આજ ના આર્ટીકલ ની અંદર આસોપાલવ ની માહિતી મેળવીશું, જેમાં આસોપાલવ ના પાન નો ઉપયોગ, આસોપાલવ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા અને આસોપાલવ ના ફાયદા જાણીશું, , asopalav na fayda in gujarati , asopalav na faida in gujarati ,ashoka tree benefits in gujarati.
આસોપાલવ ની માહિતી | asopalav | ashoka tree | Monoon longifolium
આપણે એક એવી વન ઔષધિની વાત કરશું જેને આપણે ફક્ત એમ જ માનીએ છીએ કે સુશોભન માં જ વપરાતી હોય છે. આપણે તે ઝાડના પાંદનું તોરણ કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ઘરના બારણે બાંધતા હોઈએ છીએ. વિવિધ સજાવત ની વસ્તુઓમાં તે ખુબ જ ઉપયોગી છે. તે વૃક્ષ છે આસોપાલવ. તેને હિન્દીમાં ‘અશોક વૃક્ષ’ સંસ્કૃતમાં ‘હેમપુષ્પ’ અને ‘તામ્રપલ્લવ’ ના નામથી ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ saraca asoca(સારાકા અશોકા)છે.અંગ્રેજીમાં તેને ASHOKA TREE અને SORROW-LESS-TREE કહેવાય છે. સનાતન ધર્મ માં આ વૃક્ષ ને બહુજ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન બુદ્ધનો જન્મ અસોપલાવના ઝાડ ની નીચે થયો હતો. માટે બૌદ્ધ ધર્મમાં તેનું ખાસ મહત્વ છે.
આસોપાલવ ની માહિતી – આસોપાલવ ના ઝાડની બે પ્રજાતિ ઉપલબ્ધ્ધ છે. આસોપાલવના વૃક્ષમાં લાલ રંગના ગુચ્છા ના રૂપમાં ફૂલો આવે છે. આસોપાલવ ના પાન, ફૂલ, ડાળખી, છાલ બધું જ આયુર્વેદિક ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તો આ ઝાડ ના અલગ અલગ અંગો ફૂલ, પાંદડા, છાલ વગેરેને મહિલાઓના સેહત સબંધી સમસ્યાઓના નિવારણ માટે મુખ્ય માનવામાં આવે છે. તેના પૌષ્ટિક અને ઉપચારાત્મક ગુણો ને કારણે તેનો ઉપયોગ બીજી અનેક બીમારીઓ દૂર કરવામાટે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં તેની છાલ, પાંદ, ફૂલ અને બીજ બધાનો ઉપયોગ ઔષધી તરીકે કરાય છે.
આસોપાલવ ના ગુણધર્મો:-
asopalav – આસોપાલવ ના પાંદ ખાવામાં ચટપટા, કડવા, તીખા, અને ઠંડક આપનારા હોય છે. દર્દ નિવારક, ત્વચાનો રંગ નિખારનાર, હાડકાને સાંધવાનો ગુણ ધરાવે છે. પેટના કૃમીઓ નો નાશ કરનાર, પેટના રોગોમાં હિતકારી, હરસ મસા મટાડનાર છે. તેનો ઉપયોગ રક્તપિત્ત, પથરી અને પેશાબ સબંધિત અનેક સમસ્યાઓમાં કરવામાં આવે છે.
આસોપાલવ નો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો :-
જો તમે કોઈ ખાસ બીમારી માટે આસોપાલવ ના ઝાડ નો ઉપયોગ કરો છો તો આયુર્વેદિક ચિકિત્સકની સલાહ જરૂર લેવી. આયુર્વેદિક ચિકિત્સક ની સલાહ અનુસાર નીચે મુજ્બ સેવન કરવું જોઈએ.
૫૦ મિલી આસોપાલવની છાલનો ઉકાળો
૨ થી ૪ ગ્રામ બીજડા નું ચૂર્ણ
૧-૩ ગ્રામ ફૂલ નું ચૂર્ણ
આસોપાલવ ની છાલ નો ઉકાળો – કાઢો બનાવવાની રીત :-
આસોપાલવ ની છાલ નો ઉકાળો બનાવતી વખતે છાલથી ૪ ગણું પાણી સાથે ઉકાળવું. ત્યારબાદ તે અડધું રહે ત્યારે જ ઉપયોગમાં લેવું.
હમેશા તાજા આસોપાલવ ના પાન નો જ ઉપયોગ કરવો.
ઉકાળાને બનાવીને ક્યારેય પણ રાખવો નહિ એનાથી બહેતર છે કે આસોપાલવ ના પાન ને કોઈ એર ટાઈટ ડબ્બામાં ફ્રીઝમાં રાખી દેવા.
તો ચાલો જાણીએ આસોપાલવ ના ઔષધીય પ્રયોગો વિષે.
આસોપાલવ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા
હરસ/મસા માં આસોપાલવ નો ઉપયોગ :-
વધારે મસાલેદાર ભોજન લેવાથિયા અથવા તીખું ખાઈ લેવાથી હરસ અને મસા થઇ ગયા છે તો આસોપાલવ ના પાન ને પીસીને તેનો લેપ બનાવી મસા પર લગાવવાથી લાભ થાય છે, asopalav na fayda in gujarati .
બોડી પેઈન માં આસોપાલવ નો ઉપયોગ :-
જો તમને શરીર માં કળતર લગતી હોય, શરીર સતત દુખતું હોય, તો આસોપાલવ ના પાન નો ઉકાળો બનાવીને તે ઉકાળો ૧૦-૨૦ મિલી જેટલો પીવાથી બોડી પેઈન માં રાહત મળે છે.
આસોપાલવ ના ફાયદા અને ઉપયોગ યાદશક્તિ વધારવા માટે :-
વધતી ઉમર સાથે યાદશક્તિ પણ ઓછી થતી જાય છે. આસોપાલવ ના ઝાડની છાલ અને બ્રાહ્મી ચૂર્ણ ને સરખે ભાગે લઈને મિક્સ કરીને તેમાંથી એક ચમચી ચૂર્ણ નું સેવન દરરોજ સવાર-સાંજ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
ખીલ થી રાહત મેળવવા આસોપાલવ નો ઉપયોગ :-
આસોપાલવની છાલના ઉકાળો બનાવી લો. ઉકાળો ઘાટો હોવો જોઈએ. આ ઉકાળામાં ઉકાળાની સરખી માત્રામાં જ સરસીયું તેલ નાખીને ખીલ, ફોડકી, પર લગાવવાથી ખુબ જ લાભ થાય છે. આ પ્રયોગ નિયમિત કરી શકાય છે.
ત્વચા રોગોમાં આસોપાલવ નો ઉપયોગ:-
asopalav na fayda in gujarati આજના પ્રદુષણ ભર્યા વાતાવરણમાં સ્કીન ને લગતા અનેક રોગો થાય છે જેવાકે ખંજવાળ આવવી, દાદર, વગેરે. આવા રોગોમાં આસોપાલવ ની છાલ ના રસમાં સરસીયા નાખીને પીસીને તેને સુકવી લો. જયારે તેને ત્વચા પર લગાવવું હોય ત્યારે તેને ફરી તેના છાલ ના રસમાં જ મિક્સ કરીને લગાવવું.
હાડકાને સાંધવા માટે આસોપાલવ ના ફાયદા | Asopalav na fayda hadka mate :-
આસોપાલવ નો ઉપયોગ હાડકાને સાંધવા અને હાડકા ને મજબૂત બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ૬ગ્રામ આસોપાલવના છલના ચૂર્ણને દૂધ સાથે સવાર-સાંજ સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને તેનો લેપ બનાવીને લગાવવાથી તૂટેલા હાડકા સાંધવામાં મદદ મળે છે.
આસોપાલવ ના ફાયદા પથરીમાં અને આસોપાલવ નો ઉપયોગ :-
આસોપાલવના બીજ ને પાણીમાં પીસીને તે પાણીનું સેવન કરવાથી કિડનીની પથરીની સમસ્યામાંથી છુટકારો મળે છે. બીજની માત્રા ૧-૨ગ્રામ રાખવી.
ગર્ભાશય માટે :-
ગર્ભાશય સબંધિત તમામ વિકારોમાં આસોપાલવનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. આસોપલ્વમાં ગર્ભાશયની માસપેશીઓ અને એન્ડોમેટ્રીયમ માટે ટોનિક નું કામ કરે છે. આસોપાલવ ના ઝાડ ની છાલ નો ઉકાળો પીવાથી માસીક્ધર્મ ની સમસ્યામાં લાભ થાય છે.
ડાયાબીટીશમાં આસોપાલવ નો ઉપયોગ :-
આસોપાલવના સુકા ફૂલોનો ઉપયોગ કરવાથી ડાયાબીટીશ માં ફાયદો થાય છે.
લોહી પડતા હરસમાં :-
જયારે હરસ ની સમસ્યા ખુબજ ગંભીર બની જાય છે ત્યારે તેમાંથી લોહી નીકળવા લાગે છે. તેવામાં આસોપાલવની છાલનો ઉકાળો બનાવીને ૧૫-૨૫ મિલીની માત્રામાં પીવાથી ખુબ જ લાભ થાય છે.
આસોપાલવના ઝાડની છાલ અને ફૂલને સરખા ભાગે લઈને તેમાંથી ૧૦ ગ્રામ જેટલું લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે આ પાણી ને ગાળીને પી જવું. આ રીતે સવારે પલાળેલું પાણી સાંજે પીવું. આ પ્રયોગથી ખુબ જ જલ્દી ફાયદો થાય છે.
શ્વાસ સબંધિત સમસ્યામાં આસોપાલવ ના ફાયદા | | Asopalav na fayda swas ni samsya mate :-
૬૫મિગ્રા આસોપાલવના બીજના ચૂર્ણ ને પાન ના બીડામાં રાખીને ખાવાથી શ્વાસ સબંધિત સમસ્યામાં તુરંત લાભ થાય છે.
આસોપાલવ ના નુકસાન :-
માસિકધર્મ ન થવાની પરિસ્થિતિમાં તેનું સેવન કરવું નુકસાન પહોચાડી શકે છે.
ગર્ભવતી મહિલાઓએ આસોપાલવ નું સેવન કરવું જોઈએ નહિ.
હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા વાળી વ્યક્તિઓએ આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર કરવું જોઈએ.
આશોપાલવ વિશે લોકો ને મુજ્વતા પ્રશ્નો
આસોપાલવ ના ફૂલ સફેદ, પીળા, અને લાલ રંગના હોય છે.
અંગ્રેજીમાં આસોપાલવને ashoka tree અને SORROW-LESS-TREE કહે છે.
આસોપાલવ નું વૈજ્ઞાનિક નામ saraca asoca , Polyalthia longifolia છે
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ આસોપાલવ ની માહિતી આપ સૌ ને પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ગોખરુ ના ફાયદા | ગોખરુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | gokhru na fayda | bindii benefits in gujarati
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે