ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવાની રીત - chocolate modak recipe in gujarati
Image credit – Youtube/Aarti Madan
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ચોકલેટ મોદક બનાવવાની રીત ( chocolate modak recipe in Gujarati  ) જે બાળકો ને ખુબજ પસંદ આવશે અને જટપટ પણ બની જાય છે.

ચોકલેટ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૨-૩ ચમચી બદામ ની કતરણ
  • ૧ ચમચી કેન્ડ્સ મિલ્ક / ૧-૨ પિગડેલો ગોળ
  • ૨-૩ ચમચી કાજુ ની કતરણ
  • ૨-૩ ચમચી સૂકું નારિયેળ ની છીણ
  • ૧-૨ ચમચી ન્યુટ્રેલા / પીનેટ બટર

chocolate modak recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો

પાણી ગરમ થાય એટલે તેમાં તેના પર બીજા એક વાસણમાં ડાર્ક ચોકલેટ ના કટકા અથવા છીણેલી ચોકલેટ મૂકી ચોકલેટને પીગળવા દેવી

Advertisement

ચોકલેટ બરોબર પીગળી જાય એટલે મિક્સ કરો ત્યારબાદ તેને નીચે ઉતારી થોડી  ઠંડી થવા દો

હવે એક નાના વાસણમાં બદામની કતરણ, કાજુની કતરણ, સૂકા નારીયેલની છીણ લઈ તેમાં એક ચમચી કન્ડિશન મિલ્ક અથવા એક બે ચમચી પિગળેલો ગોળ નાખી બરોબર મિક્સ કરો

મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે તેના નાના-નાના લાડુ બનાવી લો

હવે સિલિકોન મોલ્ડ માં અથવા મોદક મોલ્ડમાં પીગડેલી ચોકલેટ ની એક ચમચી નાખો તેની વચ્ચે તૈયાર કરેલ નાના લાડુ મૂકો ફરી તેના પર પીગડેલી ચોકલેટ નાખો

મોદક મોલ્ડ ને થપથપાવી ને  ફ્રીજરમા  દસથી પંદર મિનિટ સેટ થવા મૂકો , ચોકલેટ થઈ જાય એટલે મોદક ને ડી મોલ્ડ કરી લ્યો તો તૈયાર છે

આ જ રીતે મોલ્ડ માં પીગળેલી ચોકલેટ નાખી વચ્ચે ન્યુત્રેલા અથવા પીનટ બટર મૂકી ને ઉપર ફરી ચોકલેટ નાખી ફ્રીઝરમાં મૂકી દસથી પંદર મિનિટ બાદ સેટ થવા દો ચોકલેટ સેટ થઈ જાય એટલે ડી મોડ કરી લો

તો  તૈયાર છે ચોકલેટ મોદક

ચોકલેટ મોદક બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice recipe in gujarati

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement