બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati

બેસન ની બરફી બનાવવાની રીત - besan ni barfi banavani rit - besan barfi recipe in gujarati
Image credit – Youtube/Foods and Flavors
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube  આજે આપણે બેસન ની બરફી બનાવવાની રીત – besan ni barfi banavani rit શીખીશું આ બરફી કોઈ પણ પ્રકારની ચાસણી વગર બનાવી ને તૈયાર કરવામાં આવે છે જેથી ખૂબ સ્વાદિષ્ટ બને છે તો ચાલો જોઈએ besan barfi recipe in gujarati – બેસન બરફી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બેસનની બરફી બનાવવા જરૂરી સામગ્રી | besan barfi ingredients

  • બેસન 1 કપ
  • સોજી 2 ચમચી
  • મિલ્ક પાવડર 2-3 ચમચી
  • ઘી ½ કપ
  • છીણેલ ગોળ ½ કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • કાજુ કતરણ 4-5 ચમચી
  • બદામ કતરણ 4-5 ચમચી
  • પિસ્તા કતરણ 4-5 ચમચી

બેસન ની બરફી બનાવવાની રીત | besan barfi recipe in gujarati

સૌપ્રથમ એક કડાઈમાં બેસન ને ચાળી ને લ્યો ને કડાઈ ને ધીમા તાપે ગેસ પર મૂકો હવે હલાવતા રહી બેસન ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો

બેસન ને પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સોજી અને ઘી નાખી બરોબર મિક્સ કરો ને બીજી આઠ દસ મિનિટ સુધી હલાવતા રહી શેકો ( ધ્યાન રહે તરિયમાં ચોંટે નહિ નહિતર બેરલ સ્વાદ આવશે)

Advertisement

દસ મિનિટ બેસન સોજી ને શેક્યા પછી એમાં એલચી પાઉડર, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ છીનેલ ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

(મિલ્ક પાઉડર ઓપ્શનલ છે  પણ મિલ્ક પાઉડર થી ક્રીમી માવા જેવો સ્વાદ આવે છે એટલે નાખશો તો બરફી સારી લાગશે પણ એની જગ્યાએ તમે માવો પણ નાખી શકો છો જો માવો નાખો તો બે ત્રણ ચમચી ગોળ ની માત્રા વધારી નાખવી )

ગોળ ને કડાઈમાં જ હલાવતા રહો ને પીગળી લેવો ગોળ બરોબર પીગળી જાય કોઈ કણી ના રહે એનું ખાસ ધ્યાન રાખવું હવે એક થાળી માં કે ટ્રે માં બરોબર એક બે ચમચી ઘી લગાવી લ્યો ને એમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખો

હવે મિશ્રણ ને જેટલી જાડી સાઇઝ ની બરફી બનાવી છે એ સાઇઝ માં ફેલાવી થપ થપાવી સેટ કરી લ્યો ને પંદર વીસ મિનિટ સુધી ઠંડી થવા દયો વીસ મિનિટ પછી ચાકુ થી એના પર કટકા ના કાપા કરી નાખો ને બરફી ને ઠંડી થવા દેવી

બે કલાક પછી ફરી જે કાપા કરી કટકા કરેલ એના પર ચાકુ થી બરોબર કટ કરી લ્યો ને ઘરના નાના મોટા પ્રસંગ માં પિસરી મજા લ્યો બેસન બરફી

besan ni barfi banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

મસાલા પુરી બનાવવાની રીત | masala puri recipe in gujarati | masala puri banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement