નમસ્તે મિત્રો આજે આપણે ચા નો મસાલો બનાવવાની રીત સાથે ચા બનાવવાની રીત – cha banavani rit – chai banavani rit શીખીશું. ચા તો દરેક ઘરમાં બનતી જ હોય છે પણ આજ ઘરે બજારમાં મળતા ચા મસાલો , cha no masalo banavani recipe , cha no masalo banavani rit how to make cha no masalo, ને બજાર જેવી મસાલા ચા ઘરે બનાવવાની રીત શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે
ચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી | cha no masalo banava jaruri samgri
- એલચી ½ કપ
- મોટી એલચી 2-3
- મરી 2 ચમચી
- લવિંગ 1 ચમચી
- વરિયાળી 2 ચમચી
- સુંઠ 1 મિડીયમ ટુકડો
- તજ ટુકડા 1-2 નાના
- જાયફળ 1
- બદિયાનું/સ્ટાર ફૂલ 1
- સૂકા તુલસીના પાન/ માંજર 4-5
ચા બનાવવા માટેની સામગ્રી | cha banava jaruri samgri | chay banava jaruri samgri
- દૂધ
- ચા ભૂકી
- ખાંડ
- પાણી
- મસાલો
ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit
ચા મસાલો બનાવવા સૌ પ્રથમ મસાલો બરોબર સાફ કરી લેવા
હવે ગેસ પર ધીમા તાપે જાડા તળિયાવાળી કડાઈ ગરમ મુકો એમાં એલચી, મોટી એલચી, લવિંગ, મરી, વરિયાળી નાખી ચાર પાંચ મિનિટ સુધી હલાવતા રહી ને શેકવા મસાલા શેકાવાની સુગંધ આવે ને મસાલા નો ભેજ નીકળી જાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા
હવે એજ કડાઈમાં તજ, જાયફળ ને બદિયાનું/સ્ટાર ફૂલ ને ત્રણ ચાર મિનિટ શેકી ને ભેજ દૂર કરવો છેલ્લે ગેસ બંધ કરી એમાં તુલસીના પાન કે માંજર નાખી એક બે મિનિટ હલાવી શેકી લેવા ત્યાર બાદ એને પણ ઠંડા કરવા મૂકો
બધા શેકેલા મસાલા ઠંડા થાય ત્યાર બાદ મિક્સર જારમાં લઇ બધાને દર્દરા પીસી લેવા પીસેલા મસાલા ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો તો તૈયાર છે મસાલા ચા નો મસાલો
મસાલા ચા બનાવવાની રીત | masala cha banavani rit
ગેસ પર સૌ પ્રથમ એક તપેલીમાં અડધો કપ પાણી ગરમ મૂકો ત્યાર બાદ એમાં બે ચમચી ચા ભૂકી નાખો ને બે ત્રણ ચમચી ખાંડ નાખી ને ઉકાળો
ચા નું પાણી બરોબર ઉકળે એટલે એમાં બે કપ દૂધ નાખો ને મિડીયમ તાપે હલાવતા રહી ઉકાળો ચા બરોબર ઉકળવા લાગે એટલે એમાં છેલ્લે પા ચમચી તૈયાર કરેલ ચા મસાલો નાંખી બે મિનિટ ચા ઉકાળો (ખાંડ તમારા સ્વાદ મુજબ ઓછી વધુ કરી શકો છો ને ચા મસાલો પણ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો કરી શકો છો)
ચા ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ ચા ને કપમાં ગરણી થી ગારી ને ગરમ ગરમ સર્વ કરો
cha no masalo banavani recipe | chai no masalo banavani rit | how to make cha no masalo
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki recipe in gujarati
ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit
બટાકા વડા બનાવવાની રીત | Batata Vada Recipe in Gujarati | batata vada banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે