નમસ્તે મિત્રો આજે આપણે બ્રેડ નો નાસ્તો બનાવવાની રીત – Bread no nasto banavani rit શીખીશું. જ્યારે કઈક અલગ, ટેસ્ટી અને હેલ્ધી ખાવા નું મન થાય ત્યારે આ બ્રેડ નો નાસ્તો બનાવો, do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , અને ઘરના બધા જ ખુશ એક વાર લીધા બાદ બીજી વાર પણ માંગશે. તો આવો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ બ્રેડ નો નાસ્તો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બ્રેડ નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ ½ કપ
- સોજી 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 નાની
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 1
- બટાકા ની છીણ 1
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી પાઉડર ⅛ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ / 1 કપ
- બ્રેડ ની સ્લાઈસ
- ઘી / તેલ જરૂર મુજબ
બ્રેડ નો નાસ્તો બનાવવાની રીત
બ્રેડ નો નાસ્તો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને ઘઉંનો લોટ (અહી તમે ઘઉંના લોટ ની જગ્યાએ બેસન વાપરી શકો છો ), સોજી, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ ની પેસ્ટ, ઝીણા સમારેલા ટામેટા, બટાકા ની છીણ, લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ગરમ મસાલો, હળદર,મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જાઓ એક કપ પાણી નાખી ચેક કરી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી અડધી ચમચી લગાવી બ્રેડ ની સ્લાઈસ( અહી તમે ઘઉંની બ્રેડ વાપરી શકો છો ) લઈ બ્રેડ ને તૈયાર કરેલ મિશ્રણ બને બાજુ બોળી ને તવી પર મૂકો ને એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો.
ત્યાર બાદ ઉથલાવી ને તવીથા દબાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો અને બીજી બ્રેડ ની સ્લાઈસ ને મિશ્રણ માં બોળી ધીમા તાપે શેકી લ્યો ને તૈયાર કરી લ્યો ને ગરમ કે ઠંડુ મજા લ્યો બ્રેડ નો નાસ્તો.
Bread no nasto banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત | Sargva na pand no pulao banavani rit
સિડડું બનાવવાની રીત | Siddu banavani rit | Siddu recipe in gujarati
સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit
શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati
ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે