બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત | Biscuit Appam chocolate cake banavani rit

બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત - Biscuit Appam chocolate cake banavani rit - Biscuit Appam chocolate cake recipe in gujarati
Image credit – Youtube/Perfection With Nisha
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત – Biscuit Appam chocolate cake banavani rit શીખીશું. આ નાના નાના કેક બનાવવા જેટલા સરળ છે ખાવા માં એટલા જ ટેસ્ટી લાગે છે, do subscribe Perfection With Nisha YouTube channel on YouTube If you like the recipe , આ કેક નું મિશ્રણ આપણે બિસ્કીટ માંથી તૈયાર કરીશું જેથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને આ મીની કેક ને તમે બાળકો ને ટિફિન માં પણ બનાવી ને આપી શકો છો તો ચાલો જાણીએ બિસ્કિટ માંથી મીની અપ્પમ ચોકલેટ કેક – Biscuit Appam chocolate cake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવા જરૂરી સામગ્રી

  • બોન બોન બિસ્કીટ 1 મોટું પેકેટ
  • પીસેલી ખાંડ 3 ચમચી
  • દૂધ 1 કપ / અથવા જરૂર મુજબ
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા 2 ચપટી
  • વેનીલા એસેન્સ / ચોકલેટ એસેન્સ ¼ ચમચી
  • તેલ / ઘી  જરૂર મુજબ

બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત | Biscuit Appam chocolate cake recipe in gujarati

બિસ્કિટ માંથી મીની અપ્પમ ચોકલેટ કેક બનાવવા સૌપ્રથમ બોન બોન બિસ્કીટ ને તોડી તોડી ને મિક્સર જારમાં નાખો ત્યાર બાદ મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો.

પીસેલા પાઉડર ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ( ખાંડ ની માત્રા તમે વધુ ઓછી કરી શકો છો )

Advertisement

હવે એમાં થોડુ થોડુ કરી દૂધ નાખતા જઈ કેક ના મિશ્રણ જેવું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો હવે એમાં વેનીલા એસેંસ અથવા ચોકલેટ એસેન્સ નાખો સાથે બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી એના પર એક બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે અપ્પમ પાત્ર ને ઘી કે તેલ થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ બધા ખાના માં નાખી દયો હવે ગેસ ચાલુ કરી ધીમો કરી એના પર અપ્પમ પાત્ર મૂકી ધીમા તાપે ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી દયો,

 ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને બધા કેક ને ઉથલાવી નાખો  (અહી મિશ્રણ ની વચ્ચે નાની ચોકલેટ નો કટકો મૂકી ઉપર થોડુ મિશ્રણ નાખી ને મીની લાવા કેક પણ બનાવી શકો છો )

Biscuit Appam chocolate cake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Perfection With Nisha ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત | Shekel bread batar jam banavani rit

કેસર એલચી ની સીરપ બનાવવાની રીત | Kesar elchi ni syrup banavani rit

લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત | lili makai no chevdo in gujarati

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit

જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati

સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત | sandwich bhakarwadi banavani rit |sandwich bhakarwadi recipe gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement