બ્રોકલી ના 15 ફાયદા અને વધુ સેવન થી થતા નુકશાન | Broccoli na fayda Gujarati

broccoli health benefits in Gujarati - બ્રોકલી ના ફાયદા - Broccoli na fayda in Gujarati
Advertisement

આજ ના આ આર્ટીકલ ની અંદર અમે તમને બ્રોકલી ના ફાયદા, Broccoli na fayda in Gujarati, Broccoli health benefits in Gujarati, વિશે વિસ્તૃત મા માહિતી મેળવીશું.

Broccoli na fayda in Gujarati

બ્રોકલી એક સ્વાદિષ્ટ શાકભાજી છે. જે બ્રેસીક્કા પરિવાર થી છે. જેમ પાનકોબી અને ફુલાવર છે તેમ જ ફુલાવર જેવી જ હોય છે બ્રોકલી. ફક્ત તેનો કલર લીલો હોય છે.

આજકાલ બ્રોકલી નો ઉપયોગ બહુ જ વધી ગયો છે. તેથી જ હવે તે બધી જ સીઝન માં મળી રહે છે. આજ કાલ બ્રોકલી નો સૂપ,સલાડ, તેને તળી ને પણ ખાવામાં આવે છે.

Advertisement

પંજાબી સબ્જી માં તેનો બહુ જ ઉપયોગ થાય છે. બ્રોકલી માં વિટામીન-એ, અને સી, ફોલિક એસીડ, ફાઈબર, કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર માત્રા માં મળી રહે છે.

Broccoli health benefits in Gujarati

આ તો થઇ ખાવાથી લઇ ને તેના પોષક તત્વો વિશેની વાત પણ શું તમે જાણો છો કે બ્રોકલી અનેક રોગો ને મટાડે છે, શરીર ને સ્વસ્થ રાખે છે, ત્વચા ને જવાન બનાવે છે.

આવા અનેક ફાયદાઓ વિશે આજે અમે તમને આજ ના આ લેખ માં જણાવીશું.

બ્રોકલી ના ફાયદા હાઈ બ્લડપ્રેશર માં અસરકારક.

બ્રોકલી માં કાર્બનિક સલ્ફર નામનું તત્વ હોય છે જે તમારા શરીર ને ખુબ જ અસર કરે છે. અને હાઈ બ્લડપ્રેશર ને ઘટાડવામાં મદદ કરે છે.

તમે ફણગાવેલા કઠોળ સાથે બ્રોકલી નું સલાડ બનાવી ને ખાઈ શકો છો. તે હાઈ બ્લડપ્રેશર માં બહુ જ કારગર સાબિત થાય છે.

બ્રોકલી હૃદય ને સ્વસ્થ રાખે છે.

બ્રોકલી માં અમુક એવા તત્વો હોય છે જે કુદરતી રીતે હૃદય ની રક્ષા કરે છે.

પોટેશિયમ, વિટામીન-સી, અને એન્ટી-ઓક્સીડેન્ટ થી ભરપૂર બ્રોકલી હૃદય ની નસો માં લોહી જમવા દેતી નથી અને શરીર માં ઓક્સીજન ની માત્રા ને જાળવી રાખે છે.

તેથી જ તમારા રોજીંદા આહાર માં બ્રોકલી ખાવાનું ચાલુ કરી દો.

Broccoli na fayda in Gujarati – વજન ઘટાડવામાં મદદ કરે છે.

બ્રોકલી માં ચરબી અને કેલીરી નું પ્રમાણ બહુ જ નહીવત હોય છે. જેના સેવન થી તમને જલ્દી થી ભૂખ લાગતી નથી. માટે જ વજન ઓછું કરવામાં બહુ જ ફાયદાકારક છે 

સાથે સાથે બ્રોકલી માં ફાઈબર અને પાણી નું પ્રમાણ ખુબ જ હોય છે, ઘણા બધા ખનીજ તત્વોં અને પોટેશિયમ ની માત્રા પણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

તમે ઇચ્છો તો દરરોજ સવારે બાફેલી બ્રોકલી નાસ્તા માં ખાઈ શકો છો.

બ્રોકલી ત્વચા ને જવાન અને ચમકીલી બનાવે છે.

Broccoli – બ્રોકલી માં રહેલું વિટામીન-સી શરીર માં રહેલા મુક્ત કણો ને ઓછા કરે છે જે કણો ત્વચા માં કરચલીઓ પાડી દે છે. સાથે સાથે વધતી ઉમર ને રોકવું પણ કામ કરે છે.

બ્રોકલી ખાવાથી સૂર્ય ની અલ્ટ્રા વાયોલેટ કિરણો થી રક્ષણ મળે છે. મતલબ કે સનસ્ક્રીન લોશન નું કામ કરે છે.

આંખો માટે ફાયદેમંદ છે

જેમ આપણે જાણીએ જ છીએ કે લીલા ધાણાખાવાથી આંખો માટે ખુબ જ સારા માનવામાં આવે છે. તેવી જ રીતે બ્રોકલી ખાવી પણ આંખો માટે સારી છે.

બ્રોકલી માં રહેલા કૈરોટીનોઈડ અને લ્યુંટીન નામના તત્વો તમારી આંખો ને સ્વસ્થ રાખે છે.

વિટામીન-એ થી પણ ભરપૂર છે બ્રોકલી. જે આંખો ની રેટીનાને બનાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બ્રોકલી ના ફાયદા તે હાડકા ને મજબૂત બનાવે છે.

આગળ જણાવ્યું તેમ બ્રોકલી માં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. જે હાડકા ને મજબૂત બનવા માં મદદ કરે છે અને સંધિવા, ગઠીયા વા માં પણ ફાયદાકારક સાબિત થાય છે.

તેમાં રહેલું વિટામીન-કે ફ્રેકચર થયું હોય તો તેમાં જલ્દી થી રાહત અપાવે છે માટે જ કેલ્શિયમ ની ઉણપ વાળી વ્યક્તિઓએ બીજી કોઈ દવાઈ ના ખાતા બ્રોકલી ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ.

Brocoli na fayda તે વાળ ને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.

વિટામીન-સી,એ અને બિ-6 થી ભરપૂર છે બ્રોકલી. આ બધા વિટામીન આપણા વાળ ને મજબૂત અને સ્વસ્થ બનવાનું કામ કરે છે. વાળ ને શુષ્ક અને બેજાન થવાથી રોકે છે.

તેમાં રહેલું કેલ્શિયમ વાળ ને ખરતા અટકાવે છે, પાતળા થવા દેતું નથી. માટે અઠવાડિયા માં ત્રણ થી ચાર વાર કાચી બ્રોકલી નું સલાડ ના રૂપ માં સેવન કરવું જોઈએ.

યાદશક્તિ વધારે છે.

અલ્ઝાઈમર એટલે ભૂલવાની બીમારી. જો તમને અલ્ઝાઈમર ની બીમારી છે તો બ્રોકલી નું સેવન દરરોજ કરો. આ સેવન તમારી યાદશક્તિ ને વધારવામાં ખુબ જ મદદ કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન કરો બ્રોકલી નું સેવન

આપણે બધા જાણીએ જ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન શરીર ને જરૂરી પોષણ મળવું જોઈએ.તેથી જ ગર્ભાવસ્થા દરમિયાન બ્રોકલી નું સેવન કરવું ખુબજ ફાયદેમંદ સાબિત થાય છે. કારણકે બ્રોકલી માં વિટામિન્સ અને સલ્ફોરાફેન અને પ્રોટીન હોય છે જે બાળક ના વિકાસ માં ખુબ જ ફાયદો કરે છે.

બ્રોકલી ડાયાબીટીસ ના દર્દી માટે ફાયદાકારક છે

બ્રોકલી ડાયાબીટીસ ને કંટ્રોલ માં રાખવાનું કામ કરે છે. કારણકે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે.

આ શરીર માં રહેલા બ્લડ ગ્લુકોઝ અને ઓક્સીડેટીવ સ્ટ્રેસ ને ઓછુ કરવામાં મદદ કરે છે. જે બ્રોકલી માં રહેલા ફાઈબર ને લીધે સંભવ થાય છે.

મેટાબોલીઝમ ને સુધારે છે

જો આપણે સમયસર ખોરાક નથી લેતા તો તેની અસર આપણી ચયાપચય ની પ્રક્રિયા પર થાય છે.

બ્રોકલી માં વિટામીન-સી અને કેલ્શિયમ હોય છે જે બન્ને ભેગા થઇ ને પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે. તેમાં રહેલું ફાઈબર પેટની બળતરા ને પણ દૂર કરે છે.

કોઈ પણ પ્રકાર ની એલર્જી દૂર કરે છે બ્રોકલી

એલર્જી થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમનું એક કારણ છે શરીર માં પ્રોટીન ની ઉણપ. બ્રોકલી માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે. તેના સેવન થી આપણા શરીર ને જરૂરી પ્રોટીન મળી રહે છે.

Broccoli na fayda in Gujarati તે એન્ટી એન્જીંગ નું કામ કરે છે

વધતી ઉમર સાથે મોઢા પર કરચલીઓ પડવા લાગે છે. આ કરચલીઓ ને ઝડપ થી વધતી રોકવા માટે બ્રોક્લી નું સેવન કરવું ફાયદાકારક સાબિત થયું છે.

સલ્ફોરાફેન નામનું તત્વ એન્જીંગ ના પ્રભાવ ને ઓછુ કરે છે અને ત્વચા ને જવાન રાખવામાં મદદ કરે છે.

શરીર ને ડીટોકસીફાઈ કરે છે

બ્રોકલી માં રહેલુ ગ્લુંકોરાફેનીન શરીર માં રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢી ને પેટ ને શુધ્ધ કરે છે અને આ અશુદ્ધિનું કારણ છે આજકાલ ની ખાવાની જીવનશૈલી માં ફેરફાર

આશા છે તમને અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી બ્રોકલી ના ફાયદા, Broccoli health benefits in Gujarati પસંદ આવી હશે

કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો – બ્રોકલી ના નુકશાન

આમ તો બ્રોકલી ખાવી શરીર માટે કોઈ પણ રીતે નુકસાન કારક નથી જ પણ જો સાચી માહિતી ના અભાવે તમે ખાશો તો અવશ્ય નુકસાન કરશે.

વધારે પડતી બ્રોકલી ખાવી જોઈએ નહિ, તેનાથી પેટ માં ગેસ ની સમસ્યા થઇ શકે છે.

જે વ્યક્તિઓ લોહી ને પાતળું કરવાની દવાઈ લેતા હોય તેઓએ ડોક્ટર ની સલાહ લઇ ને બ્રોકલી નું સેવન કરવું જોઈએ.

થાઇરોડ ના દર્દીઓએ પણ પ્રમાણસર ખાવી જોઈએ.ગર્ભવતી અને સ્તનપણ કરાવતી મહિલાઓ એ પણ તેમના ડોક્ટર ની સલાહ લઇ ને જ સેવન કરવું જોઈએ.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો

બ્રાઉન રાઈસ કે વાઈટ રાઈસ ક્યાં ભાત ખાવા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે?

પલાળેલા દેશી ચણા ખાવાના ફાયદા

અરડુસી શરદી ઉધરસ જેવી 8 સમસ્યામા ફાયદાકારક છે અને વધુ અરડુસી ના સેવન થી થતા નુંકસાન

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement