શિયાળા ની સીઝન ચાલી રહી છે. ને આપણે દરેક ઠંડી ના કારણે થતી શરદી થી પરેશાન રહેતા હોઈએ છીએ, અસ્થમા ના દર્દીઓ પરેશાન રહેતા હોય છે. તો ચાલો આજ તમને આ બધી પરેશાની નો હલ બતાવીએ એક આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા જે સરળતા થી પ્રાપ્ત થઇ જાય છે. જેનું નામ છે “અડુસી” જેને આપને માલાબાર નટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો ચાલો વિસ્તાર થી જાણીએ અરડુસી ના ફાયદા અને નુકસાન વિષે,Ardusi na fayda in Gujarati,
Ardusi na fayda in Gujarati – અરડુસી ના ફાયદા
ગળા ને સંબંધિત સમસ્યાઓ માં પણ ઉપયોગી છે અરડુસી:-
જો તમે પણ ગળા ની સમસ્યાથી પરેશાન છો તો જલ્દી થી અરડુસી નો આ નુસખો અજમાવો.જે લોકો ને ગળા માં સોજો થઇ જાય છે અથવા તમારો અવાજ બેસી ગયો છે તો અરડુસી ના પાંદડા નો રસ કાઢી તેમાં એક ચમચી મધ મિલાવી ને લ્યો.આ તમારા ગળા માં આવી ગયેલા સોજા ને થોડાક જ દિવસ માં દૂર કરશે.
અલ્સર માટે અરડુસી નો ઉપયોગ :-
અલ્સર, શરીર ની અંદર નાના આંતરડા માં થતી નાની ફોડલીઓ. આવા અલ્સર ને આપને પેપ્તિક અલ્સર અથવા ગેસ્ટ્રીક અલ્સર તરીકે ઓળખીએ છીએ. આનું મુખ્ય કારણ પેટ માં અમ્લ નું વધી જવું, ધુમ્રપાન, અને વધારે પડતી સ્ટીરોઇડ નું સેવન કરવું છે. અરડુસી માં નોન સ્ટીરોઇડ, એન્ટી ઈમ્ફ્લામેંટરી ડ્રગ્સ ના ગુણ હોય છે. તેથી અરડુસી નું સેવન કરવું અલ્સર ના દર્દી માટે હિતાવહ છે.
દાંત માંથી લોહી નીકળે છે? તો કરો અરડુસી ના પાંદડા નો આ ઉપચાર :-
જો તમારા દાંત માંથી લોહી નીકળે છે અથવા તો દુર્ગંધ આવે છે તો તમે જરૂર થી આ ઉપાય અજમાવી જુવો. અડુસી ના પાંદડા ની પેસ્ટ બનાવી ને તમે ધીમે ધીમે દાંત પર લગાવો. નિયમિત રીતે આ પેસ્ટ નો ઉપયોગ કરવાથી તમને ૨ થી ૩ દિવસ માં ચોક્કસપણે ફાયદો થશે,Ardusi na fayda in Gujarati
Ardusi na Fayda – અસ્થમા માં અરડુસી નો ઉપયોગ.:-
અરડુસી માં એન્ટી – ઈમફલામેંટરી ગુણ હોય છે. અસ્થમા ના દર્દી માટે અરડુસી રામબાણ ઈલાજ છે. અસ્થમા ના દર્દીઓ એ ૫.૫ મી.લી. અરડુસી ના પાંદડા નો રસ અને તેમાં ૨.૫મી.લી. મધ તથા આદું નો રસ નાખી ને પીવાથી ફાયદો થાય છે. અરડુસી ના પાંદડા નો રસ શ્વસન માર્ગ માં અને ફેફસાં માં થયેલ સોજા ને પણ ધીમે ધીમે મટાડે છે.
ગઠીયો, વા છે તો કરો આ ઉપાય:-
આજ ના જમાના માં લગભગ ૫૦% વ્યક્તિઓ આ ગઠીયા વા થી પરેશાન હોય જ છે અને ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ ને વધતી ઉમર સાથે ઘુટણ ના દર્દ ની શિકાયત રહેતી હોય છે. અરડુસી માં રહેલા પોષક તત્વો ગઠીયા વા ની પીડા અને સોજા ને અવશ્ય દૂર કરે છે. અન માટે તમે અરડુસી ના પાંદડા ની પેસ્ટ બનાવી ને જ્યાં તમને દુખાવો હોય ત્યાં પેસ્ટ બનાવી ને લગાવો આનાથી જોઈન્ટસ માં રહેલો સોજો તો દૂર થાય જ છે.સાથે સાથે ગઠીયા વા ના દર્દ માં પણ ધીમે ધીમે રાહત મળે છે.
અરડુસી નો કાળો ઉધરસ માટે:-
શરદી ઉધરસ માટે અરડુસી ના પાંદડા નો કાળો પી શકો છો, ઉધરસ માટે ની આયુર્વેદિક દવા બનાવવા માટે અરડુસી નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ઉકાળો બનવા માટે તમે ૫-૬ અરડુસી ના પાંદડા ને ૧ ગ્લાસ પાણી માં નાખી ને ઉકાળો પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. જો તમે ઈચ્છો તો ગોળ અથવા મધ નાખી શકો છો પરંતુ ગોળ વગર પીવાથી જલ્દી ફાયદો થાય છે,ardusi na fayda
અપચા ને ઠીક કરે છે – Ardusi na Fayda :-
અપચા ની સાથે સાથે પેટ ને લગતી બીજી અનેક સમસ્યાઓ જેવી કે પેટ ફૂલી જવું, ગેસ થવો જેવી સમસ્યાઓ માં અરડુસી ના પાંદડા નો ઉપયોગ રામબાણ ઈલાજ સાબિત થાય છે. એના માટે તમારે અરડુસી ના પાંદડા ની ૨ ચમચી પેસ્ટ ને થોડાક ગરમ પાણી માં મિલાવો. અને તેમાં અડધી ચમચી આદું નો રસ મિક્ષ કરી ને આ પાણી પી જાઓ. દિવસ માં બે વાર આ પાણી પીવાથી અપચો અને બીજી પેટ ની સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો છો.,
માસિકધર્મ ને લગતી સમસ્યા માં અરડુસી નો ઉપયોગ :-
માસિકધર્મ દરમિયાન થતો દુખાવો, વધારે પડતો રક્તસ્ત્રાવ, જેવી સમસ્યા થી રાહત મેળવવી હોય તો જરૂર થી અરડુસી નો આ ઉપાય અજમાવો. એના માટે તમારે ૬ થી ૮ પાંદડા અરડુસી ના લઇ ને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ ને દિવસ માં ૨ વાર ગોળ સાથે ખાવાથી માસિકધર્મ થી જોડાયેલી સમસ્યા માં છુટકારો મેળવી શકો છો. વિશેષ રીતે જે મહિલાઓ ને વધારે પડતો રક્તસ્ત્રાવ થતો હોય છે તેઓએ અરડુસી નો આ ઉપાય જરૂર થી કરવો જોઈએ.
આમ તો અરડુસી એ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. તેથી તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ માં જ કરવામાં આવે છે. પણ જો જાણકારી નો અભાવ અને આયુર્વેદિક ચિકિત્સક ની સલાહ વગર જો ઉપયોગ કરવામાં આવે તો તેની આડઅસર પણ થઇ શકે છે,અરડુસી ના ફાયદા
તો ચાલો જાણીએ અરડુસી ની અમુક આડઅસરો/નુકસાન :-
ડાયાબીટીસ ના રોગીઓ એ અરડુસી નો કોઈ પણ નુસખા નો ઉપયોગ સંભાળી ને કરવો જોઈએ. અરડુસી શુગર લેવલ ને ઓછુ કરવામાં મદદ તો કરે જ છે પણ જો તમે એનો વધારે પડતું સેવન કરી લેસો તો શુગર લેવલ બહુ જ ઓછુ થવાની સંભાવના વધી જાય છે.
૧ વર્ષ થી ઓછી ઉમર ના બાળકો ને અરડુસી નો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ એ અરડુસી નો ઉપયોગ કરવો જોઈએ નહિ.
સ્તનપાન કરાવતી મહિલાઓ એ પણ ઉપયોગ કરવો નહિ.
વધારે પડતી માત્રા માં જો તમે સેવન કરશો તો ઉલટી અને ઝાડા ની સમસ્યા નો સામનો કરવો પડશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
અજમાના પાન ના ઘરેલું ઉપાય અને તેના ફાયદા
શિયાળામાં ગુંદ નું સેવન કરવાના ફાયદા
જાંબુના પાન ડાયાબિટીસ, મોઢા ના ચાંદા જેવી 6 સમસ્યામા છે
કમરખ નું ફળ કે આપણા હ્રદય ની સાથે સાથે આ બીજી 7 સમસ્યા મા ફાયદા કારક છે
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે