જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાજરી અને મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવાની રીત શીખીશું. બાળકો ઘણી વાર બાજરા કે મકાઈ ના રોટલા ખાવાનું પસંદ નથી કરતા, do subscribe Masala Kitchen YouTube channel on YouTube If you like the recipe , પણ આ રીતે જો તેની ટિક્કી બનાવી ને આપશો તો એ હસતા હસતા ખાઈ લેશે. ખૂબ જ કુર્કૂરી અને ટેસ્ટી બને છે સાથે ખૂબ જ હેલ્થી છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. સવાર ના નાસ્તા માં ચાય કે દૂધ સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે Bajri ane makai na lot ni tikki banavani rit શીખીએ.
બાજરી અને મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવા જરૂરી સામગ્રી
- ગોળ 150 ગ્રામ
- બાજરી નો લોટ 200 ગ્રામ
- તલ 4 ચમચી
- મીઠું 1 ચપટી
- પાણી ¾ કપ
- મકાઈ નો લોટ ½ કપ
Bajri ane makai na lot ni tikki banavani rit
આજ આપણે સૌ પ્રથમ બાજરી ના લોટ ની ટિક્કી બનાવવાની રેસીપી જાણીશું ત્યારબાદ મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવાની રેસીપી જાણીશું
બાજરી ના લોટ ની ટિક્કી બનાવવાની રીત | bajri na lot ni tikki banavani rit
બાજરી ના લોટ ની ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં ગોળ ને એક તપેલી માં સુધારી લ્યો. હવે તેમાં પાણી નાખી ગેસ પર મૂકો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે એક કથરોટ માં બાજરી નો લોટ નાખો. હવે તેમાં તલ અને ચપટી એક મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને ગોળ નું પાણી નાખતા જાવ અને સરસ થી એક સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો લઈ મિડીયમ થીક રોટલી વણી લ્યો. હવે તેની ઉપર ચોરસ કુકી કટર ની મદદ થી કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરી ને રાખેલી ટિક્કી નાખો. હવે તેને મિડીયમ આંચ પર બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટિક્કી તળી ને તૈયાર કરી લ્યો.
મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવાની રીત | makai na lot ni tikki banavani rit
મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મકાઈ નો લોટ લ્યો. હવે તેમાં તલ અને ચપટી એક મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ગોળ નું પાણી થોડું થોડું કરીને નાખતા જાવ અને એક સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો લ્યો. હવે તેની એક મિડીયમ થીક રોટલી વણી લ્યો. હવે કુકી કટર ની મદદ થી તેના ચોરસ કટ કરી લ્યો. હવે ટિક્કી ને એક પ્લેટ માં રાખી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈ ના લોટ ની ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટિક્કી તળી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી બાજરી અને મકાઈ ના લોટ ની ટેસ્ટી અને હેલ્ધી ટિક્કી. હવે તેને ચાય કે દૂધ સાથે સર્વ કરો. અને ટેસ્ટી બાજરી અને મકાઈ ના લોટ ની ટિક્કી ખાવાનો આનંદ માણો.
Recipe notes
- કુકી કટર ના હોય તો લુવો હાથ માં લઇ હાથ થી પ્રેસ કરી ને પૂરી બનાવી શકો છો.
બાજરી અને મકાઈ ના લોટ ની ટિક્કી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સોજી બટાટા નો નાસ્તો બનાવવાની રીત | Soji batata no nasto banavani rit
રવાની કેક બનાવવાની રીત | રવો કેક બનાવવાની રીત | rava cake banavani rit
શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે