બીટ નો હલવો બનાવવાની રીત | Beet no halvo banavani recipe Gujarati

beet no halvo banavani recipe - બીટ નો હલવો - beet halwa recipe - beet no halvo banavani recipe in Gujarati
Image – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બીટ ની રેસીપી માંથી એક હેલ્ધી અને સ્વાદિષ્ટ બીટ નો હલવો, beet halwa recipe , beet no halvo banavani recipe in Gujarati.

બીટ નો હલવો – Beet halwa recipe

બીટ નો હલવો બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • ૩-૪ બીટ
  • ૩-૪ ચમચી ઘી
  • ૨ કપ ફૂલ ક્રીમ દૂધ
  • ૧ કપ દૂધ પાવડર
  • અડધો કપ પીસેલી ખાંડ /  સુધારેલ ગોળ
  • ૧૦-૧૫ ચમચી કાજુ ના કટકા

Beet no halvo banavani recipe in Gujarati

બીટ નો હલવો બનાવવા સૌ પ્રથમ બીટ ને પાણી મા બરોબર ધોઈ ને સાફ કરી છોલી લઈ છીણી વડે છીણી લેવી

હવે બીટ નો હલવો કરવા ગેસ પર  ૨-૩ ચમચી ઘી ગરમ કરો ત્યાર બાદ તેમાં છીણેલું બીટ નાખી ને ૪-૫ મિનિટ સેકો,

Advertisement

ત્યાર બાદ તેમાં ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી બંધ કરી ૫-૭ મિનિટ ચડાવો,

જ્યાં સુંધી બીટ માં દૂધ મિકસ થઈ જાય ને સીકાઈ ને ઘી છૂટું થાય ત્યાં સુધી ત્યાર બાદ તેમાં પીસેલી ખાંડ / છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી ૫-૭ મિનિટ સેકો

ત્યાર બાદ બીજી એક કડાઈ માં ૧ કપ દૂધ લઈ તેમાં ૧ ચમચી ઘી ને ૧ કપ દૂધ નો પાવડર નાંખી હલાવતા રહો,

જ્યાં સુંધી મિશ્રણ ઘટ્ટ થાય ને માવો બની જાય ત્યાં સુધી/ બજાર માં મળતો તૈયાર માવો પણ નાખી સકો

હવે બીટ નો હલવો કરવા બીટ ના હલવા માં તૈયાર કરેલ માવો/ બજાર નો માવો નાખો ને કાજુ ના કટકા નાખી બરોબર મિક્સ કરી ૫-૭ મિનિટ સેકો ત્યાર બાદ માવા થી ને કાજુ થી ગાર્નિશ કરી  ગરમ ગરમ પીરસો beet no halvo.

Beet halwa recipe Video

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગાજર નો હલવો બનાવવાની રીત| gajar no halvo banavani rit

બાદમ નો હલવો બનાવવાની રીત | Badam no halvo banavvani rit

મગદાળ નો હલવો બનાવવાની રીત | magdal no halvo banavani rit

શક્કરીયા નો હલવો બનાવવાની રીત | shakkariya no halvo banavvani rit

આવીજ બીજી ગુજરાતી રેસીપી વિડીયો જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement