નમસ્તે મિત્રો, If you like the recipe do subscribe Mr Singh Kitchen YouTube channel on YouTube ઉનાળો આવી ગયો છે અને ઠંડા પીણાની લહેજત માણવા નો સમય પણ. બજાર માં મળતા તૈયાર ઠંડા પીણા માં સ્વાદ તો હોય છે પણ સેહત માટે એ નુકસાન કરી શકે છે. જ્યારે છાસ એ સેહતમંદ પીણુ છે. તો આજે આપણે સ્વાદ અને સેહત બંને માટે ફાયદા કારક એવી છાસ ને મસાલેદાર સ્વાદિસ્ટ બનાવતા છાશ નો મસાલો બનાવવાની રીત લાવ્યા છીએ. તો ચાલો બનાવીએ છાસ નો મસાલો chhas no masalo recipe , chhas no masalo banavani rit , chaas no masala recipe in gujarati , chas no masalo banavani rit gujarati ma.
છાશ નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | chhas no masalo ingredients
- જીરું -50ગ્રામ
- આખા સૂકા ધાણા – 50 ગ્રામ
- તજ નો ટુકડો – 1ઇંચ
- કાળા મરી -25 નંગ
- અજમો -1 ચમચી
- આમચૂર પાઉડર – 1ચમચો
- સંચર પાઉડર -2 ચમચા
- ફુદીના ની પાઉડર-1 ચમચો
- હિંગ -½ ચમચી
- મીઠું -1 ચમચી
છાશ નો મસાલો બનાવવાની રીત | chaas no masala recipe in gujarati | chas no masalo banavani rit gujarati ma
સૌ પહેલા એક કડાઈમાં ૫૦ ગ્રામ જીરૂં, 50 ગ્રામ આખા સૂકા ધાણા, એક ઈંચ તજનો ટુકડો, 20-25 નંગ કાળા મરી લો. આ બધા ને ગેસ પર ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સતત હલાવતા રહી શેકો . સતત હલાવતા રહેવુ જરૂરી છે નહિતર મસાલા કડાઈ માં ચોંટી જસે અને બળી જસે.
3-4 મિનિટ સેક્યા પછી ગેસ બંધ કરી દો અને તેમાં 1 ચમચી અજમો નાખી કડાઈ માં j હલાવી ને મિકસ કરો. મિક્સ થઈ જાય એટલે સેકેલા મસાલા ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરવા મૂકો. મસાલા ઠંડા થઇ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ તેમાં 1 ચમચો આમચૂર પાઉડર, 2 ચમચા સંચળ પાઉડર, 1ચમચો ફુદીના નો પાઉડર, ½ ચમચી હિંગ, 1 ચમચી મીઠું નાખી બારીક પીસી લો.
હવે પીસેલા મસાલા ને ચાળી ને એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
જ્યારે પણ છાસ પીવી હોય ત્યારે એક ગ્લાસ ઠંડી છાસ માં એક ચમચી છાસ નો મસાલો નાખી ને હલાવી લો અને પીરસો.
chaas no masala recipe notes
- ફુદીના નો પાઉડર બનાવવા માટે લીલા ફુદીના ના પાં ને ધોઈ ને એક કાપડ પર ફેલાવી ને સુકાવા મૂકવા. પાન સુકાઈ જાય તો તેને પીસી લેવા.
- આ મસાલા સાથે સાથે લીલા ધાણા કુટી ને નાખવાથી પણ છાસ ના સ્વાદ માં વધારો થાય છે.
chhas no masalo recipe | chhas no masalo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mr Singh Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki banavani rit
બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત | બોમ્બે કરાચી હલવા બનાવવાની રીત | karachi halvo banavani rit
ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit
શક્કરિયા ની ખીર બનાવવાની રીત | shakkariya ni kheer banavani rit
સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે