બાજરા ના લોટ ના લાડુ બનાવવાની રીત | Bajra na lot na ladoo banavani rit

બાજરા ના લોટ ના લાડુ - Bajra na lot na ladoo - બાજરા ના લોટ ના લાડુ બનાવવાની રીત - Bajra na lot na ladoo banavani rit
Image credit – Youtube/Simplify ur COOKING
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાજરા ના લોટ ના લાડુ બનાવવાની રીત  – Bajra na lot na ladoo banavani rit શીખીશું. બાજરો ગ્લુટેન ફ્રી અને લો કેલરી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, do subscribe Simplify ur COOKING YouTube channel on YouTube If you like the recipe , સાથે ઠંડી ની ઋતુ માં આપણા શરીર ને ગરમી આપવામાં બાજરો ખૂબ જ અસરકારક છે. તેના લોટ થી લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે સાથે હેલ્થી પણ છે. એકવાર બનાવ્યા પછી તેને મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ના લાડુ બનાવતા શીખીએ.

બાજરા ના લોટ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • બદામ 2 ચમચી
  • કાજુ 2 ચમચી
  • પિસ્તા 1 ચમચી
  • સુખા નારિયલ ની સ્લાઈસ 8-9
  • મખાના 2-3 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • ઘી 3+1 ચમચી
  • બાજરા નો લોટ 1 કપ
  • ગોળ 1 કપ

બાજરા ના લોટ ના લાડુ બનાવવાની રીત

બાજરા ના લોટ ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બદામ નાખો. હવે તેને ધીમા તાપે એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં કાજુ નાખો. હવે ફરી થી તેને એક કે બે અડધી મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને પણ અડધી મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં પિસ્તા નાખો. હવે તેને પણ અડધી મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ખસખસ નાખો. હવે તેને પણ બધી સામગ્રી સાથે એક મિનિટ સુધી સેકી લ્યો.

Advertisement

ત્યાર બાદ બધી સામગ્રી ને એક પ્લેટ માં કાઢી લ્યો. જેથી તે થોડું ઠંડુ થઈ જાય. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ ને ફરી થી ગેસ પર મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં બાજરા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે લોટ માંથી ઘી ચમકવા લાગે ત્યાં સુધી તેને ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલું ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તે કઢાઇ ને ફરી થી ગેસ પર મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી હલાવી લ્યો. ત્યાર બાદ તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ગોળ ની ચાસણી ને સેકી ને રાખેલ બાજરા ના લોટ માં નાખો. હવે તેને સરસ થી ચમચા ની મદદ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

લાડુ નું મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારે તેમાંથી થોડું મિશ્રણ હાથ માં લઇ ને તેના ગોળ લાડુ બનાવી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.

Bajra na lot na ladoo recipe notes

  • લાડુ ના મિશ્રણ માં જરૂર લાગે તો ઉપર થી થોડું ઘી નાખી પછી લાડુ બનાવી શકાય છે.
  • લાડુ માં ડ્રાય ફ્રુટ તમે તમારા હિસાબ થી કોઈ પણ નાખી શકો છો.

Bajra na lot na ladoo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Simplify ur COOKING

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Simplify ur COOKING ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit

પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | lasan bataka na gathiya recipe in gujarati | lasan bataka na gathiya banavani rit

પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo banavani rit | Papaiya no sambharo banavani recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement