અત્યાર સુંધી આપણે ઘઉંના લોટ ની ચકરી બનાવી ને મજા લીધી છે પણ સાઉથ બાજુ ચોખા નો ઉપયોગ વધારે થતો હોવાથી ત્યાં ચકરી પણ chokha na lot ni chakri ni recipe તૈયાર કરતા હોય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો ચોખા ના લોટ ની ચકરી શીખીએ.
ચોખા ના લોટ ની ચકરી ની સામગ્રી
- જીરું 1 ચમચી
- ચોખા નો લોટ 3 કપ
- કલોંજિ 1 ચમચી
- માખણ / ઘી 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 3 ¼ કપ
- તરવા માટે તેલ
ચોખા ના લોટ ની ચકરી બનાવવાની રીત
ચોખા ના લોટની ચકરી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી માખણ /ઘી નાખો પનીનને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી ને ચોખાનો લોટ નાખો અને વેલણ વડે બરોબર મિક્સ કરી લ્યો.
લોટ સાથે પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને પાંચ દસ મિનિટ રહેવા દયો. દસ મિનિટ પછી એમાં જીરું, કલોંજી/ કાળા તલ અને એક ચમચી માખણ / ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હાથ વડે બરોબર મસળી લોટ બાંધી લ્યો જોનલોટ બાંધવા જરૂર લાગે તો પાણી નાખો અને નરમ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી તેલ લગાવી બાંધેલો લોટ એમાં ભરી ને ચકરી બનાવી લ્યો અને તેલ મિડીયમ ગરમ થાય એટલે હલકા હાથે ચકરી ને મિડીયમ તાપે લાઈટ ગોલ્ડન તરી લ્યો.
આમ થોડી થોડી કરી બધી જ ચકરી બનાવતા જાઓ અને ગોલ્ડન તરી લ્યો અને બધી ચકરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ચા, દૂધ કે કોફી સાથે કે પ્રવાસમાં મજા લ્યો ચોખા ના લોટની ચકરી.
chokha na lot ni chakri ni recipe notes
- જો તમે મીઠા વાળું માખણ નાખો તો રેગ્યુલર મીઠું થોડું ઓછું નાખવું.
- ચકરી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરવી નહિતર થોડા સમય પછી ચકરી નરમ થઇ જસે.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit
આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni paste banavani rit
ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak banavani rit
તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit