આ રીતે બનાવો પંજાબી છોલે સાથે સોફ્ટ ભટુરા રેસીપી

Bhature recipe in Gujarati - Bhature recipe - ભટુરા રેસીપી
Image - Youtube - Chef Ajay Chopra
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ભટુરા જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ અને નીચે એક લીંક આપી છે એમાં છોલે બનવાની લીંક પણ છે. તો ચાલો અત્યારે શીખીએ ભટુરા રેસીપી, Bhature recipe in Gujarati.

ભટુરા બનાવવાની નીચે મુજબની સામગ્રી જોઈશે   

  • ૨ થી ૩ કપ મેદાનો લોટ
  • પા કપ સોજી
  • ૧ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પા ચમચી બેકિંગ પાવડર/ સોડા
  • પા કપ દહીં
  • ૧-૨ ચમચી તેલ મોણ માટે
  • તળવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

ભટુરા રેસીપી – Bhature recipe in Gujarati

ભટુરા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ સોજી ,ખાંડ , મીઠું ને બેકિંગ પાવડર/સોડા નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે તેમાં એક બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મસડો લોટ બરાબર મરડાઈ જાય એટલે તેને ઢાંકીને ઓછા એકથી બે કલાક એક્સાઇડ મૂકી દો.

 હવે સાઈડ પર મુકેલા લોટને ફરીથી મસળી સમાન સાઈઝ ના લુવા બનાવી લ્યો ને તેને તેલ લગાડી લુવા  ને ફરી ૪-૫ મિનિટ એક્સાઇડ રાખી દો.

Advertisement

ત્યાર પછી લુવાને વેલણ વડે લંબગોળ કે ગોળાકાર વની લઈ ગેસ પર તેલ ગરમ કરી મીડીયમ તાપ માં તેલ માં બને બાજુ ગોલ્ડન તરી  લેવા જેને ગરમાં ગરમ છોલે સાથે પીરસો તો તૈયાર છે ભટુરા( Bhature recipe ) .

રેસીપી વિડીયો

કેવી લાગી તમને ભટુરા રેસીપી અમને જરૂર થી જણાવશો.

ભટુરા બનાવવાની રેસેપી જોયા પછી નીચે એક વાર અચૂક જોવો અમૃતસરી છોલે તે બંને નું કોમ્બીનેશન દરેક ના મોઢામાં પાણી લાવી દેશે.

અમૃતસરી છોલે રેસીપી – Amritsari Choley recipe in Gujarati

ઘરે બનાવો થાલીપીઠ(Thalipeeth)

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement