ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત | Bharela gunda nu shaak banavani recipe in Gujarati

ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત - bharela gunda nu shaak banavani recipe in Gujarati
Image – Youtube/Food se Fitness Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે શીખવીશું ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત જે ખુબજ સરળ છે અને દરેક વ્યક્તિ ને પસંદ આવશે, bharela gunda nu shaak banavani recipe in Gujarati.

ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત

ભરેલા ગુંદાનું શાક બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • ગુંદા ૨૫૦ ગ્રામ
  • કાચી કેરી ૧ નાની/ ૧ લીંબુ નો રસ
  • શેકેલા ચણા નો લોટ ૪-૫ ચમચી
  • લાલ મરચા નો પાવડર ૧ ચમચી
  • ધાણા જીરું પાઉડર ૧ ચમચી
  • હરદળ પા ચમચી
  • રાઈ જીરું ૧ ચમચી
  • હિંગ અડધી ચમચી
  • લીલા ઘણા જીના સમારેલા ૪-૫ ચમચી
  • તલ ૨-૩ ચમચી
  • તેલ ૩-૪ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Bharela gunda nu shaak banavani recipe

ભરેલા ગુંદાનું શાક બનાવવા સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં બરોબર ધોઈ ને સાફ કરી કપડા વડે કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી ને ટોપી દૂર કરી નાખો,

હવે ગેસ પર એક વાસણમાં ૧-૨ ગ્લાસ પાણી ગરમ મૂકો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં સાફ કરેલા ગુંદા નાખી ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ બાફી લ્યો.

Advertisement

ગુંદા બાફી લીધા પછી તેને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો ને ગુંદા ઠંડા થાય એટલે એને બીજ ને જીની લાકડી કે ગુંદા ની દાડી વડે કાઢી લ્યો ને મીઠા વાળી આંગળી કરી ને ગુંદા ની ચિકાસ ને દુર કરો કે ગુંડાની લાકડી પર થોડું રૂ વિટી તેના પર મીઠું લગાડી ચિકાસ દૂર કરી લ્યો

હવે ગુંદા ને ભરવા માટે એક વાસણમાં શેકેલા ચણા નો લોટ લ્યો

તેમાં છીણેલી કાચી કેરી /કે લીંબુ નો રસ,લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર, ચપટી હિંગ, સ્વાદ મુજબ મીઠું( મીઠું પ્રમાણ સર નાખવી કેમક ગુંદા બાફતિ વખતે એમાં મીઠું નાખેલ છે), ૧ ચમચી તેલ, લીલા ધાણા ૧-૨ ચમચી નાખી બધું બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરવો

હવે સાફ કરેલા ગુંદમાં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નો વઘાર કરો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને તલ નાખો તલ તતડે એટલે એમાં ભરેલા ગુંદા નાખી બરોબર મિક્સ કરો ને ધીમા તાપે ૪-૫ મિનિટ ઢાંકી ને ચડાવો છેલ્લે ગેસ બંધ કરી ઉપર થી લીલી ધાણા છાંટો ને તૈયાર છે ભરેલા ગુંદાનું શાક.

ભરેલા ગુંદાનું શાક બનાવવાની રીત

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સરસો નું શાક | સરસોં દા સાગ | સરસવ નું શાક બનાવવાની રીત | sarso nu shaak recipe in Gujarati

રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની રીત | Bharela lal marcha

કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe

મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની સરળ રીત | Malai Ice Cream Cake Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement