દેશી બાવળ ના ફાયદા | બાવળ ના ઉપયોગો | બાવળની શીંગ નો ઉપયોગ

દેશી બાવળ ના ફાયદા - બાવળ ના ફાયદા - બાવળ ના ઉપયોગો - બાવળની શીંગ નો ઉપયોગ - બાવળ ના પાન વિશે માહિતી
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ દેશી બાવળ વિશે જેમાં  દેશી બાવળ ના ફાયદા, બાવળ ના ઉપયોગો ,બાવળની શીંગ ના ફાયદા અને ઉપયોગ, બાવળ ના પાન નો ઉપયોગ, Vachellia nilotica- babool tree benefits in gujarati

બાવળ | Baval | Bavad | Babool | Vachellia nilotica

ભારતમાં આયુર્વેદનું જેટલું મહત્વ છે એટલું કોઇપણ જગ્યા એ નથી. આયુર્વેદમાં એવા ઘણા બધા ઝાડ છે જે ખુબ જ ગુણકારી છે. જે અનેકાનેક બીમારીઓમાં ખુબ જ ઉપયોગી થાય છે. એવું જ એક ઝાડ છે દેશી બાવળ. બાવળ વધારે પડતા ખેતરોની સીમમાં ઉગી નીકળે છે. આમ તો દેશી બાવળના બધા જ અંગો ખુબ જ ઉઓયોગી છે, પરંતુ સૌથી વધુ ઉપયોગી ભાગ હોય તો તે છે બાવળની શીંગ, આયુર્વેદમાં તેનું ખાસ ખુબ જ મહત્વ છે. કારણકે તે અનેક બીમારીઓ થી બચાવે છે. –

બાવળ ના ફાયદા | બાવળ ના ઉપયોગો | Babool tree benefits in gujarati

સ્વેટીંગ(વધારે પસીનો)ની સમસ્યામાં બાવળનો ઉપયોગ :-

ઘણી વ્યક્તિઓને વધારે પસીનો થતો હોય છે, આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે બાવળ ના પાન અને નાની હરડેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને આખા શરીર પર માલીશ કરો થોડી વાર પછી સ્નાન કરી લો. નિયમિત દરરોજ નહાયા પહેલા આપ્રયોગ કરવાથી પસીનો આવવાનો બંધ થઇ જાય છે. બાવળ ના પાન ની પેસ્ટ બનાવીને પણ માલીશ કરી શકાય છે.

Advertisement

શરીરની આંતરિક બળતરામાં બાવળ :-

જો શરીરમાં આંતરિક કે બાહ્ય બળતરા થાય છે તો બાવળની છાલ ના બનાવેલા ઉકાળામાં સાકર નાખીને પીવાથી રાહત મળે છે.

કમર દર્દ માં બાવળ ના ઉપયોગો :-

આજકાલ કમરના દુખાવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે.  તેનાથી કાયમ માટે છુટકારો મેળવવા માટે બાવળના આ ચૂર્ણ નો અવ્શ્ય ઉપયોગ કરવો. બાવળની છાલ, તેની ફળી અને તેનું ગુંદ આ બધું સરખા ભાગે લઈને પીસી લો. તેમાંથી એક ચમચી ચૂર્ણનું સેવન દિવસમાં ત્રણ વાર નવશેકા પાણી સાથે કરવાથી અચૂક લાભ થાય છે.

દાદર કે ખુજલી :-

દાદર કે ખજવાળ માં બાવળના ફૂલને વિનેગર માં પીસી લો. પછી આ પેસ્ટને દાદર પર લગાવવાથી અવશ્ય લાભ થાય છે. જ્યાં સુધી મટે નહિ ત્યાં સુધી આ પ્રયોગ કરવો.

બાવળ ના પાન ને પીસીને વાગ્યા ઘા-જખમ પર લગાવવાથી તરત જ આરામ મળે છે.

ઉધરસ માં બાવળ ના ઉપયોગો:-

ઉધરસ ઓછી કરવા અથવા જળમૂળ માંથી નાશ કરવા માટે બાવળ ના પાન અને તેની છાલ ના બનાવેલા ચૂર્ણ ને મધ માં નાખીને ચાટવાથી ઉધરસ તરત જ બેસી જાય છે. ચૂર્ણ ની માત્રા ૧-૨ ગ્રામ રાખવી.

પેટના રોગોમાં બાવળ ના ફાયદા અને ઉપયોગ :-

બાવળની છાલનો ઉકાળો બનાવીને ઘાટા દહીં સાથે પીવાથી પેટની બીમારીમાં લાભ થાય છે. ચૂર્ણ ૧-૨ ગ્રામ લેવું.

બાવળની ફળીને શેકીને તેનો ભુક્કો બનાવી લો. આ ભુક્કા ને ગરમ પાણીમાં નાખીને પીવાથી પેતના રોગોમાં ફાયદો થશે.

તેવી જ રીતે બાવળના છાલના બનેલા ઉકાળાને છાશ સાથે પીવાથી અને આહારમાં છાશ નો વધારે સેવન કરવાથી જલોધર માં લાભ થાય છે.

ભૂખ ને વધારવા માટે બાવળ :-

ભૂખ ઓછી લાગવી અથવા ખાવામાં અરુચિ લાગવી જેવી સમસ્યામાં બાવળના કોમળ ફ્દીનું અથાણું બનાવીને તેમાં સિંધા નમક મિલાવીને સેવન કરવાથી ભૂખ વધારે લાગે છે. અને અરુચિ ઓછી થઇ જાય છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

મોઢાના ચાંદામાં બાવળ નો ઉપયોગ :-

બાવળની છાલ નો ઉકાળો બનાવીને તેના કોગળા દિવસમાં ૨-૩ વાર કરવાથી મોઢાના છાલામાં અવશ્ય ફાયદો થાય છે.

દાંતના વિવિધ રોગોમાં બાવળ નો ઉપયોગ :-

બાવળનું દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે.

બાવળના ફૂલ, છાલ, ફળી, આ બધું સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ નું મંજન કરવાથી દાંતના રોગો મટી જાય છે.

બાવળના છાલ નો ઉકાળો બનાવીને તેના કોગળા નિયમિત કરવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે.

ગળાના રોગ માં બાવળનો ઉપયોગ :-

બાવળની છાલા અને પાંદડા ને સરખા ભાગે લઈને એક ગ્લાસ પાણીમાં પલાળી લો. સવારે આ પાણીને ગાળીને તેના કોગળા કરવાથી ગળાના રોગોમાં અચૂક ફાયદો થાય છે.

શ્વસન તંત્ર ના રોગોમાં બાવળ ના ફાયદા :-

બાવળ ના પાન અને તેની છાલનું બનાવેલું ચૂર્ણ લો. ૧-૨ ચૂર્ણને મધમાં નાખીને ચાટવાથી શ્વસનતંત્ર ની સમસ્યામાં રાહત મળે છે.

પેશાબ સબંધિત સમસ્યામાં બાવળ ના ફાયદા :-

બાવળના ૧૦-૨૦ ફળીને એક ગ્લાસ પાણીમાં પલાળી લો. આખી રાત પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ સવારે પાણી ગાળીને પીવું. આનાથી પેશાબ સબંધિત સમસ્યામાં રાહત મળે છે.

બાવળ ની ૧૫-૩૦ મિલી બાવળની છાલનો ઉકાળો બનાવીને તેનું નિયમિત પીવાથી પણ રાહત મળે છે.

માસિકધર્મ ની સમસ્યામાં બાવળ :-

૪ ગ્રામ જેટલું દેશી બાવળનું ગુંદ લઈને તેને ઘીમાં શેકી લો. ગેરુને પણ શેકી લો. આ બન્ને ને પીસીને સવારે સેવન કરવાથી માસિકધર્મ સબંધિત સમસ્યામાં ફાયદો થાય છે.

બાવળની ૨૦ ગ્રામ છાલને ૪૦૦મિલિ પાણીમાં ઉકાળી લો. ૧૦૦ગ્રામ ઉકાળો વધે એટલે ટી દિવસમાં ત્રણ વખત પીવું. માસિકધર્મ ની લગભગ બધા દર્દ માં ફાયદો થાય છે.

બાવળ ના ફાયદા ઝાડા રોકવા :-

બાવળના ૮-૧૦ કોમળ પાંદડા લઈને તેનો રસ બનાવી લો. તેમાં ૫૦૦મિગ્રા જીરું અને ૧-૨ગ્રામ દાડમ ના ફૂલ નાખી એને પીસી લો. દિવસમાં ૨-૨ ચમચી આ પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે.

બાવળ ના પાન ના રસને છાશમાં નાખીને પીવાથી દરેક પ્રકારના ઝાડા મટી જાય છે.

પેચીશમાં બાવળ ના ઉપયોગો :-

બાવળ ના ૧૦ગ્રામ ગુંદને  ૫૦મિલિ પાણીમાં પલાળી લો. થોડીક વાર પલાળીને તેને મસળી લો. પછી તેનું સેવન કરવાથી પેચીશમાં લાભ થાય છે.

બાવળ ના પાન ના એક ચમચી રસમાં થોડુક હરડેનું ચૂર્ણ અને મધ નાખીને ચાટવાથી ફાયદો થાય છે.

બાવળના પાંદડાનો અથવા પાંદડાની પેસ્ટને ભાતના ઓસામણમાં નાખીને સેવન કરવાથી ફાયદો થાય છે.

કમળના રોગમાં :-

બાવળના ફૂલના ચૂર્ણમાં સરખી માત્રામાં સાકર મિલાવી લો. તેને ૧૦ગ્રામ ની માત્રામાં દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી કમળા માં રાહત મળે છે.

હાડકા મજબૂત બને છે :-

બાવળની ફળીના એક ચમચી ચૂર્ણ ને સવાર-સાંજ રોજ ગરમ પાણી સાથે સેવન કરવાથી હદ્કામાંજ્બૂત બને છે અને તૂટેલા હાડકા પણ જોડી શકાય છે.

બાવળની ફળી, ત્રિફળા ચૂર્ણ, સુંઠ, પીપરીમૂળ આ બધું મિક્સ કરીને ચૂર્ણ બનાવી લો.આમાં સરખા ભાગે ગુગળ નનાખીને સેવન કરવાથી પણ હાડકા મજબૂત બને છે.

રક્તસ્ત્રાવ માં બાવળ :-

શરીરના કોઈપણ અંગ માંથી લોહી નીકળે છે તો તેના ઉપર બાવળના પાંદડાનો રસ લગાવવો. લોહી નીકળવું તરત જ બંધ થઇ જાય છે.

૧૦-૧૫ બાવળના પાંદડા લઈને તેમાં કાળા મરી અને ૨ ચમ્ચિ સાકર નો ભુક્કો નાખીને સેવન કરવાથી આમાશય દ્વારા થતો રક્તસ્ત્રાવ બંધ થઇ જાય છે.

બાવળના સેવન ની માત્રા :-

છાલ નો ઉકાળો :- ૫૦-૧૦૦ મિલી

ચૂર્ણ :- ૨-૬ ગ્રામ

ગુંદર :- ૩-૬ ગ્રામ

બાવળની શીંગ નું ચૂર્ણ બનાવવાની રીત :-

દેશી બાવળ ના ઝાડમાં જે ફળ આવે છે તેને આપણે બાવળની ફળી તરીકે ઓળખીએ છીએ. તેને તોડીને સુકવીને એકદમ બારીક પીસીને ચાળીને જ ઉપયોગમાં લેવું. આં ફળી તમે ઘરે પીસી શકશો નહિ કારણકે, આ ફળી ખુબ જ કડક હોય છે તેના બીજ ખુબ જ કઠણ હોય છે માટે કોઈપણ ચક્કી ય કોઈ મશીનમાં જ પીસાવી ચાળીને કોઈપણ એર ટાઈટ બોટલમાં ભરી લેવી. તૈયાર છે દેશી બાવળનું ચૂર્ણ.

બાવળની શીંગ નું સેવન કરવાની વિધિ :-

દરરોજ સવારે માત્ર ૧ ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે નાસ્તા પહેલા લેવું. લગાતાર ૪-૫ મહિના આ પ્રયોગ કરવાથી ઘુટણ નો દુખાવો જળમૂળ માંથી નીકળી જાય છે. કમરના દુખાવામાં, મણકાના દુખાવામાં પણ આ દવા રામબાણ ઇલાઝ છે.

દેશી બાવળના ફાયદાઓ જાણ્યા પછી દેશી બાવળનો ગુંદર ના ઔષધીય પ્રયોગો જાણીએ

ઔષધીય ગુણોને કારણે બાવળનો ગુંદર નો ઉપયોગ પણ અનેક બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે. તેમાં ગ્લેકટોઝ, ગ્લુકો રોનીક એસીડ, વગેરે પોશાક્ત્ત્વો હોય છે. એન્ટી ઓક્સીડેન્ટ અને ખનીજ તત્વો પણ શામેલ છે. બાવળનું ગુંદ રંગે આછું પીળા કલરનું હોય છે. તેની તાસીર ઠંડી હોય છે.

ડાયાબીટીશ ના દર્દીઓ માટે બાવળનું ગુંદનું સેવન ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તેના ગુન્દમાં રહેલું ફાઈબર ભૂખને સંતોષવાનું કામ કરે છે. ૧ ગ્રામ ગુંદ ના ભુક્કાને પાણી અથવા દૂધમાં નાખીને સેવન કરવાથી ફાયદો થાય છે.

ખરાબ પાણી અથવા ખરાબ ખોરાક લઇ લેવાને કરને ડાયેરિયા થઇ જતા હોય છે. બાવળ ના ગુંદર નું સેવન ખાદ્ય પદાર્થોમાં નાખીને કરવાથી ડાયેરિયા બંધ થઇ શકે છે.

બાવળના ગુંદનું થોડીક માત્રામાં દરરોજ સેવન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે.

બાવળના ગુંદર માં રહેલા એન્ટી બેકટેરીયલ ગુણ મોઢામાં રહેલા ખરાબ બેકટેરિયાનો નાશ કરે છે. અને દાંત ને સ્વસ્થ અને મજબૂત બનાવામાં મદદ કરે છે.

બાવળ નું ગુંદ આમાશય અને આતરડા ને મજબૂત બનાવે છે.

બાવળનો ગુંદર ગળા ના અવાજ ને સાફ કરે છે.

ગુંદ ને ઘીમાં શેકી ને કે તળીને ખાવથી શરીર ને શક્તિ મળે છે.

કમરના દુખાવામાં બાવળની ફળી, છાલ અને ગુંદ મિલાવીને દિવસમાં ૩ વાર ચૂર્ણનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

બાવળનો ગુંદર જો પાણીમાં ઘસીને માથામાં કપાળમાં લેપ કરવાથી  માથાના દુખાવામાં રાહત મળે છે.

બાવળના ગુંદ ને મોઢામાં રાખીને ચૂસવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

દેશી બાવળ ને સંબંધિત લોકોને મુજ્વતા પ્રશ્નો

બાવળ meaning in English

અંગ્રેજી મા બાવળ ને Vachellia nilotica, Gum arabic tree ના નામે ઓળખવામાં આવે છે

babool tree in gujarati

babool tree ને ગુજરાતી મા દેશી બાવળ તરીકે ઓળખવામાં આવે છે

બાવળ ની ફળી ખાવાથી શું લાભ થાય છે?

બાવળની ફળી નું ચૂર્ણનું સેવન કરવાથી કમરના અને સાંધા ના દુખાવા માં ખુબ જ રાહત મળે છે.

દેશી બાવળનું ગુંદ નું સેવન કેવી રીતે કરવું?

બાવળના ગુંદ નું સેવન સીધું જ દહીં માં નાખીને કરી શકાય છે. લાડવા બનાવીને તેમાં નાખીને પણ સેવન કરી શકાય છે.

દેશી બાવળની છાલ નો શું ઉપયોગ છે?

બાવળની છાલ થી દાતણ કરવાથી દાત મજબૂત થાય છે. તેની છાલનો લેપ વાળ માં કરવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે. કાકડા(ટોન્સિલ) થયા હોય તો તેનો ઉકાળો બનાવીને પીવાથી તે મટે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ગરમાળા ના ફાયદા | ગરમાળા ની શીંગ નો ઉપયોગ | ગરમાળા નો ઉપયોગ | garmala na fayda | garmala ni sing uses in Gujarati

ગોખરુ ના ફાયદા | ગોખરુ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | gokhru na fayda | bindii benefits in Gujarati

સુંઠ ના ઉપચાર | સુંઠ ના ફાયદા | સૂંઠ નો ઉપયોગ | Sunth na Fayda in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement