બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત | Bachela bhaat ane soji no nasto banavani rit

બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત - Bachela bhaat ane soji no nasto banavani rit
Image credit – Youtube/Khana Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત – Bachela bhaat ane soji no nasto banavani rit શીખીશું. do subscribe Khana Khazana YouTube channel on YouTube  If you like the recipe  આ નાસ્તો તમે સવાર સાંજ ક્યારે પણ માત્ર અડધા થી એક કલાક માં તૈયાર કરી શકો છો ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલ ભાત 1  કપ
  • સોજી 1 કપ
  • દહી 3+3 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • જીરું ½+1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી

બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત

બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં બચેલ ભાત અને બે ત્રણ ચમચી દહી નાખી પીસી લ્યો ત્યાર બાદ એને એક વાસણ માં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સોજી નાખી સાથે બે ત્રણ ચમચી દહીં, સ્વાદ મુજબ મીઠું અને પોણા કપ જેટલું પાણી નાખી પીસી એના બે સરખા ભાગ કરી લ્યો

હવે પીસેલા ભાત માં ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી,લીલા મરચા, લીલા ધાણા સુધારેલા,આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર, હળદર, જીરું અડધી ચમચી અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો  ( અહી ભાત ની જગ્યાએ તમે બાફેલ બટાકા પણ વાપરી શકો છો)

Advertisement

હવે પેન પર એક બે ચમચી તેલ નાખી બરોબર ફેલાવી લ્યો એના પર ભાત નું મિશ્રણ નાખી તેલ વારા હાથ થી એક સરખું ફેલાવી દયો અને ગેસ પર મૂકી દીમાં તાપે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજી ડીશ મૂકી ઉથલાવી દયો

ત્યારબાદ  એક ભાગ પીસેલી સોજી લ્યો એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી એક સરખું પેન માં નાખી દયો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ઉપર સોજી બરોબર ચડી જાય એટલે એક બે ચમચી તેલ લગાવી ડીશ મૂકી ઉથલાવી લ્યો ને સોજી વાળો ભાગ નીચે આવે એમ પેન માં મૂકો

હવે બીજા સોજી વાળા ભાગ માં ઇનો નાખી બરોબર મિક્સ કરી પેન માં નાખો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને બરોબર ચડી જાય એટલે ડીશ માં કાઢી લ્યો

હવે પેન માં બે ચમચી તેલ નાખી એમાં જીરું ને લીલા ધાણા નાખી એના પર તૈયાર કરેલ પેન કેક મૂકી શેકી લ્યો ને ત્યાર બાદ પ્લેટ માં કાઢી પીસ કરી સોસ કે સાઉથ ઇન્ડિયન ચટણી સાથે સર્વ કરો બચેલ ભાત સોજીનો નાસ્તો.

Bachela bhaat ane soji no nasto banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

સોજી મેંદા ની બરફી બનાવવાની રીત | soji menda ni barfi banavani rit | suji manda ni barfi recipe in gujarati

મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati

સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit | Samosa roll recipe in gujarati

મસાલા પરોઠા બનાવવાની રીત | masala paratha banavani rit | masala paratha recipe in gujarati

કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuitbanavani rit | karachi biscuit recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement