ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત | Chocobar kulfi recipe in Gujarati

ચોકોબાર ગુલ્ફી - ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત - Chocobar kulfi recipe in Gujarati
Image – Youtube/Hands Touch
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે.તો ચાલો જોઈએ,chocobar kulfi recipe in Gujarati

ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત

ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • કોકો પાઉડર ૨-૩ ચમચી
  • દૂધ ૨ કપ
  • દૂધ પાવડર અડધો કપ
  • કોર્ન ફ્લોર ૧ ચમચી
  • વેનીલા એસેસેન્સ ૧ ચમચી
  • ખાંડ પા કપ
  • મિલ્ક ચોકલેટ/ ડાર્ક ચોકલેટ ૧ મોટો સ્લેબ

Chocobar kulfi recipe in Gujarati

ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારની વડે કોકો પાઉડર ને ચારી લ્યો ત્યાર બાદ તેમાં દોઢ કપ દૂધ નાખી ગાંઠા ના પડે તેમ મિક્સ કરો,

હવે મિશ્રણ ને ગેસ પર મીડીયમ તાપે હલાવતા રહો ને મિક્સ કરતા રહો જ્યાં સુંધી એમાં ઉભરો આવે ત્યાં સુંધી ત્યાર બાદ એમાં પા કપ ખાંડ નાખી ને મિક્સ કરી ઓગળે ત્યાં સુંધી હલાવો,

Advertisement

ત્યાર બાદ એમાં અડધો કપ દૂધ પાવડર નાખી ગાંઠા ન પડે તેમ હલાવતા જઈ ને મિક્સ કરો ને ઉકાળો ત્યાર બાદ એક ચમચી કોર્ન ફ્લોર માં પા કપ દૂધ નાખી હલાવી મિક્સ કરો,

આ કોર્ન ફ્લોર નું મિશ્રણ ને કોકો પાવડર વાળા મિશ્રણ માં નાખી હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એ વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહો

હવે ઠંડા થયેલ મિશ્રણ ને આઇસક્રીમ મોલ્ડ માં નાખી બંધ કરી ફ્રીજર માં ૭-૮ કલાક મૂકો અથવા તો પેપર કપ માં મિશ્રણ નાખો ને તેને સિલ્વર ફોઈલ થી પેક કરી  વચ્ચે કાણું કરી આઇસક્રીમ સ્ટીક નાખી ફ્રિજર માં ૭-૮ કલાક મૂકો

ચોકોબાર ગુલ્ફી બનાવવા હવે ડાર્ક ચોકલેટ ના કટકા કરી તેને ગેસ પર એક વાસણ માં પાણી ગરમ મૂકો,

તેના પર બીજું વાસણ મૂકી તેમાં ચોકલેટ નાખી ઓગાળો ચોકલેટ ના મિશ્રણ ને રૂમ ના તાપમાન માં આવા દયો ત્યાર બાદ એક ગ્લાસ માં ચોકલેટ મિશ્રણ નાખો,

હવે ફ્રીઝર માં મુકેલ આઇસક્રીમ ને મોલ્ડ માંથી કાઢી ને તેને પિગડેલી ચોકલેટ ના ગ્લાસ માં બોડી ને કાઢી લ્યો તો તૈયાર છે ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી

ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ટેસ્ટી આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ | Mango Kulfi recipe in Gujarati

ઘરે Milk Chocolate Dark chocolate bar અને white chocolate bar recipe in Gujarati

ચોકલેટ નું સેવન કરવાના ફાયદા અને નુકશાન | chocolate khavana fayda | benefits of chocolate in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement