ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit

ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત - chatpata masaledar marcha banavani rit - Chatpata masaledar marcha recipe in gujarati
Image credit – Youtube/Sonia Barton
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube આજે આપણે ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત – chatpata masaledar marcha banavani rit શીખીશું. આ મરચા તમે રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકો છો ને મોરા મરચા કે તીખા મરચા માંથી તૈયાર કરી ઘરમાં કે પ્રવાસમાં કે પછી ટિફિન માં આપી શકો છો તો ચાલો જાણીએ ચટપટા મસાલેદાર મરચા બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ચટપટા મસાલેદાર મરચા બનાવવા જરૂરી સામગ્રી | chatpata masaledar marcha ingredients

  • લીલા મરચા 15-20 મિડીયમ તીખા
  • તેલ 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ધાણા જીરું ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit

ચટપટા મસાલેદાર મરચા બનાવવા સૌ પ્રથમ મરચા લ્યો (અહી તમે તીખા મરચા , મિડીયમ તીખા મરચા કે પછી મોરા મરચા લઈ શકો છો) મરચા ને ધોઇ ને સાફ કરી લ્યો ને કપડા માં નાખી કોરા કરી લ્યો

હવે ચાકુ થી મરચા ના બે ભાગમાં કટકા કરી લેવા ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં કટકા કરેલ મરચા નાખી મિક્સ કરી લ્યો

Advertisement

 ( મરચા નાખ્યા પછી ધ્યાન રહે કે એના બીજ તતડી ને તમારા પર ના આવે નહિતર તમારા પર ઉડી ને આવી શકે છે જો એવું હોય તો ઢાંકણ રાખવું જેથી તમારા પર બીજ તતડી ને ના આવે)

ત્રણ ચાર મિનિટ હલાવતા રહી ને મરચા ને શેકો ત્યાર બાદ ઢાંકી ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દેવા ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલો, હળદર ને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ( ખાંડ નાખવી ઓપ્શનલ છે ) ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટપટા મસાલેદાર મરચા.

Chatpata masaledar marcha recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement