Bharela simla marcha nu shaak banavani recipe | ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રેસીપી

Bharela simla marcha nu shaak - ભરેલા શિમલા મરચા નું શાક
Image credit – Youtube/GUJARATI RASOI
Advertisement

ઉનાળા મા શું બનાવું એ પ્રશ્ન થતો હોય છે તો એક ટાઇમ આ રીતે ભરેલા શિમલા મરચા નું શાક બનાવતા શીખીશું  જે માત્ર 10-12 મિનિટ માંજ તૈયાર થઈ જશે અને ખાવા માં પણ ખુબજ મજા પડી જશે તો ચાલો Bharela simla marcha nu shaak banavani recipe બનાવતા શીખીશું.

Ingredients

  • બેસન 1 વાટકી
  • કેપ્સિકમ 500 ગ્રામ
  • તેલ 4-5 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • હળદર પાવડર ¼  ચમચી
  • ગરમ મસાલો ½   ચમચી
  • મીઠું ⅕ ચમચી
  • ખાંડ ⅕ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી

Bharela simla marcha nu shaak banavani recipe

ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવા માટે સૌ પ્રથમ નાની સાઇઝ ના શિમલા મરચા સારી રીતે પાણી માં ધોઈ અને ઉપર થી થોડો ભાગ કટ કરી અને વચે થી બધા બીજ ને ચાકુ ની મદદ થી કાઢી લેશું .એવી રીતે બાકી ના બધા શિમલા મરચાં ને કાઢી લેશું

ત્યાર બાદ ગેસ પર એક કડાઈ ને ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 બાઉલ જેટલું બેસન નાખીશું .અને બેસન ને 1-2 મિનિટ સુધી સારી રીતે સેકી લેશું . ઇયા ખાસ ધ્યાન રાખશું આપડે બેસન ને ચારણી માં ચાળી અને પછી લેશું. બેસન ને એટલા માટે ચાડશું જેથી તેમાં જો કોઈ ગાંઠા રઈ ગયા હોય તો બધા ગાંઠા સારી રીતે નીકળી જશે.

Advertisement

હવે બેસન સેકાઈ જાય એટલે એક બાઉલ માં કાઢી લેશું અને ઠંડો થવા દેશું . ત્યાર બાદ આપડે તેમાં બેઝિક મસાલા નાખીશું . લાલ મરચું પાવડર 1 ચમચી તીખાશ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો , ધાણા જીરું પાવડર 1 ચમચી , હળદર પાવડર ¼ ચમચી , ગરમ મસાલો પાવડર ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું , લીલા ધાણા જીણા સુધારેલા છેલે 2-3 ચમચી જેટલું તેલ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું .

ખાસ ધ્યાન રાખશું કે આ મસાલા માં પાણી નો ઉપયોગ નઈ કરીએ જરૂર પડે તો પાછળ થી થોડું તેલ નાખી અને બધો મસાલો સારી રીતે હાથે થી મિક્સ કરી લેશું. મિક્ષ્ચર તૈયાર થઈ જાય એટલે છેલે તેમાં ½ લીંબુ નો રસ અને થોડી ખાંડ નાખી ને અને ફરીથી બધું મિક્સ કરી લેશું.

ત્યાર બાદ મસાલો જે તૈયાર કર્યો છે તે બધા મસાલા ને આપડે જે શિમલા મરચાં લીધા છે તે શિમલા મરચાં માં થોડો થોડો કરી ને ઉપર સુધી બધા મરચા ને ભરી લેશું . મરચા ભરાઈ જાય એટલે ગેસ પર કડાઈ માં 2 ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું 1 ચમચી નાખશું જીરું બરાબર તતડી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી નાખી અને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપડે જે શિમલા મરચા ભર્યા છે તે બધા મરચા ને તેમાં નાખી દેશું .

હવે બધા મરચા ને નાખી દીધા બાદ 3-4 મિનિટ સુધી બરાબર સેકી લેશું અને ત્યાર ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે સેકી લેશું એક બાજુ શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવી લેશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને અને 4-5 મિનિટ સેકી લેશું . 5 મિનિટ બાદ ઢાંકણ ખોલી ને જોઈ લેશું તો બધા મરચાં બરાબર ચડી ગયા છે ગેસ બંધ કરી લેશું .

તો તૈયાર છે આપડું મસ્ત ભરેલા શિમલા મરચાં નું શાક જેને ગરમ ગરમ રોટલી , દાળ – ભાત સાથે સર્વ કરીશું.

નીચે પણ આવીજ સ્વાદિષ્ટ રેસીપી છે તે પણ જુઓ

Advertisement