મીત્રો, આજે આપણે ઘરે ચીઝ મેગી બનાવવાની રીત – cheese maggi banavani rit શીખીશું. મેગી નું નામ સાંભળતા જ બાળકો ને મોઢામાં પાણી આવી જાય, do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe , બાળકો ની સાથે મોટાએને પણ મેગી ભાવતી હોય છે. આજે આપણે ઘણા બધા વેજીટેબલ નાખી ને ચીઝ મેગી બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ચીઝ મેગી બનાવતા શીખીએ.
cheese maggi ingredients
- તેલ 3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- લસણ ની કડી 2
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સુધારેલા ટામેટા ½ કપ
- વટાણા 2 ચમચી
- ઝીણા સુધારેલા સિમલા મરચાં ½ કપ
- ઝીણા સુધારેલા ગાજર ½ કપ
- સ્વીટ કોર્ન 2 ચમચી
- પાણી 1.5 કપ
- ચીઝ સ્લાઈસ 2
- ટેસ્ટ મેકર્ 1
- મેગી 1 પેકેટ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ચીલી ફ્લેક્સ
ચીઝ મેગી બનાવવાની રીત
ચીઝ મેગી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલ કેપ્સીકમ અને ઝીણા સુધારેલા ગાજર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં વટાણા અને સ્વીટ કોર્ન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બધી સામગ્રી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. અહી વેજીટેબલ ને ચડાવવા નહિ.
તેમાં પાણી નાખો. હવે તેમાં ચીઝ ની સ્લાઈસ ના નાના નાના ટુકડા કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો.
ત્યાર બાદ તેમાં ટેસ્ટ મેકર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મેગી ના બે કટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેગી ને એક મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ચીઝી મેગી. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ અને ચીલી ફ્લેક્સ છાંટો. હવે ચીઝી મેગી ને સર્વ કરો અને ગરમા ગરમ ચીઝી મેગી ખાવાનો આનંદ માણો.
Cheese maggi recipe
- વેજીટેબલ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
cheese maggi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વધેલી રોટલી ના પાત્રા બનાવવાની રીત | Vadheli rotili na patra banavani rit
કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi banavani rit | kasuri methi recipe in gujarati
પૌવા ના વડા બનાવવાની રીત | poha na vada banavani rit | poha na vada recipe in gujarati
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni instant vefar banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે