બીલી નું ફળ બીલા ના ફાયદા અને બિલા ના ઘરેલું ઉપચાર | Bili fal na fayda

બીલા ના ફાયદા - બીલીનો ઉપયોગ - બિલા નું શરબત બનાવવાની રીત - બીલી નું શરબત બનાવવાની રીત - bili fal na fayda - aegle marmelos benefits in Gujarati
Advertisement

વાંચો આજ ના લેખ માં બીલી નું ફળ બીલા ના ફાયદા અને બીલીનો ઉપયોગ ઘરેલું ઉપચાર મા, બીલા ના ફાયદા અને બિલા ના નુકસાન તેમજ બીલી નું સેવન કરવાની રીત, બીલી નું શરબત બનાવવાની રીત, બેલગીરી ચૂર્ણ બનાવવાની રીત,bili fal na fayda, aegle marmelos benefits in Gujarati વગેરે વિષે વિસ્તૃત ચર્ચા કરીશું.

બીલા ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા બીલીનો ઉપયોગ

ભારત માં બીલીપત્ર નો વિશેષ મહત્વ છે. ભારત એ આધ્યાત્મ થી જોડાયેલો દેશ છે અને દેવી દેવતાઓ ને પૂજવા અને માનવા વાળો દેશ છે.ભગવાન શંકર ને માનવાવાળો દેશ છે.

એવું માનવામાં આવે છે કે બીલી ના જે ત્રણ પાંદ છે એ ભગવાન શંકર ની ત્રણ આંખો છે. બીલીના ઝાડ ને દેવતાઓ ની જેમ પૂજવામાં આવે છે. બીલી નું ફળ પણ તેના પાંદ ની જેમ તેટલું જ ગુણકારી છે.

Advertisement

બીલી ના ઝાડ ને આપણા ભારતીય ગ્રંથોમાં દિવ્ય વૃક્ષ કહેવામાં આવ્યું છે. તેમાં લાગેલા જુના પીળા ફળ એક વર્ષ પછી પાછા લીલા થઇ જાય છે.

તેના પાંદડા ને તોડી ઈ રાખશું તો ૬ મહિના સુધી એવા ને એવા જ રહે છે. તેનો છાયડો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો મનાય છે.

બીલીપત્ર, તેના ફળ તેના થડ, તેના ફૂલ બધાનું વિશેષ મહત્વ છે અને તે દરેક ના અલગ અલગ ઔષધીય ગુણો છે.

બીલા ના ફાયદા તે ડાયેરિયા ના ઈલાજ માટે ઉત્તમ છે

ડાયેરીયા અને પેચીશ ના ઇલાઝ માટે બીલી ના ફળનું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

હમેશા પેટ ને લગતી સમસ્યા ત્યારે જ ઉત્પન થાય છે જયારે આપનું પાચનતંત્ર બરાબર કામ ના કરતુ હોય. અને પાચનતંત્ર ને મજબૂત બનવાનું કામ બીલીનું ફળ કરે છે.

અડધી ચમચી “બેલગીરી ચૂર્ણ” ને પાણી સાથે મિલાવીને દિવસ માં બે વાર પીવાથી ડાયેરિયા માં ૨-૩ દિવસ માં જ ફાયદો થઇ જાય છે.

બીલા ના ફાયદા તે લોહી ને શુધ્ધ કરે છે

બીલીના ફળ માં એવા અનેક તત્વો રહેલા છે જે લોહીને શુધ્ધ કરે છે. લોહીમાં કોઈપણ પ્રકાર નો વિકાર થયો હોય તો તે પણ તેનું જ્યુસ પીવાથી મટી જાય છે

તાજા બીલી ના ફળ માંથી તેના પલ્પ ને કાઢી લો. અને આખી રાત પાણીમાં પલાળી ને રાખો. સવારે તેને મેશ કરીને ખાઈ લો અથવા પાણી સાથે પી જાઓ,bili fal na fayda.

બીલીનો ઉપયોગ ગરમીની લૂ થી બચાવા

બીલા ના ફાયદા જો ઉનાળામાં ગરમી લગી જવી અને લૂ લાગી જવી સામાન્ય બાબત થઇ જાય છે. લૂ થી બચવા માટે બીલી નો શરબત ખુબ જ કામ આવે છે.

તેના સેવન થી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

બે ચમચી બીલીના ફળ ના પલ્પ ને અડધા ગ્લાસ પાણીમાં મિલાવીને હાથેથી મેશ કરીને તેનો જ્યુસ બનાવી લો. આં જ્યુસ ને દિવસમાં એક વાર પીવાથી લૂ માં ખુબ જ ફાયદો થાય છે.

બીલા ના ફાયદા કીડની માટે

અડધી ચમચી બીલીના પાંદડા ના ચૂર્ણ ને પાણી સાથે મિલાવીને સેવન કરવાથી કીડની ની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. બીલી ના પાંદડા માં ડાયુંરેટીક ગુણ હોય છે, જે મુત્ર ઉત્પાદ વધારે છે.

બીલી નું ફળ લીવર માટે ફાયદેમંદ છે

તાજા બીલીના ફળ ને આખી રાત પાણીમાં પલાળીને રાખી ને સવારે તેને મેશ કરીને ખાવાથી લીવર સ્વસ્થ રહે છે.

લીવર ને લગતી લગભગ બધી સમસ્યાઔ માં બીલી નું ફળ ઉત્તમ છે.

બીલી ના ફળ માં એન્ટી ફંગલ, એન્ટી બેકટેરીયલ, ગુણો હોય છે. સાથે સાથે તેમાં બીટા કેરોટીન નામનું તત્વ પણ મળી રહે છે. જે લીવર ને કોઈપણ પ્રકાર ના સંક્રમણ થી બચાવે છે.

બીલી નું ફળ સ્કર્વી રોગ મા ફાયદાકારક છે

શરીર માં વિટામીન C ની ઉણપ ને લીધે સ્કર્વી રોગ થાય છે. આ રોગ માં પેઢામાંથી લોહી નીકળવા લાગે છે અને શરીર પર ચકામાં થઇ જાય છે.

બીલી ના ફળ માં વિટામીન સી હોય છે જે આ બધી ઉણપ ને દૂર કરે છે અને ઈમ્યુંનીટી પણ વધારે છે.

અડધી અથવા એક ચમચી “બેલગીરી ચૂર્ણ” ને પાણી સાથે મિલાવીને પીવાથી ફાયદો થાય છે.

બીલીનો ઉપયોગ કાન ના રોગોમા

બીલ્વાદી તેલ એક આયુર્વેદિક તેલ છે. આ તેલ કાન ના દર્દ માં આરામ આપે છે. કાન ના દર્દ માં આ તેલ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

બેલગીરી ચૂર્ણ બનાવવાની રીત | બીલીપત્ર ના ફળ નું ચૂર્ણ બનાવવાની રીત

પાકેલા બીલીના ફળને તોડીને તેના પલ્પને કાઢી ને તેને ૮ થી ૧૦ દિવસ સુધી લગાતાર તડકે સુકવી લો, આ સાથે સાથે આદું ને પણ સુકવી લો.

આ બંને એક્દમ સુકાઈ જાય પછી મિક્ષચર માં તેના નાના નાના ટુકડા કરીને પીસી લો.

પીસતી વખતે તેમાં ૫૦ ગ્રામ ખાંડ અને થોડીક એલચી નાખો અને એકદમ બારીક ભુક્કો બનાવી લેવો તૈયાર છે તમારૂ “બેલગીરી ચૂર્ણ”.

બિલા નું શરબત બનાવવાની રીત | બીલી નું શરબત બનાવવાની રીત

બિલા નું શરબત બનાવવા તાજા પાકેલા અને પીળા થયેલા ફળ ને ઉતારી ને તેનો પલ્પ કાઢી લ્યો.

ત્યારબાદ આવશ્યકતા અનુસાર તેમાં પાણી નાખવું. ૧-૨ કલાક સુધી તેના પલ્પ ને પાણી માં જ પલાળી રાખવું અને સાથે સાથે તેમાં સ્વાદાનુસાર ખડી સાકર પણ ઉમેરી દો.

૧-૨ કલાક પલળ્યા પછી પલ્પ એકદમ પોચો થઇ જાય છે ત્યાર બાદ તેને હાથેથી મસળીને એકરસ બનાવી લો અને તેના રેસા અને બીજ ને કાઢી લો.

રેસા અને બીજ કાઢ્યા પછી જો ઈચ્છો તો મિક્ષ્ચર માં પણ પીસી શકો છો. પિસ્યા અને મસળ્યા પછી તેને ગરણી ની મદદ થી ગાળી લો.

ગાળી લીધા પછી તેમાં અડધું લીંબુ અને ચાટ મસાલો નાખીને સર્વ કરો તૈયાર છે  “બિલા નું શરબત” અથવા “બીલી નું શરબત”.

બીલી ફળ ના નુકશાન | બિલા ના નુકશાન

આમ તો બીલીના ફળ ના સેવન થી કોઈપણ પ્રકાર નું નુકસાન થતું નથી પરંતુ જો બીમારીની જાણકારી નાં હોવી અને વધારે સેવન થઈજાય તો નુકસાન ભોગવવું પડે છે.

જો તમને પેટ સાફ નથી આવતું અને મદ કથાન આવે છે તો તમારે બીલીના ફળ નું સેવન કરવું જોઈએ નહિ, કારણકે બીલી નું જ્યુસ મદ ને વધારે કઠણ બનાવે છે.

ડાયાબીટીશના દર્દીઓએ બીલી ફળ નું કે તેના જ્યુસ નું સેવન કરવું નહિ, કારણ કે તે ફળ પોતે જ ખુબ મીઠું હોય છે એટલેકે તેમાં કુદરતી રીતે જ શુગર ની માત્રા હોય છે. ને જો બજાર માંથી શરબત લ્યો છો તો તેમાં તે જ્યુસ ને મીઠું બનાવવા માટે ખાંડ નાખવામાં આવતી હોય છે.

એવું માનવામાં આવે છે કે બીલી નું ફળ થાઈરોઈડ હોર્મોન્સ અને થાઇરોઇદ ની દવાઓ પર અસર કરતુ હોય છે એટલે થાઇરોઇદ ના દર્દીઓએ પણ બીલી ના ફળ નું સેવન કરવું નહિ.

બીલીપત્ર ના ફળ ને સંબંધિત કેટલાક મુજવતા કેટલાક પ્રશ્નો

બીલી ને અંગ્રેજી મા શું કહેવાય છે? | બીલી in English

બીલી ને અંગ્રેજી મા ઇગલ માર્મેલોસ ( Aegle marmelos ) અથવા Indian bael તરીકે પણ ઓળખવામાં આવે છે

બીલી ના ફળ નું સેવન ક્યારે કરવું જોઈએ નહિ?

જો તમારું મળ કઠણ આવે છે અને કબજિયાત ની સમસ્યા વધારે છે તો બીલીના ફળ નું સેવન કરવું જોઈએ નહિ, કારણ કે બીલી નું ફળ મળ ને કઠણ બનાવે છે.

બીલી નું જ્યુસ ક્યારે પીવું જોઈએ?

ભોજન કરતી વખતે, સવારના નાસ્તા વખતે જ્યુસ નું સેવન કરી શકાય છે, બપોર ના સમયે અને બહાર તડકા માં જતા પહેલા જ્યુસ પી ને નીકળવું જેથી લૂ થી રક્ષણ મળી રહે છે.

બેલગીરી ચૂર્ણ કેવી રીતે બનાવવું?

આદું અને પાકેલા બીલીના ફળને તોડીને તેના પલ્પને કાઢી ને તેને ૮ થી ૧૦ દિવસ સુધી લગાતાર તડકે સુકવી લો, એક્દમ સુકાઈ જાય પછી મિક્ષચર માં તેના નાના નાના ટુકડા કરીને પીસી લો, પીસતી વખતે તેમાં ૫૦ ગ્રામ ખાંડ અને થોડીક એલચી નાખો અને એકદમ બારીક ભુક્કો બનાવી લેવો તૈયાર છે તમારૂ “બેલગીરી ચૂર્ણ”.

Bili fal na fayda | aegle marmelos benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી બીલા ના ફાયદા અને બીલીનો ઉપયોગ ઘરેલું ઉપચાર મા,બિલા નું શરબત બનાવવાની રીત, બેલગીરી ચૂર્ણ બનાવવાની રીત,bili fal na fayda, aegle marmelos benefits in Gujarati

આ માહિતી આશા છે તમને પસંદ અવી હશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

બીલીપત્ર ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ | Biliptra na fayda

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે અને વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત | Dungri na ras na Fayda

સફરજન ખાવાના ફાયદા | સફરજન વિશે માહિતી | સફરજન ના ઘરેલું ઉપચાર | safarjan na fayda

એલચી ના ફાયદા | એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | Elchi na fayda

છાશ પીવાના ફાયદા | ઘરેલું ઉપચાર મા છાશ નો ઉપયોગ | Chhas na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement