બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

બિહારી દાલ પૂરી બનાવવાની રીત - Bihari dal puri banavani rit - Bihari dal puri recipe in gujarati
Image credit – Youtube/Shivani's kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બિહારી દાલ પૂરી બનાવવાની રીત – Bihari dal puri recipe in gujarati શીખીશું, do subscribe Shivani’s kitchen YouTube channel on YouTube If you like the recipe , સવારના નાસ્તા માં અથવા રાત્રિ ના ભોજન માં બનાવી ને ખાઈ શકો છો જે તમે ખીર, શાક, ચટણી કે અથાણાં સાથે મજા લઇ શકો છો, ને એક વખત બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો જાણીએ Bihari dal puri banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પુરી માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

પુરી માં સ્ટફિંગ માટેની સામગ્રી

  • પલાળેલી ચણા દાળ ½ કપ
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri recipe in gujarati

સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ પૂરી નું સ્ટફિંગ બનાવતા શીખીશું

ઘઉંનો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો

Advertisement

પૂરી નું સ્ટફિંગ બનાવવાની રીત

ચણા દાળ ને બરોબર ધોઇ લ્યો ને બે ત્રણ કલાક પલાળી મૂકો દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પની નિતારી ફરીથી એક બે વખત ધોઇ ને એક બાજુ મૂકો હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ લસણની પેસ્ટ અને મરી પાઉડર નાખી એમાં મસાલા પલાળી શકાય એટલું પાણી નાખો ને મિક્સ કરી એક બાજુ નીતરવા મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ને ધીમો કરી નાખી એમાં પલાળેલા મસાલા નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં નિતરેલ ચણા દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો

હવે એને ઢાંકી ને દાળ ને બાફી લ્યો દાળ ને વીસ થી પચીસ મિનિટ  ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો પચીસ મિનિટ પછી દાળ ને ચેક કરો દાળ આંગળી થી મેસ થઈ જાય અને પાણી બરી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઠંડા થવા દયો દાળ ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખી દરદરી પીસી ને એજ વાસણમાં કઢી લ્યો ને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો

બિહારી દાલ પુરી બનાવવાની રીત

હવે બંધલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે પુરી બનાવવા એક લુવો માંથી વાટકા જેવો આકાર આપી દયો એમાં તૈયાર કરેલ દોઢ થી બે  ચમચી સ્ટફિંગ નાખી પેક કરી લ્યો આમ એક એક લુવા ને વાટકા જેવો આકાર આપી ને સ્ટફિંગ ભરી બરોબર પેક કરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય ત્યાં સુધી એક લુવો લઈ વેલણ વડે હલકા હાથે કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી વણી લ્યો ને નવશેકા તેલ માં નાખી દયો આમ એક એક પુરી ને હલકા હાથે વણી ને તરવા માં નાખો ને પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો દાલ પુરી.

Bihari dal puri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shivani’s kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake banavani rit

મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત | Maisur dal pulav banavani rit

આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit

પ્રોસેસ ચીઝ બનાવવાની રીત | processed cheese banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement