બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak banavani rit

બટાકા ની ચિપ્સ નું શાક - બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત - Bataka ni chips nu shak banavani rit -Bataka ni chips nu shak recipe in gujarati
Image credit – Youtube/Veg Zaika
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત – Bataka ni chips nu shak banavani rit શીખીશું. આ શાક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે, do subscribe Veg Zaika YouTube channel on YouTube If you like the recipe , અને દાળ ભાત અને રોટલી સાથે બનાવી ને સર્વ કરી શકો છો. જ્યારે કોઈ શાક ના સુજે કે ના હોય ત્યારે આ શાક બનાવી ને ખાઈ શકો છો અને ટિફિન માં પણ આપી શકો છો તો ચાલો જાણીએ Bataka ni chips nu shak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બટાકા ની ચિપ્સ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 500 ગ્રામ
  • તેલ 5-6 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ¼ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak recipe in gujarati

બટાકા ની ચિપ્સ નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ ચાલુ થી ના જાડી ના પાતળી એવી ગોળ ગોળ ચિપ્સ કરો ને પાણી મા નાખતા જાઓ. આમ બધા જ બટાકા ની ચિપ્સ કરી લ્યો. (અહી તમે ગોળ ની જગ્યાએ બટાકા ના બે કટકા કરી લાંબી લાંબી કતરણ કરી ને પણ સુધારી શકો છો )

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બટાકા ની ચિપ્સ પાણી માંથી કાઢી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો.

Advertisement

શાક ને બરોબર મિક્સ કરી લીધા બાદ એને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો ને વચ્ચે એકાદ વખત હલાવી લેવું. ત્યાર બાદ ફરી ઢાંકી ને બીજી ને ચાર મિનિટ ચડાવી લ્યો.

બટાકા બરોબર ચડી જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ચીલી ફ્લેક્સ અને લીલા મરચા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ મસાલા સાથે બટાકા ને બે મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી રોટલી, પરોઠા કે દાળ ભાત સાથે મજા લ્યો બટાકા ની ચિપ્સ નું શાક.

Bataka ni chips nu shak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Veg Zaika ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવાની રીત | Bread mathi gulab jambu banavani rit

મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત | Mitha limda ni Chutney banavani rit

લસણ વગર નો ઠેંસો બનાવવાની રીત | Lasan vagar no theso banavani rit

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત | Soji ane gulab sarbat ni barfi banavani rit

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement