શિયાળા લીલું લસણ અને બાજરા ને ખૂબ શક્તિશાળી ખોરાક માનવામાં આવે છે અને આ બને ને એક સાથે મળે ત્યારે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે એવું ચુરમુ તૈયાર થાય છે જે ખાવા માં તો ટેસ્ટી છે જ સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ માનવામાં આવે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી ને ખાશો Bajra lila lasan no churmo – બાજરા લીલા લસણ નો ચુરમો.
Ingredients list
- બાજરા ના રોટલા 2-3
- લીલું લસણ 250 ગ્રામ
- છીણેલો ગોળ ¾ કપ
- ઘી ½ કપ
Bajra lila lasan no churmo banavani rit
બાજરા લીલા લસણ નો ચૂરમો બનાવવા સૌપ્રથમ બાજરા માં લોટ માંથી રોટલા બનાવી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ થોડા ઠંડા કરવા મૂકો. રોટલા ઠંડા થાય ત્યાં સુંધી ગોળ ને ઝીણો ઝીણો સમારી લ્યો અને લીલા લસણ ને સાફ કરી ધોઈ સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો.
હવે રોટલા થોડા ઠંડા થાય એટલે હાથ થી થોડા થોડા મસળી ને ભૂકો બનાવી લ્યો આમ બધા રોટલા માંથી ભૂકો બનાવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી બને ને બરોબર હાથ થી મસળી મસળી મિક્સ કરી લ્યો અને બને બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં લીલું લસણ સુધારેલ નાખી અને પણ બે ચાર મિનિટ રોટલા અને ગોળ સાથે મસળી લેવું.
હવે છેલ્લે એમાં ઘી નાખી ફરીથી બરોબર મસળી લ્યો અને બધી સામગ્રી ને બરોબર મસળી મસળી મિક્સ કરી લીધા બાદ મજા લ્યો બાજરા લીલા લસણ નો ચૂરમો.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
chokha na lot ni chakri | ચોખા ના લોટ ની ચકરી
Moonglet banavani rit | મુંગલેટ બનાવવાની રીત
Methi masala puri banavani rit | મેથી મસાલા પૂરી બનાવવાની રીત