બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread Pakoda recipe in Gujarati

Healthy Bread Pakoda Recipe - Bread Pakoda recipe in Gujarati - બ્રેડ પકોડા
Image - Youtube - Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું ખુબજ ઓછા તેલ માં Yummy બ્રેડ પકોડા તો ચાલો જોઈએ, Bread Pakoda recipe in Gujarati.

Bread Pakoda recipe in Gujarati.

બ્રેડ પકોડા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • બ્રેડ ની સ્લાઇઝ
  • ૨ કપ બેસન
  • ૧ ચમચી અજમો
  • ૩-૪ બાફેલા બટાકા
  • ૧ ચમચી આદુ ની પેસ્ટ
  • ૧ ચમચી જીરૂ
  • ૧-૨ લીલા મરચા સુધારેલા
  • ૨-૩ ચમચી લીલા ધાણા સુધારેલા
  • ૨-૩ ચમચી લાલ મરચા નો ભૂકો
  • પા ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • અડધો કપ આમચૂર પાવડર
  • ૧ ચમચ સંચળ
  • ૧ ચમચી લાલ મરચાં નો ભૂકો
  • ૩-૪ ચમચી ખાંડ
  • ૧ ચમચી શેકેલા જીરું નો પાવડર
  • પાણી જરૂર મુજબ

Bread Pakoda recipe

બ્રેડ પકોડા બનાવવા સૌપ્રથમ એક વાસણ માં બાફેલા બટાકા લઈ તેમાં જીરું, આદુ ની પેસ્ટ,લાલ મરચા નો ભૂકો મીઠું સ્વાદાનુસાર સુધારેલા લીલા મરચા ને લીલા ધાણા નાખી મિશ્રણ ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકી રાખો

હવે બીજા એક વાસણ માં ૨ કપ બેસન લ્યો તેમાં મીઠું સ્વાદાનુસાર, લાલ મરચાનો ભૂકો, હળદર ને અજમો ને લીલા ધાણા નાખી બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી તેમાં ગાંઠા ના પડેત્યાર બાદ બ્રેડ સ્લાઈઝ પર બટાકા વાળુ મિશ્રણ લગાડી નાખી બ્રેડ ની એક સ્લાઈઝ પર બીજી સ્લાઈઝ મૂકી બરોબર દબાવી તેને વચ્ચે થી કાપી ત્રિકોણ આકાર માં કાપી  ને તૈયાર કરી બાજુ મૂકો

Advertisement

હવે એક નોનસ્ટિક તવી ગરમ મૂકો તવી ગરમ થાય એટલે તેમાં થોડું તેલ નાખી તેના પર તૈયાર કરેલ બ્રેડ ના કટકા ને બેસન ના મિશ્રણ માં બરોબર બોળી ને ધીમા તાપે પહેલા બને  બાજુ સેકી લ્યો ને ત્યાર પછી ચીપિયા થી પકડી ચારે બાજુ સેકી તૈયાર કરી લ્યો

પકોડા સાથે પીરસવા એક ચટણી  માટે અડધો કપ આમચૂર પાવડર, સંચળ,ખાંડ લાલ મરચા નો ભૂકો શેકેલા જીરું નો ભૂકો ને પાણી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ ગરમ કરી તેમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પકોડા સાથે પીરસો.

રેસીપી વિડીયો 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બહાર જેવીજ સ્વાદિષ્ટ અને હેલ્ધી schezwan cheese chilli sandwich

ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement