આ આર્ટીકલ ની અંદર અમે છાશ વિશે વિવિધ માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે જે છે, છાશ પીવાના ફાયદા , ઘરેલું ઉપચાર છાશ નો ઉપયોગ કરવાની રીત, છાશ ના ફાયદા , છાશ બનાવવાની રીત, chhas na fayda, chaas pivana fayda, chas na fayda.
છાશ પીવાના ફાયદા
ગુજરાત માં અને ખાસ કરીને કચ્છમાં ઉનાળામાં જે પીણા નો વધારે સેવન થતું હોય તો તે છે છાશ ,દહીને વલોવીને છાશ બનાવવામાં આવે છે.
છાશનું સેવન કરનાર વ્યક્તિ ક્યારેય પણ કોઈ રોગ નો ભોગ બનતો નથી અને નાશ પામેલા રોગો ફરી ઉત્તપન્ન થતા નથી. છાશ ગરીબોની સસ્તી ઔષધી છે.
રોટલો અને છાશ તેમનો સાદો આહાર છે. છાશ શરીર ના અનેક રોગો દૂર કરીને તંદુરસ્તી વધારે છે.
ઉત્તરભારત અને પંજાબ માં છાશ માં સહેજ ખાંડ નાખીને તેની લસ્સી બનાવાય છે. લસ્સીમાં બરફ ને બદલે ઠંડુ પાણી નાખવામાં આવે તો તે વધુ સારું મનાય છે. લસ્સી પિત્ત, બળતરા, તરસ અને ગરમી ને મટાડે છે.
chhas na fayda – છાશ ના ફાયદા
છાશ માં ખટાશ નો ગુણ હોવાથી તે ભૂખ લગાડે છે, ખોરાક ની રુચી પેદા કરે છે, અને ખોરાક ને પચાવે છે.
જે વ્યક્તિઓને ભૂખ ના લગતી હોય, પાચન બરાબર ના થતું હોય, ખાટા ઓડકાર આવતા હોય, છાતીમાં ગભરામણ થતી હોય તો આ બધા માટે છાશ અમૃત સમાન માનવામાં આવે છે.
ભોજન દરમિયાન કે ભોજન પછી છાશ પીવાથી ખોરાક નું પાચન સારી રીતે થઇ જાય છે.
છાશમાં વિટામીન-સી હોવાથી તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ત્વચાનો કુદરતી નિખાર જળવાઈ રહે છે.
સાથે સાથે છાશ માં લેક્ટિક એસીડ પણ હોય છે જે પાચનતંત્ર ને મજબૂત બનાવે છે વળી છાશ માં પ્રોટીન, આયરન, જેવા તત્વો પણ સામેલ છે.
છાશ પીવાના ફાયદા ટાઈફોઈડ તાવ મા
ટાઈફોઈડ તાવમાં છાશ પીવી ઉત્તમ ગણાય છે. જુના મળદોષ ના સંચય થી ઉત્તપન્ન થયેલા તાવ ને છાશ ના સેવન દ્વારા દૂર કરી શકાય છે. તાવ ને લીધે શરીર માં બળતરા થતી હોય, ચાંદા પડી યા હોય તો તે દૂર કરી શકાય છે.
છાશ ના ફાયદા આતરડા
સંગ્રહણી ના દર્દીને ભોજન માં માત્ર છાશ નું જ સેવન કરવું એવું આયુર્વેદિક ગ્રંથો માં કહેવામાં આવ્યું છે.
આ રોગ માં નબળા પડી ગયેલા આતરડા ખોરાક પચાવી શકતા નથી , જે ખોરાક ખાવામાં આવે તે તરત જ પચ્યા વગર ઉલટી થઈને બહાર નીકળી જાય છે.
આ પરિસ્થિતિમાં છાશ નું સેવન કરવાથી આતરડા મજબૂત થાય છે, હોજરી મજબૂત થાય છે,chhas na fayda.
છાશ પીવાના ફાયદા હરસ – મસા માટે
તાજી છાશ માં ચિત્રકમૂળ ની છાલનું ચૂર્ણ નાખીને એ છાશ પીવાથી લાંબા સમયે હરસ-મસા મટે છે અને મટી ગયા પછી ફરી પાછા થતા નથી.
છાશમાં મરી, સુંઠ, પીપળીમૂળ અને બિડલમુણ નું ચૂર્ણ મેળવીને પીવાથી ફાયદો થાય છે.
છાશ માં ઇન્દ્રજવ નું ચૂર્ણ નાખીને તે છાશ પીવાથી પણ ફાયદો થાય છે
ચાલો જાણો અમૃત સમાન એવી છાશ ના ફાયદા અથવા છાશ નો ઉપયોગ અને તેના ઘરગથ્થું ઉપચારો.
ઘરેલું ઉપચાર છાશ નો ઉપયોગ કરવાની રીત
chhas na fayda – છાશ વડે ચહેરો ધોવાથી ચહેરા પર ના ખીલ ના ડાઘ, ચહેરા ની કાળાશ અને ચીકાશ દૂર થાય છે અને ચહેરો ચમકીલો બને છે.
છાશ માં કુવાડિયા ના બી વાટીને દાદર પર લગાડવાથી દાદર મટે છે. વાવડીંગ નું ચૂર્ણ છાશ માં નાખીને નાના બાળકોને આપવાથી બાળકો નો કૃમિ રોગ મટે છે.
એકદમ ઘાટા જામેલા દહીં ના ઘોળ માં હિંગ, જીરું અને સિંધા નમક નાખીને પીવાથી અતિસાર અને પેટ નું શૂળ મટે છે.
તાજી છાશમાં બીલીનો ગર્ભ નાખીને પીવાથી મરડો, ઝાડા અને ઝાડા માં લોહી પડતું હોય તો તે મટે છે. છાશ માં ચિત્રક મૂળનું ચૂર્ણ નાખીને પીવાથી પાંડુરોગ માં ફાયદો થાય છે.
છાશ ના ફાયદા જો છાશ માં સુંઠ, મરી, પીપળ અને સિંધા નમક સરખા ભાગે લઈને મિક્ષ કરી ને છાશ પીવાથી અજીર્ણ મટે છે.
chhas na fayda ane gharelu upchar
ગાયની તાજી છાશ પીવાથી નસો નું લોહી શ્ધ્ધ થઇ શરીર બળવાન બને છે તેમજ વાત્ત અને કફ ના સેકડો રોગો નાશ પામે છે.
સંગ્રહીણી જેવા રોગોમાં છાશમાં સુંઠ નાખીને તથા પીપળ નું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદો થાય છે. પરંતુ ધ્યાન એ રાખવું કે છાશ માત્ર ભાત સાથે જ લેવી.
ગેસ થઇ ગયો છે તો ખાટી છાસ માં સુંઠ અને સિંધા નમક નાખેલી છાશ પીવી.
પિત્ત માં સાકર નાખેલી છાશ, કફ માં સુંઠ, મરી અને પીપળ નાખેલી છાશ ઉત્તમ મનાય છે.
છાશ પીવાના ફાયદા અને ઘરેલું ઉપચાર
છાશ ઠંડી, પચવામાં હલકી પિત્ત ને શાંત કરનારી ગેસ દૂર કરનાર છે. ઉલટી થતી હોય ત્યારે છાશ પીવી ફાયદેમંદ છે.
દહીમાં અડધો ભાગ પાણી નાખીને તે દહીં પીવાથી કફ મટી જાય છે, શરીર માં નવી ઉર્જા નો સંચાર થાય છે, અને શરીર માં આમ ઓછો થાય છે.
છાશ નો મહત્વ નો ગુણ ‘આમજ’ દોષો દૂર કરવાનો છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંનો કેટલોક ખોરાક પચ્યા વિના નો રહી જાય છે અને તેને ‘આમ’ કહેવાય. આમ ની ચીકાશ તોડવા માટે છાશ માં રહેલું એસીડ ખુબ જ ઉપયોગી થાય છે. તે ચીકાશ ને તોડીને આમ ને દૂર કરે છે.
chaas pivana fayda ane ghargaththu upchar
છાશ નો ઠંડક આપનારો ગુણ પિત્તજન્ય રોગોને દૂર કરે છે. તેથી કમળો અને પાંડુ જેવા દર્દો માં છાશ ઉપયોગી છે.
છાશ નું સેવન કરવાથી બ્લડપ્રેશર અને હૃદયરોગ માં ફાયદો થાય છે. છાશ નો ગુણ રુક્ષ હોય છે તેથી તે કફ ને દૂર કરવામાં મદદ કરે છે.
રેગ્યુલર છાશ પીનાર ને વૃદ્ધાવસ્થા મોડી આવે છે, છાશ ચામડી ને ચમકીલી બનાવે છે, ત્વચા પર કરચલીઓ પદ્ડવા દેતી નથી અને જો કરચલીઓ પડી હોય તો તે પણ દૂર કરે છે.
છાશ નું સેવન કરવાથી પિત્ત ની સમસ્યા માંથી છુટકારો મળે છે. છાશ નું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે, શરીર ની અંદર રહેલા ઝેરીલા તત્વો નાશ પામે છે. છાશ ના સેવન થી હૃદય મજબૂત બને છે.
છાશ ના સેવન થી થતા નુકસાન
તાવ અને કમજોરી ની પરિસ્થિતિમાં છાશનું સેવન કરવું નહિ કારણ કે છાશની તાસીર ઠંડી હોય છે.
વધારે છાશ પીવાથી ડાયેરિયા થવાનો સંભવ રહે છે.
શરદી અને ઉધરસ થઇ હોય તો છાશ નું સેવન કરવું નહિ, સમસ્યા વધી શકે છે.
સંધિવા ના દર્દીઓએ છાશનું સેવન બહુ જ નહીવ્ત્ત માત્રા માં જ કરવું જોઈએ.
શ્વાસ લેવાની તકલીફ વાળા એ છાશનું સેવન કરવું નહિ.
છાશને ક્યારેય પણ તાંબા, કે કાંસા ના વસં માં રાકવી નહિ, આં ધાતુ માં રાખવાથી છાશ ઝેર બની જાય છે.
ચોમાસા અને શીયાળા માં છાશ નું સેવન પ્રમાણસર કરવું જોઈએ.
અલગ અલગ પ્રકાર ની મસાલા છાશ બનાવવાની રીત
ધાણા અને ફુદીના વાળી મસાલા છાશ
ધાણા અને ફુદીના ની છાશ બનાવવા જોઇશે અડધો કપ ફુદીનો,અડધો કપ લીલા ધાણા,૧ કપ મોળું દહીં, ૧ ચમચી જીરું, સિંધા નમક અને એક નાની ચમચી લીલા મરચા.
લીલા ધાણા અને ફીદીના ને સારી રીતે ધોઈને ઉપરોક્ત બધી સામગ્રીને મિક્ષ્ચર જાર માં નાખીને પીસી લો,
બનેલી પેસ્ટ ને એક વાસણ માં કાઢને ફરી તેમાં દોઢ કપ જેટલું દહીં નાખો અને ત્યાર બાદ તેમાં જરૂરીયાત અનુસાર ઠંડુ પાણી નાખીને સેર્વિંગ ગ્લાસ માં સર્વ કરો.
ઉપર થી લીલા ધાના અને ફુદીના વડે ગર્નીશ કરો તૈયાર છે ધાણા અને ફુદીના વાળી મસાલા છાશ.
રાજસ્થાની છાશ અથવા સાદી સિમ્પલ છાશ
લગભગ એક ગ્લાસ મોળું દહીં અને એક ગ્લાસ ઠંડુ પાણી તથા સીધા નમક અને સેકેલા જીરું નો ભુક્કો નાખીને સારી રીતે મિક્ષ કરી લો તૈયાર છે રાજસ્થાની છાશ અથવા સાદી છાશ.
આદું અને લીંબૂ વાળી છાશ મસાલા છાશ
આદું અને લીંબૂ વાળી મસાલા છાશ બનાવવાવ જોઇશે એક ગ્લાસ દહીં, અડધું લીંબૂ, બારીક સમારેલા લીલા ધાણા, અડધો કટકો આદું, સેકેલા જીરું પાવડર,સાદું મીઠું, સિંધા નમક, બરફ
સૌપ્રથમ મોળું દહીં, લઈને તેને બ્લેન્ડર ની મદદ થી જેરી લો પછી તેમાં સેકેલા જીરું પાવડર, સિંધા નમક, સાદું મીઠું, લીલા ધાણા, લીંબૂ નો રસ નાખી ને સારી રીતે મિક્ષ કરી લો,
પછી તેમાં આદું નો રસ નાખીને હલાવી લો, અને સેર્વિંગ ગ્લાસ માં કાઢીને ઉપર થી લીલા ધાણા નાખીને થોડા બરફ ના ટુકડા નાખીને સેર્વ કરો.
વઘારેલી મસાલા છાશ બનાવવાની રીત
વઘારેલી મસાલા છાશ બનાવવા આપણે જોઇશે ૧ ગ્લાસ મોળું દહીં, ૨ ગ્લાસ ઠંડુ પાણી, સેકેલું જીરું પાવડર, સિંધા નમક અને સાદું મીઠું સ્વાદાનુસાર, ફુદીના નો પાવડર એક ચમચી, આખું જીરું નાની ચમચી, નાની ચમચી હિંગ એક નાની ચમચી તેલ.
મોળું દહીં, અને પાણી મિક્ષ કરીને છાશ તૈયાર કરી હવે તેમાં ફુદીના નો પાવડર, સિંધા નમક, સાદું મીઠું, સેકેલા જીરું નો પાવડર મિક્ષ કરીને સારી રીતે હલાવી લો.
હવે તેમાં વઘાર માટે એક વ્ઘારીયા માં તેલ લઇ ને તેમાં જીરું અને હિંગ નાખીને વઘાર કરો. વઘાર ને તરત જ છાશ માં નાખીને ઢાકી દો.
લગભગ ૧૦ થી પંદર મિનીટ સુધી ધકેલું રહેવા દો. ત્યારબાદ સર્વિંગ ગ્લાસ માં કાઢીને ઉપર થી લીલા ધાના અને ફુદીના વડે સજાવીને સર્વ કરો.
છાશ ને લગતા કેટલાક પ્રશ્નો
તમે ઈચ્છો તો ભજન સાથે અને ભજન પછી પણ છાશ નું સેવન કરી શકો છો જે તમને ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે
ઠંડી તાસીર છે છાશ ની, જો તમને શરદી ઉધરસ ની સમસ્યા, કાન ની સમસ્યા હોય તો છાશ નું સેવન કરવું જોઈએ નહી
છાશ ની અંદર ખુબજ સારા વિટામિન્સ, મિનરલ્સ અને બહુ ઓછી કેલેરી અને ફેટ ધરાવતું પીણું છે ,છાશ નું સેવન કરવાથી તમે તાજગી નો અનુભવ ની સાથે હાઈડ્રેટેડ રહો છો તે તમારો વજન વધારતી નથી પરંતુ ભોજન પચાવવામાં મદદરૂપ થાય છે
છાશ એ એવું પીણું છે જેનું તમે ક્યારે પણ સેવન કરી શકો છો, સવાર, બપોર કે રાત
સામાન્ય રીતે છાશ નું સેવન ભોજન સાથે અને ઘણા લોકો ભોજન પછી કરે છે, તમને જણાવીએ કે છાશ ની અંદર રહેલ લેકટીક એસીડ આપણી પાચનક્રિયા ને ફાયદા કારક છે જે તમને ગેસ ની સમસ્યા થી દુર રહેવામાં મદદરૂપ થશે
chaas pivana fayda
અમારા દ્વારા આપેલ માહિતી છાશ પીવાના ફાયદા, chhas na fayda, છાશ બનાવવાની રીત, છાશ ના ફાયદા વિશે તમારું મંતવ્ય અચૂક જણાવજો
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
અજમો ના ફાયદા | અજમો ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Ajma na fayda
દુધી ના ફાયદા | દુધી નો જ્યુસ બનાવવાની રીત | દુધી ના ઘરેલું ઉપચાર વિશે માહિતી | Dudhi na Fayda
લસણ ના ફાયદા | લસણ ના ઘરેલું ઉપચારો | Lasan na Fayda In Gujarati
ગળા ના ફાયદા | ગિલોય ના ફાયદા અને ગુણો | Giloy benefits in Gujarati | Giloy na fayda
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે