ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Chocolate Pancake banavani rit

ચોકલેટ પેનકેક - ચોકલેટ પેનકેક બનાવવાની રીત - Chocolate Pancake - Chocolate Pancake banavani rit
Image credit – Youtube/Priya Panigrahi
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોકલેટ પેનકેક બનાવવાની રીત – Chocolate Pancake banavani rit શીખીશું, do subscribe Priya Panigrahi YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે  ચોકલેટ પેનકેક માઇક્રોવેવ કે કઢાઇ માં નહિ પણ તવી માં બનાવશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને એગ્લેસ હોવા છતાં  ખૂબ જ સોફ્ટ બને છે. સાથે ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને કેક નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આજે આપણે ટેસ્ટી અને દરેક ને ભાવે તેવું ચોકલેટ પેનકેક બનાવવાની રીત શીખીએ.

ચોકલેટ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો 1 ½ કપ
  • સુગર પાવડર 3 ચમચી
  • કોકો પાવડર 1 ચમચી
  • બેકિંગ પાવડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું 1 ચપટી
  • દૂધ 1 કપ
  • મેલ્ટ બટર 2 ચમચી
  • વેનીલા અશેંશ 1 ચમચી
  • ચોકલેટ સીરપ
  • સ્ટ્રોબેરી ની સ્લાઈસ

ચોકલેટ પેનકેક બનાવવાની રીત

ચોકલેટ પેનકેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં સુગર પાવડર, કોકો પાવડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને એક ચપટી મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે દૂધ માં બટર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તે દૂધ ને બાઉલમાં નાખો. હવે વિસક્ ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં વેનીલા અશેન્શ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ચોકલેટ પેનકેક માટેનું મિશ્રણ.

Advertisement

હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તેમાં કડછી ની મદદ થી કેક નું મિશ્રણ નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પલટાવી દયો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે ચાર પુડલા બનાવી ને તૈયાર કરી લ્યો.

  ચારે પુડલા ને એક ઉપર એક એવી રીતે એક પ્લેટ માં મૂકો. હવે તેની ઉપર ચોકલેટ સીરપ નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ચોકલેટ પેનકેક. હવે સાઇડ માં સ્ટ્રોબેરી ની સ્લાઈસ મૂકી તેને સર્વ કરો. અને ટેસ્ટી ચોકલેટ પેનકેક ખાવાનો આનંદ માણો.

Chocolate Pancake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priya Panigrahi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખમીરી રોટી બનાવવાની રીત | Khameeri Roti banavani rit recipe in gujarati

આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone banavani rit

પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit

રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement