ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત - cheese khakhra chaat banavani rit - cheese khakhra chaat recipe in gujarati
Image credit – Youtube/Bhoomi's Quick Recipes
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhoomi’s Quick Recipes YouTube channel on YouTube આજે આપણે ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત – cheese khakhra chaat banavani rit શીખીશું. આપણે બધા એ પ્લેન ખાખરા , મસાલા ખાખરા તો ખાતા જ હોઈએ પણ એજ પ્લેન ખાખરા ખાઈ કંટાળી ગયા હોઈએ છીએ તો આજ એજ ખાખરા ને એક નવી રીતે તૈયાર કરી ટેસ્ટી બનાવી બધા ને પસંદ આવે એવા બનાવી તો ચાલો જાણીએ cheese khakhra chaat recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • ખાખરા જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • મીઠી આંબલી ની ચટણી
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ  (ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવી)
  • ઝીણા સુધારેલા ટમેટા જરૂર મુજબ
  • કાકડી ઝીણી સુધારેલી જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • મીઠું જરૂર મુજબ
  • વઘારેલ મમરા જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવા સૌપ્રથમ તમારી પસંદ ના ખાખરા લ્યો ત્યાર બાદ એના પર એક ચમચી લીલી ચટણી નાખો અને એક સરખી ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી છાંટો ઉપર ઝીણા સુધારેલા ટમેટા અને કાકડી નાખો ઉપર થોડો ચાર્ટ મસાલો છાંટોઅને સાથે જરૂર મુજબ મીઠું નાખો

(અહી તમે બાળકો જે શાક ના ખાતા હોય એ સાવ ઝીણા સમારેલા કે છીણી ને નાખી ને આપી શકો છો કેમ કે ચીઝ બાળકો ને ખૂબ પસંદ હોય છે તો ચીઝ સાથે તમે એમને શાક પણ ખવરાવી શકો છોઅને ટોપિંગ માં લાલ , પીળું, અને લીલું કેપ્સીકમ, છીણેલું ગાજર પણ નાખી શકાય )

Advertisement

હવે એના પર મીઠી આંબલી ની ચટણી નાખો ને સાથે વઘારેલા મમરા, ઝીણી સેવ અને લીલા ધાણા સુધારેલા છાંટો છેલ્લે પ્રોસેસ ચીઝ ને છીણી ને નાખો તો તૈયાર છે ચીઝ ખાખરા ચાર્ટ.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement