળા શોર્ટ્સ બનાવવા એક ટુકડો ગ્લાસમાં નાખો અને એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી લઈ રોજ સવારે પીવો. તો તૈયાર છે આમળા શોર્ટ્સ.
Ratadu French Fries | રતાળુ ફ્રેંચ ફ્રાઈસ
Ragi Brownie banavani rit | રાગી બ્રાઉની બનાવવાની રીત
Vegetable salad banavani rit | વેજીટેબલ સલાડ બનાવવાની રીત
Pauva premix banavani rit | પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત
Methi dana nu athanu banavani rit | અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત
Farali cake banavani rit | ફરાળી કેક બનાવવાની રીત