આજે આપણે બનાવશું ચીઝી મસાલા પાઉં, મિત્રો ચીઝ નું નામ સાંભળી ને જ મોઢામા માં પાણી આવી જાય તો વિચારો આ મસાલા પાઉં કેવા સ્વાદિષ્ટ બનશે,ચાલો જોઈએ, ચીઝ મસાલા પાઉં રેસીપી, ચીઝી મસાલા પાવ રેસીપી, cheese masala pav recipe in Gujarati.
ચીઝ મસાલા પાઉં રેસીપી – Cheese Masala Pav Recipe in Gujarati
ચીઝી મસાલા પાવ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઇશે
- માખણ ૧ પૅકેટ
- ડુંગળી ૧ વાટકી સુધારેલી
- મરચા ૧ ચમચી કાપેલ
- આદુ – લસણ નો પેસ્ટ ૧ ચમચી
- ટામેટા ૧ વાટકી સુધારેલ
- સિમલા મરચાં ૧ વાટકી સુધારેલ
- બાફેલા વટણા ૧/૨ વાટકી
- પાઉં ભાજી મસાલો ૧ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- લાલ મરચું ૧ ચમચી
- લીલા ધાણા સુધરેલ ૧ ચમચી
- પીસેલું લસણ ૧ ચમચી
- ચીલી ફ્લેક્સ ૧/૪ ચમચી
- મીરી ૧/૪ ચમચી
- પાઉં ૬
- ચીઝ/ મનપસંદ ચીઝ ૪-૫ ક્યુબ્સ
ચીઝી મસાલા પાવ રેસીપી
તો ચીઝ મસાલા પાવ રેસીપી બનાવવા માટે એક કડાઈ માં ૧ મોટો ચમચો માખણ નો લઈ એમાં સુધારેલી ડુંગળી નાખી થોડી સેકી એમાં લીલું સુધારેલું મરચું નાખો.
થોડી સેકાઈ જાય પછી એમાં આદું લસણ ની પેસ્ટ નાખી હલાવો.
પછી તેમાં સુધારેલ ટામેટા અને સિમલા મરચાં નાખી ચડાવો. આ ચડી જાય પછી તેમાં બાફેલ વટાણા નાખી ને હલાવો પછીએમાં પાઉં ભાજી મસાલો, લાલ મરચું, અને સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી ને ગેસ પરથી નીચે ઉતારી લો.
એક વાટકા માં ૨ ચમચી માખણ,૧ ચમચી પીસેલું લસણ,ચીલી ફ્લેક્સ, મીરિ નાખી ને બરાબર મિક્સ કરી દો.
હવે પાઉં ને વચ્ચે થી કાપી એમાં તૈયાર મસાલો લગાવી એ મસાલા પર ચીઝ છીની ને નાખો.
એક તવા પર માખણ ગરમ કરી એમાં મસાલા વારા પાઉં નાખી બંને બાજુ સેકી તૈયાર કરેલું ગાર્લિક બટર (લસણ વારું માખણ) લગાવી સેકી ને પીરસો.
તમે ચીઝ ની માત્રા વધુ પ્રમાણમાં પણ લઈ શકો છો કેમ કે ચીઝ થી સ્વાદ માં વધારો થાય છે અને બાળકો થી લઇ મોટા બધા ને ખુબ જ પસંદ આવશે,cheese masala pav recipe in Gujarati.
ચીઝ મસાલા પાઉં રેસીપી વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MadhurasRecipe Hindi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચીઝ પાર્સલ્સ બનાવવાની રીત | cheese parcel recipe
મસાલા પાવ સાથે પાવભાજી બનાવવાની રીત | pavbhaji recipe in gujarati
મિસળ પાવ બનાવવાની રીત| misal pav recipe in Gujarati
મસાલા ખીચું બનાવવાની રીત | msala khichu recipe in gujarati
ઇન્સ્તંત રવા મસાલા ઢોસા બનાવવાની રીત | instant rava masala dhosa recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે