આજે આપણે ઘરે બાજરા ના ટોસ્ટ બનાવવાની રીત – Bajra na toast banavani rit શીખીશું. બાજરો ગ્લુટેન ફ્રી હોવાથી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે, do subscribe NishaMadhulika YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે બાજરા માં લોટ ના મિશ્રણ થી ખૂબ જ ટેસ્ટી અને પોષક તત્વો થી ભરપુર નાસ્તો બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના ટોસ્ટ બનાવતા શીખીએ.
બાજરા ના ટોસ્ટ બનાવવા જરૂરી સામગ્રી
- દહી ½ કપ
- બાજરા નો લોટ 1 કપ
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- ઝીણા સુધારેલા કેપ્સીકમ 2-3 ચમચી
- મીઠું ¾ ચમચી
- ઝીણા સુધારેલા ગાજર 2 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા ટામેટા 2 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ઇનો ½ ચમચી
બાજરા ના ટોસ્ટ બનાવવાની રીત
બાજરા ના લોટ ના ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાજરા ના લોટ ને ચાળી ને લઈ લ્યો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી નાખી ને એક ઘટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
તેમાં મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, ઝીણા સુધારેલા ટામેટા અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ઇનો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણું બાજરા નું મિશ્રણ તૈયાર છે.
ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુધી એક બ્રેડ લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી બાજરા નું મિશ્રણ લગાવો. હવે તવી ઉપર ઘી લગાવી તેની ઉપર મિશ્રણ વાળો ભાગ તવી ઉપર મૂકો.
તેના ઉપર ના ભાગ તરફ પણ બાજરા નું મિશ્રણ લગાવી દયો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ઘી લગાવી ને સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બીજા બધા બાજરા ના ટોસ્ટ બનાવી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના ટોસ્ટ. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાજરા ના ટોસ્ટ સાથે ખાવાનો આનંદ માણો.
Bajra na toast banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ટુટી ફૂટી કેક બનાવવાની રીત | tutti frutti cake banavani rit
થુકપા સૂપ બનાવવાની રીત | thukpa soup banavani rit | thukpa soup recipe in gujarati
મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે