બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત - bajra na lot na muthiya recipe in gujarati - bajri na lot na muthiya banavani rit
Image credit – Youtube/Priya's Food Lab
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Priya’s Food Lab YouTube channel on YouTube આજે આપણે બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત શીખીશું. મુઠીયા એ એક હેલ્થી નાસ્તો છે અલગ અલગ લોટ માંથી મુઠીયા બનતા હોય છે પરંતુ બાજરાના લોટ માંથી બનતા મુઠીયા ખૂબ ટેસ્ટી લાગશે તો બાજરાના લોટમાંથી મુઠીયા બનાવવાની રીત bajri na lot na muthiya banavani rit, bajra na lot na muthiya recipe in gujarati.

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | bajri na lot na muthiya recipe ingredients

  • મુઠીયા બનાવવાની સામગ્રી
  • બાજરાનો લોટ 2 ½ કપ
  • છીણેલી દૂધી 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ટમેટા સુધારેલ 1
  • આદુ, મરચા ને લસણની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • પા ચમચી હળદર
  • હિંગ ¼ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મુઠીયા ના તડકા માટેની સામગ્રી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • તલ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 7-8
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajra na lot na muthiya recipe in gujarati

બાજરાના લોટમાંથી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ધોઇ સાફ કરી સુધારેલ મેથી, ધોઇ સાફ કરેલ સુધારેલ લીલા ધાણા, છીણેલી દૂધી, ઝીણી સુધારેલી ડુંગળી, આદુ મરચા ને લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, જીરું, હિંગ, તલ, ખાંડ , લીંબુ નો રસ નાખી હલકા હાથે  મિક્સ કરો

હવે એમાં બાજરાનો લોટ ,બેકિંગ સોડા, તેલ ને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે મિક્સ કરી લોટ ને મિક્સ કરતા જઈ ને લોટ બાંધી લેવો

Advertisement

ગેસ પર ઢોકરિયા માં અથવા કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો અને એમાં વચ્ચે કાંઠો મૂકો

હવે ગ્રીસ કરેલ ચારણી માં બાંધેલા લોટ ના લાંબા ઊભા સિલેન્ડર આકરા ના રોલ બનાવી લ્યો ને રોલ ને ગ્રીસ કરેલી ચારણીમાં મૂકો

ત્યારબાદ આ ચારણી ને ઢોકરિયા માં મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો વીસ મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે તો મુઠીયા ચડી ગયા છે

હવે ચારણી ને ઢોકરિયા માંથી બહાર કાઢી ને થોડા ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો

બાજરી ના લોટ ના મુઠીયા મુઠીયા ને વઘાર માટે ની રીત | bajri na lot na muthiya vagharvani rit

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો  ત્યાર બાદ એમાં તલ, હિંગ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન નાખી શેકો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા ને  ખાંડ નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ શેકો

છેલ્લે તેમાં સુધારેલ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ લીલા ધાણા ની ચટણી કે સોસ સાથે સર્વ કરો બાજરાના લોટમાંથી મુઠીયા

bajri na lot na muthiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priya’s Food Labને Subscribe કરજો

કન્ડેન્સ મિલ્ક બનાવવાની રીત | condensed milk banavani rit

સોજીના પીઝા બનાવવાની રીત | soji na pizza banavani rit

ડુંગળી બટાકા ભરેલું શાક બનાવવાની રીત | dungri bataka nu bharelu shaak

પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit

ફરાળી કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh banavani rit

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement