ઘરે બદામ ની ખીર બનાવવાની રીત – Badam ni kheer banavani rit શીખીશું. આજે આપણે એકદમ નવી રીતે બદામ ની ખીર બનાવતા શીખીશું, do subscribe Recipes Hub YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. બદામ ની ખીર ને તમે ગરમી માં ફ્રીઝ માં રાખી ને અને ઠંડી માં ગરમા ગરમ સર્વ કરી શકો છો. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી બદામ ની ખીર બનાવતા શીખીએ.
બદામ ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
- બદામ ½ કપ
- દૂધ 1 લીટર
- કેસર 1 ચપટી
- સાકર ¼ કપ
સુગર કેરમલ બનાવવાની સામગ્રી
- ખાંડ 2 ચમચી
- પાણી 1 ચમચી
- દૂધ 2-3 ચમચી
બદામ ની ખીર બનાવવાની રીત
બદામ ની ખીર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બદામ લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સાઇડ માં રાખી દયો.
ત્રીસ મિનિટ પછી બદામ ને હાથ થી મસળી ને તેના છોત્લા કાઢી લ્યો. ત્યાર બાદ બદામ ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં બે ચમચી જેટલું દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવતા રહો. પાંચ થી સાત મિનિટ સુધી ફૂલ આંચ પર ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેમાં એક ચપટી કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી બદામ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સાકર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ અડધું રહે ત્યાં સુધી તેને ઉકળતા રહો. દૂધ ઉકળે ત્યાં સુધી સુગર કેરેમલ બનાવી લઈએ.
સુગર કેરેમલ બનાવવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલી ખાંડ નાખો. હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને હલાવ્યા વગર ખાંડ ને મેલ્ટ થવા દયો.
ખાંડ મેલ્ટ થવા લાગે ત્યાર બાદ તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ સુગર કેરેમલ ને બદામ વાળા દૂધ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બદામ ની ખીર.
Badam kheer recipe notes
- ખીર માં તમે સાકર ની જગ્યા એ ખાંડ નો ઉપયોગ કરી શકો છો.
Badam ni kheer banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રંગ બે રંગી પૂરી બનાવવાની રીત | Rang be rangi puri banavani rit
અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત | Akhrot kela na cupcake banavani rit
વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati
આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે