નમસ્તે મિત્રો આજે આપણે બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત – Badam cookie chocolate banavani rit શીખીશું. do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube If you like the recipe આ કુકી ચોકલેટ ને London Almond Cookies Chocolate તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ બનાવી ખૂબ સરળ અને ટેસ્ટી લાગે છે તો આ દિવાળી પર ઘરના સભ્યો અને આવેલ મહેમાન ને પણ કંઇક અલગ જ મીઠાઈ ખવડાવો અને દરેક એક વખત તો ચોક્કસ પૂછશે કે કેમ બનાવી ? તો ચાલો જાણીએ બદામ કુકી ચોકલેટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બદામ કુકી ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- શેકેલ બદામ ½ કપ
- મેંદા નો લોટ 1 કપ
- ચોખાનો લોટ 2-3 ચમચી
- મિલ્ક પાઉડર 2-3 ચમચી
- આઇસિંગ સુગર ¼ કપ
- માખણ 6-7 ચમચી
- વેનીલા એસેન્સ ½ ચમચી
- દૂધ 1-2 ચમચી
- ચોકલેટ 200 ગ્રામ
બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત
બદામ કુકી ચોકલેટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર ધીમા તાપે પાંચ સાત મિનિટ બદામ ને શેકી લ્યો અને બદામ બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકો
હવે એક વાસણમાં મેંદા નો લોટ, ચોખા નો લોટ અને મિલ્ક પાઉડર ચાળી ને લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં માખણ અને આઈસિંગ સુગર અને માખણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વેનીલા એસેન્સ નાખી ફરી મિક્સ કરી લ્યો
હવે એમાં થોડો થોડો ચારી રાખેલ લોટ નાખતા જઈ મિક્સ કરી લ્યો ને એક ચમચી દૂધ નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલો લોટ ને બે મિનિટ મસળી ને સ્મૂથ કરી લ્યો હવે બદામ ને કવર કરી શકાય એટલો લોટ લઈ બદામ ને પેક કરી લંબગોળ આકાર આપો
આમ બધી શેકેલ બદામ ને બાંધેલા લોટ થી કવર કરી લ્યો અને ગ્રીસ કરેલ પ્લેટ પર કે બટર પેપર પર મૂકી દયો હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં નીચે કાંઠો મૂકી દસ મિનિટ ઢાંકી ગરમ કરો ત્યાર બાદ એમાં કુકી વાળી પ્લેટ મૂકી દયો ને ઢાંકી ને ધીમા તાપે વીસ થી ત્રીસ મિનિટ બેક કરી લ્યો
હવે ત્રીસ મિનિટ માં કુકી બરોબર બેક થઈ થોડી બ્રાઉન થાય એટલે કાઢી લઈ ઠંડી થવા મૂકો ને સાવ ઠંડી કરી લ્યો
ત્યારબાદ એક વાસણમાં પાણી ગરમ મૂકો એમાં ચોકલેટ ના કટકા કરેલ વાસણ એમાં મૂકી ચોકલેટ ને પીગળાવી લ્યો ચોકલેટ પીગળી જાય એટલે એને ભર કાધી બરોબર મિક્સ કરી સ્મૂથ કરી લ્યો
હવે પીગળેલા ચોકલેટ માં તૈયાર કરેલ કુકી ને ચોકલેટ માં કોટીંગ કરી ઉપર ડ્રાય ફ્રુટ ના ટુકડા મૂકી પ્લેટ માં કે પેપર કપ માં મૂકી ને ફ્રીજર માં દસ પંદર મિનિટ મૂકી જમાવી લ્યો આમ બધી કુકી ને ચોકલેટ નું કોટીંગ કરી ફ્રિજર માં જમાવી લ્યો ને ત્યાર બાદ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને સર્વ કરો બદામ કુકી ચોકલેટ.
Badam cookie chocolate banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit
ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati
ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati
પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati
મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે