ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત | Chili garlic rice banavani rit

ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત - Chili garlic rice banavani rit
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત – Chili garlic rice banavani rit શીખીશું, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , રોજ ના એજ રાઈસ, જીરા રાઈસ, ફ્રાઇડ રાઈસ કે પુલાવ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે રાઈસ ને એક નવા જ સ્વાદ માં ટેસ્ટ કરીશું અને જેને રસોઈ કરતાં નથી આવડતી એ પણ બનાવી ને ખાઈ શકે છે તો ચાલો જાણીએ ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત શીખીએ.

ચીલી ગાર્લિક રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • બાસમતી ચોખા 1 કપ
  • લસણ ની કણી ⅓ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત

ચીલી ગાર્લિક રાઈસ બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ ને બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો અને ગેસ પર એક મોટા વાસણમાં ચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ફૂલ ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોખા નું પાણી નિતારી ચોખા ગરમ પાણીમાં નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ને ફૂલ તાપે ચડાવો

ચોખા નું પાણી ઉકળે એટલે ગેસ મિડીયમ કરી ને રાઈસ ને ચડાવી લ્યો રાઈસ 80-90% ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ રાઈસ ને ચારણીમાં કાઢી ને એનું વધારાનું પાણી નીતરવા મૂકો અને લસણ ની કણી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો અને લીલા ધાણા પણ ઝીણા સુધારી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઝીણું સમારેલું લસણ નાખી ધીમા તાપે જ લસણ ને ગોલ્ડન શેકી લ્યો લસણ ગોલ્ડન શેકાવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો

હવે એમાં બાફી રાખેલ રાઈસ નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ  ગેસ બંધ કરી એમાં લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચીલી ગાર્લિક રાઈસ.

Chili garlic rice banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દહીં મરચા બનાવવાની રીત | દહીં મિર્ચી બનાવવાની રીત | dahi marcha banavani rit

વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati

બચેલા ભાત નો નાસ્તો બનાવવાની રીત | bachela bhaat no nasto banavani rit

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit

પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement