બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત | bajra na lot na noodles banavani rit

બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત - bajra na lot na noodles banavani rit - bajra na lot na noodles recipe in gujarati
Image credit – Youtube/Culinary Aromas
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે  બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત – bajra na lot na noodles banavani rit શીખીશું, do subscribe Culinary Aromas YouTube channel on YouTube If you like the recipe , નૂડલ્સ નું નામ સંભળાતા જ આજકાલ નાના મોટા બધા ના મોઢામાં પાણી આવી જાય અને બજાર માં મળતી નૂડલ્સ બાળકો ને આપતા ખચકાટ પણ થાય પણ બાળકો ને સમજાવી ના શકાય કેમ કે આજકલ બધા બાળકો ને એવું જ ખાવું હોય છે તો બાળકો ને નારાજ ના કરતા ઘરે જ હેલ્થી નૂડલ્સ તૈયાર કરી ખવરાવી ને ખુશ કરો તો ચાલો જાણીએ bajra na lot na noodles recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બાજરા ના લોટના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી પાનકોબી 1 કપ
  • બાજરા નો લોટ 1 કપ
  • લાંબા સુધારેલ ગાજર ના કટકા ¼ કપ
  • લાંબા સુધારેલ કેપ્સીકમ ¼ કપ
  • મરી પાઉડર ¼ ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • ટમેટા સોસ 1 ચમચી
  • પાણી 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1-2 ચમચી

બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત | bajra na lot na noodles recipe in gujarati

બાજરા ના લોટની નૂડલ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી તેલ એક બે ચમચી, મીઠું સ્વાદ મુજબ નાખી ઉકાળવી લ્યો,ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો નાખો ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો  ( ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી લેવો)

લોટ પાણી સાથે બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લોટ ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી લોટ ને એક થાળી કે વાસણમાં કાઢો ને હાથ લગાવી શકાય એટલો નવશેકા થાય એટલે મસળી લ્યો પાંચ મિનિટ અને જરૂર લાગે તો કોરો લોટ નાખી શકો છો લોટ ને મસળી ને સ્મુથ કરી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈ માં એક ગ્લાસ પાણી નાખી કાંઠો મુકિદ ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ચારણી માં તેલ લાગવી એક બાજુ મૂકો અને અને સેવ કરવા ના મશીન માં તેલ લગાવી જાડી સેવ ની જારી મૂકી તૈયાર લોટ ને એમાં નાખી બંધ કરી લ્યો ને તેલથી ગ્રીસ કરેલ ચારણી માં સેવ પાડીએ એમ સેવ પાડી લ્યો

ત્યારબાદ ચારણી ને કડાઈ માં રાખેલ કાંઠા પર મૂકી ઢાંકી ને  દસ પંદર મિનિટ બાફી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડી ઠંડી થવા દયો ને થોડી ઠંડી થાય એટલે હાથ થી અલગ અલગ કરી નાખો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચા સુધારેલા અને લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં કેપ્સીકમ, ગાજર, પાનકોબી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં સોયા સોસ, ટમેટો કેચઅપ, મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ નૂડલ્સ નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે મિનિટ શેકો ત્યાર બાદ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો બાજરા ના લોટની નૂડલ્સ

bajra na lot na noodles banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Culinary Aromas ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક, સોજી, ઘઉંના લોટથી હેલ્ધી ઢોસા અને ચટણી બનાવવાની રીત

બટાકા વડા બનાવવાની રીત | Batata Vada Recipe in Gujarati | batata vada banavani rit

ખાખરા બનાવવાની રીત | ખાખરા બનવાની રેસીપી | Khakhra banavani rit | khakhra recipe in gujarati

દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત |desi chana nu shaak banavani rit | kala chana nu shaak banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement