બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો | Bachi gayel gunthela lot no nasto

બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો - Bachi gayel gunthela lot no nasto - બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો બનાવવાની રીત - Bachi gayel gunthela lot no nasto banavani rit
Image credit – Youtube/Suvidha Net Rasoi
Advertisement

ઘરે બચી ગયેલ ગૂંથેલા લોટ ની ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Bachi gayel gunthela lot no nasto banavani rit શીખીશું , do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ગૂંથેલા લોટ ની રોટલી બનાવી તેમાં કાચા બટેટા નું સ્ટફિંગ ભરી ને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. ટેસ્ટી હોવાની સાથે હેલ્થી પણ છે. સમોસા, કચોરી અને પકોડા ત્રણે નો ટેસ્ટ આ નાસ્તા માં તમને મળે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો બનાવવાની રીત શીખીએ.

બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • બટેટા 2
  • ડુંગળી 1
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • જીરા 1 ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સોસ
  • ગ્રીન ચટણી
  • ગુંથેલો લોટ

બચી ગૂંથેલા લોટ નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કરી લેશું.

સ્ટફિંગ બનાવવા માટે કાચા બટેટા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને છોલી લ્યો. હવે ગ્રેટર ની મદદ થી સરસ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને ધોઈ ને એક્સ્ટ્રા પાણી દબાવી ને કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં રાખી લ્યો.

તેમાં ડુંગળી ની સ્લાઈસ કરી તેને મસળી ને તેમાં નાખો. જેથી તેની દરેક કડી અલગ થઈ જાય. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, જીરું અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

ગૂંથેલા લોટ ની સરસ થી ત્રણ રોટલી વણી લ્યો. હવે તેમાં થી એક રોટલી લ્યો. હવે તેની ઉપર સરસ થી ફેલાવી ને સોસ લગાવી લ્યો. હવે તેની ઉપર બટેટા નું મિશ્રણ સરસ થી ફેલાવી ને રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી બીજી રોટલી મૂકો.

તેની ઉપર ગ્રીન ચટણી લગાવી લ્યો. હવે તેની ઉપર ફરી થી બટેટા નું મિશ્રણ સરસ થી ફેલાવી ને રાખો. હવે તેની ઉપર ફરી થી એક રોટલી મૂકો. હવે ત્રણે રોટલી ની  કિનારી ને સરસ થી દબાવી ને પેક કરી લ્યો.

ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે એક જારી વારી પ્લેટ ઉપર સ્ટફિંગ વારી રોટલી મૂકી દયો. હવે તે પ્લેટ ને સ્ટીમર માં મૂકી દયો. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

સ્ટીમર માંથી પ્લેટ ને કાઢી લ્યો. હવે રોટલી ને ઠંડી થવા રાખી દયો. હવે રોટલી સરસ થી ઠંડી થઇ જાય ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના ત્રિકોણ સેપ માં આઠ પીસ કરી લ્યો.

એક કટોરી માં બે ચમચી જેટલો મેંદો નાખો. હવે તેમાં પાણી નાખી સરસ થી હલાવી ને ધોલ બનાવી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને એક વાર હલાવી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે કટ કરીને રાખેલ પીસ ને ઘોલ માં દુબાવી ને તેલ માં નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પીસ તળી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલધી નાસ્તો. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ નાસ્તો ખાવાનો આનંદ માણો.

gunthela lot no nasto recipe notes

  • ગૂંથેલા લોટ ની જગ્યાએ તમે ફ્રેશ લોટ ગૂંથીને પણ નાસ્તો બનાવી શકો છો.

Bachi gayel gunthela lot no nasto banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલા વટાણા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Lila vatana no nasto banavani rit

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement