નમસ્તે મિત્રો આજે આપણે બાજરાની રાબડી બનાવવાની રીત – Bajra ni rabdi banavani rit શીખીશું. આ રાબડી ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભકરી છે અને શરદી માં ખુબ લાભકારી હોય છે. do subscribe kanuda ki kitchen YouTube channel on YouTube If you like the recipe , જે દહી અથવા છાસ માંથી બનાવવામાં આવે છે તમે બાજરાની રાબ તો ઘણી વખત બનાવી હસે ને પીધી પણ હસે પણ એક વખત બાજરીની રાબડી બનાવી ને જરૂર બનાવજો તો ચાલો જાણીએ બાજરીની રાબડી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બાજરાની રાબડી બનાવવા જરૂરી સામગ્રી | Bajra ni rabdi ingredients
- છાસ 2 કપ
- બાજરી નો લોટ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
બાજરાની રાબડી બનાવવાની રીત
બાજરાની રાબડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છાસ નાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ માં નાખી ગેસ પર મૂકી હલાવતા રહો,
જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહેવું નહિતર છાસ ફાટી જસે
રાબડી માં ઉભરો આવે ત્યાર બાદ ગેસને ધીમા તાપે કરી રાબડી ને દસ મિનિટ ચડાવી લ્યો અને જો તમને એમ લાગે કે રાબડી ઘટ્ટ લાગે છે તો એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઉકાળી લ્યો
હવે બીજા ગેસ પર વઘરિયા માં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લ્યો ને ત્યાર બાદ વઘાર ને રાબડી માં નાખી મિક્સ કરી લ્યો
( આ વઘાર નાખવો ઓપ્શનલ છે જો ના નાખવો હોય તો એમજ ઉકળી ને પણ મજા લઇ શકો છો) ને સાથે શેકેલ જીરું નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો બાજરી ની રાબડી
Bajra ni rabdi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kanuda ki kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit
કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi banavani rit | kasuri methi recipe in gujarati
રોઝ ચોકલેટ બનાવવાની રીત | rose chocolate banavani rit | rose chocolate recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે