ચીઝ બોલ્સ બનાવવાની રીત | cheese balls banavani rit | cheese balls recipe in gujarati

ચીઝ બોલ્સ બનાવવાની રીત - cheese balls banavani rit - cheese balls recipe in gujarati
Image credit – Youtube/CookingShooking Hindi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube આજે આપણે ચીઝ બોલ્સ બનાવવાની રીત – cheese balls banavani rit gujarati ma શીખીશું. આ બોલ તમે સાંજ ના હલકા ફૂલકા નાસ્તામાં કે પછી કોઈ પાર્ટી કે ગેટું ગેધર માં નાસ્તા તરીકે અથવા બાળકો ને સ્કૂલ માં નાસ્તા માં આપી શકો છો તો ચાલો cheese balls recipe in gujarati શીખીએ.

બોલ્સ બનાવવા જરૂરી સામગ્રી | cheese balls recipe ingredients

  • બાફેલા બટાકા 4-5
  • ડુંગરી ઝીણી સુધારેલી 2-3 ચમચી
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 3-4 ચમચી( અહી તમારા પાસે કેટલાક લાલ, લીલો કે પીળા જે રંગ ના કેપ્સીકમ હોય એ બધા  નાખી શકો છો)
  • મકાઈના દાણા ક્રશ કરેલ 2 ચમચી
  • મોઝારેલા ચીઝ ¾ કપ
  • પ્રોસેસ ચીઝ ક્યૂબ 2
  • લસણ પેસ્ટ ¼ ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ બોલ્સ ના કોટીંગ માટેની સામગ્રી

  • બ્રેડ ક્રમ 1 કપ
  • મેંદા નો લોટ ½ કપ
  • કોર્ન ફ્લોર ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

cheese balls banavani rit gujarati ma | cheese balls recipe in gujarati

સૌ પ્રથમ આપને ચીઝ બોલ બનાવવાની રીત ત્યારબાદ તેનું કોટિંગ કરવાની રીત શીખીશું

ચીઝ બોલ્સ બનાવવાની રીત

સૌ પ્રથમ બાફેલા બટેકા ને છીણી થી છીણી લ્યો ત્યાર બાદ એમાં પ્રોસેસ ચીઝ ક્યૂબ ને પણ છીણી લ્યો હવે એમાં ઝીણા સુધારેલ કેપ્સીકમ, ડુંગળી, મકાઈના દાણા ક્રશ કરેલ, ઓરેગાનો, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, લસણ પેસ્ટ ને મોઝારેલા ચીઝ નાખો

Advertisement

હવે બધી સામગ્રી ને હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સ કરી લીધા બાદ હાથ ભીના કરી એમાં થી જે સાઇઝ ના બોલ બનાવી ને તૈયાર કરી એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકો

કોટીંગ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદો ને  કોર્ન ફ્લોર ને ચારી ને લ્યો અમે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને થોડુ થડું પાણી નાખી મિક્સ કરતા જાઓ

ધ્યાન રાખવું ગાંઠા ન રહે ને મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં બ્રેડ ક્રમ લ્યો (બ્રેડ ક્રમ બનાવવા બ્રેડ ની સ્લાઈસ ને મિક્સર જારમાં પીસી લ્યો તો તૈયાર છે બ્રેડ ક્રમ)

હવે તૈયાર ચીઝ બોલ્સ ને બ્રેડ ક્રમ માં થોડા થોડા નાખી હાથ થી બોલ્સ પર બ્રેડ નું કોટીંગ કરી લ્યો હવે મેંદા કોર્ન ફ્લોર ના મિશ્રણ માં એક એક બોલ નાખો ને મેંદા નું કોટીંગ કરો ને એમાંથી કાઢી બ્રેડ ક્રમ માં નાખી હલાવી બ્રેડ નું કોટીંગ કરી આમ થોડા બોલ ને મેંદા માં બોળી બ્રેડ ક્રમ માં નાખી કૉટિંગ કરી લ્યો ને હાથ વડે થોડું બરોબર કોટીંગ કરી એક વાસણમાં મૂકો બધા બોલ તૈયાર થઈ જાય એટલે બોલ્સ ને ફ્રીઝ માં દસ પંદર મિનિટ સુધી રહેવા દયો

ચીઝ બોલ્સ બનાવવાની રીત

પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ફ્રીઝ માંથી કાઢી ને કડાઈમાં સમાય એટલા નાખી ને ફૂલ તાપે દસ થી પંદર સેકન્ડ તરી લ્યો અથવા તો તેલ માંથી તડ તડ અવાજ આવે એટલે તેલ માંથી કાઢી આમ બધા ચીઝ બોલ્સ ને તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચીઝ ડીપ કે સોસ સાથે સર્વ કરો ચીઝ બોલ્સ

cheese balls recipe in gujarati notes

  • તરવા સમયે ધ્યાન રાખવું કે તેલ ઠંડુ ના હોય નહિતર બોલ્સ તૂટી જસે ને ચીઝ ભર નીકળી જસે. ને બોલ્સ ને ચડવા માં માત્ર અડધી મિનિટ જેવો સમય લાગશે એના થી વધુ સમય રાખશો તો પણ બોલ્સ તૂટી જસે
  • કોટીંગ બરોબર કરવું જો બરોબર કરેલ હસે કોટીં ગ તો બોલ્સ બરોબર તૈયાર થશે

ચીઝ બોલ્સ બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement