બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit

બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત - Bajri na lot na dhosa banavani rit
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત – Bajri na lot na dhosa banavani rit શીખીશું. do subscribe Skinny Recipes YouTube channel on YouTube  If you like the recipe  આ ઢોસા ખાવામાં તો ટેસ્ટી લાગે છે સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક છે જેને બાજરા ના રોટલી કે રોટલા ભાવતા હોય કે ન ભાવતા હોય એક વખત આ રીતે બનાવી ને ખાસો તો ચોક્કસ બીજી વખત બનાવવાનું વિચારશો તો ચાલો જાણીએ બાજરા ના ઢોસા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે

બાજરી ના લોટ ના ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરો ½ કપ
  • મગ દાળ ½ કપ
  • અડદ દાળ ⅓ કપ
  • મેથી દાણા 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચટણી માટેની સામગ્રી

  • આમળા 2-3
  • મીઠું સ્વાદ મુજબ
  • વિનેગર 1 ચમચી
  • નારિયળ છીણેલું ½ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • પાણી જરૂર મુજબ

ઢોસા ની ચટણી બનાવવાની રીત

આમળા ને મીઠું અને વિનેગર નાખી નેત્રણ ચાર દિવસ ઢાંકી ને મૂકો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ચાર દિવસ પછી મિક્સર જાર માં આમળા પાણી સાથે નાખો સાથે એમાં ડુંગળી , લીલા મરચા, લીલું નારિયળ , લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખી ને પીસી લ્યો ને ચટણી તૈયાર કરી લ્યો

વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ મીઠા લીમડાના પાન,સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને ચટણી પર નાખી મિક્સ કરી લ્યો

Advertisement

બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit

બાજરા ના ઢોસા બનાવવા માટે સૌપ્રથમ બાજરો, મગ દાળ, અડદ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં નાખો ને સાથે મેથી દાણા નાખી ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ પાણી નાખી સાત થી આઠ કલાક પલાળી મુકો (ઓછા માં ઓછી 6 કલાક પલળવા જરૂરી છે)

સાત કલાક પછી પાણી નિતારી નાખો અને પલાળેલી સામગ્રી ને મિક્સર જાર માં નાખો ને અને સ્વાદ મુજબ મીઠું  અને થોડું થોડુ કરી એક કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો અને પીસેલા મિશ્રણ ને એક મોટા વાસણમાં કાઢી ને હાથ થી પાંચ સાત મિનિટ હલાવી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને સાત આઠ કલાક આથો આવવા ગરમ જગ્યાએ  મૂકો

આઠ કલાક માં બરોબર આથો આવી જસે (ઠંડી ની સીઝન માં વધારે સમય લાગી શકે છે ) એટલે મિશ્રણ ને ચમચા વડે બરોબર  મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક ઢોસા તવી ગરમ કરો એમાં તૈયાર કરેલ ઢોસા નું મિશ્રણ નાખી ઢોસા જેમ ગોળ ગોળ ફેરવી ઢોસો તૈયાર કરી ને શેકી લ્યો ઉપર માખણ કે તેલ લગાવી ઢોસા ને તૈયાર કરી લ્યો ને ઢોસો શેકાઈ જાય એટલે એને ચટણી સાથે સર્વ કરો.

Bajri na lot na dhosa banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હેલ્થી જ્યુસ બનાવવાની રીત | healthy juice banavani rit

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit | Ghau ni sev no upma recipe in gujarati

માખણ મિશ્રી બનાવવાની રીત | makhan mishri banavani rit | makhan mishri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement