નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આવેલ રીક્વેસ્ટ ભેળ બનાવવાની રીત બતાવો તો આજ આપણે સુકી ભેળ બનાવવાની રીત – bhel banavani rit gujarati ma શીખીશું. આ ભેલ બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને સાંજ ન નાસ્તા માટે ખૂબ સારી વાનગી છે તો ચાલો જાણીએ સુકી ભેલ બનાવવાની રીત – suki bhel recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સુકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી | suki bhel recipe ingredients
- મમરા 1 કપ
- ઝીણી સેવ ½ કપ
- મસાલા ચણા દાળ ½ કપ
- શેકેલ સીંગદાણા / મસાલા સીંગદાણા ½ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ઝીણા સુધારેલ ટમેટા ¼ કપ
- લીલા મરચા ઝીણા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- આમ પાપડ ¼ કપ (ઓપ્શનલ છે)
- શેકેલ સૂરજ મુખી બીજ ¼ કપ (ઓપ્શનલ છે)
- દાડમ દાણા ¼ કપ
- કાચી કેરી ના કટકા 2-3 ચમચી (ઓપ્શનલ છે)
- સ્વાદ મુજબ મીઠું
- રાઈ નું તેલ 1 ચમચી
bhel banavani rit gujarati ma | suki bhel recipe in gujarati
સુકી ભેલ બનાવવા સૌપ્રથમ મમરા ને ગેસ પ્ર કડાઈમાં શેકી ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી નાખવા હવે એક મોટા વાસણમાં મમરા લ્યો એમાં ઝીણી સેવ, મસાલા ચણા દાળ, શેકેલ સીંગદાણા / મસાલા સીંગદાણા નાખો
ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલ ટમેટા, લીલા મરચા ઝીણા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ, આમ પાપડ (ઓપ્શનલ છે), શેકેલ સૂરજ મુખી બીજ (ઓપ્શનલ છે), દાડમ દાણા, કાચી કેરી ના કટકા (ઓપ્શનલ છે)સ્વાદ મુજબ મીઠું, રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
તૈયાર થયેલ સૂકી ભેલ ને તરત જ સર્વ કરવી ઉપર થોડા લીલા ધાણા અને ઝીણી સેવ થી ગાર્નિશ કરીને સર્વ કરો સૂકી ભેલ
suki bhel recipe in gujarati notes
- ભેલ બનાવતી વખતે ભીની સામગ્રી હમેશા છેલ્લે નાખી જેથી ભેલ ની ક્રિસ્પીનેશ જળવાઈ રહે ને ભેલ બનાવી ને તરત ખાઈ લેવી નહિતર નરમ થઈ જશે તો ખાવાની મજા નહિ આવે
- અહી તમે લીલી, લાલ ને આંબલી ની ચટણી નો ઉપયોગ પણ કરી શકો છો
- તમે અહી તમારી પસંદ ના ફરસાણ નાખી ને ભેલ તૈયાર કરી શકો છો સાથે પાપડી કે પછી પુરી નો ભૂકો કરી ને પણ નાખી શકો છો
સુકી ભેળ બનાવવાની રીત | સુકી ભેલ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy vara sabudana banavani rit
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit | chinese samosa recipe in gujarati
પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit
ફરાળી કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh banavani rit
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati
લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit
મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma
કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે