બાજરાની ખીચડી બનાવવાની રીત | bajra ni khichdi banavani rit | bajra ni khichdi recipe in gujarati

બાજરાની ખીચડી બનાવવાની રીત - બાજરી ની ખીચડી - bajra ni khichdi - bajra ni khichdi banavani rit -bajra ni khichdi recipe in gujarati
Image credit – Youtube/Nation Food
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બાજરાની ખીચડી બનાવવાની રીત – bajra ni khichdi recipe in gujarati શીખીશું. આ ખીચડી શિયાળા માં ખુબ ટેસ્ટી લાગે છે, do subscribe Nation Food YouTube channel on YouTube If you like the recipe , ને બાજરા ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં એમાંથી બનતી વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ તો આજ આપણે બાજરા ની શાક થી ભરપૂર એવી ખીચડી બનાવતા શીખીશું તો ચાલો આજે બાજરી ની ખીચડી – bajra ni khichdi banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બાજરી ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • ફોતરા વગર ની મગ દાળ ½ કપ
  • બાજરો ½ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ફુલાવર ના કટકા ¼ કપ
  • ગાજર ના કટકા ¼ કપ
  • ફણસી ¼ કપ
  • વટાણા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ સુધારેલ ½ ઇંચ
  • લસણ સુધારેલ 8-10 કણી
  • જીરું ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી 2-3 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • જરૂર મુજબ પાણી

બાજરાની ખીચડી બનાવવાની રીત | bajra ni khichdi recipe in gujarati

બાજરાની ખીચડી બનાવવા સૌપ્રથમ બાજરા ને પાંચ દસ મિનિટ ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડો કરી લ્યો અને બાજરો ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરો પીસી લ્યો

ફોતરા વગર ની મગ દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અને ધોઇ સાફ કરી  લીલા મરચા, લસણ ની કણી, આદુ, ફુલાવર, ગાજર, ફણસી, ટમેટા , ડુંગળી  ને કાપી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કુકર માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, જીરું તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ, આદુ, લીલા મરચા, ડુંગળી નાખી પાંચ મિનિટ શેકી લ્યો અને પીસી રાખેલ બાજરો નાખી મિક્સ કરી લ્યો અને પલાળેલી દાળ પાણી સાથે નાખી ને સાથે બીજુ જરૂર મુજબ પાણી (એટલે કે એક કપ બાજરો ને મગ દાળ હોય તો ત્રણ કપ પાણી નાખવું)

પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે પાંચ છ સીટી વગાડી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર ની હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી ફરી ગેસ ચાલુ કરી ખીચડી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ફુલાવર, ફણસી, વટાણા, ટમેટા, ગાજર, ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને કુકર બંધ કરી એક સીટી વગાડી લ્યો

એક સીટી પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી ગેસ ફરીથી ચાલુ કરી એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો બાજરા ની ખીચડી

બાજરી ની ખીચડી | bajra ni khichdi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nation Food ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સેવૈયા પાયસમ બનાવવાની રીત | Sevaiya payasam banavani rit

લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | Lili dungri na parotha banavani rit

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit

લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવાની રીત | lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement