ચોખા ના લોટ ની કટલેસ બનાવવાની રીત | chokha na lot ni cutlet banavani rit recipe in gujarati

ચોખા ના લોટ ની કટલેસ બનાવવાની રીત - chokha na lot ni cutlet banavani rit - chokha na lot ni cutlet recipe in gujarati
Image credit – Youtube/Khana Khazana
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Khana Khazana YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે ચોખા ના લોટ ની કટલેસ બનાવવાની રીત – chokha na lot ni cutlet banavani rit gujarati ma શીખીશું. આપણે બધા બટાકા ની કે પછી મિક્સ વેજીટેબલ માંથી કટલેસ તો બનાવીએ છીએ જે આપને બધા ને ખૂબ પસંદ આવતી હોય છે પણ આજ થોડી અલગ રીત થી કટલેસ બનાવવા ની રીત શીખીએ તો ચાલો જાણીએ chokha na lot ni cutlet recipe in gujarati – ચોખાના લોટની કટલેસ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચોખાના લોટની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા 1 કપ
  • ગાજર છીણેલું ½  કપ
  • પાનકોબી છિનેલ ½  કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • મીઠા લીમડાના પાન ઝીણા સુધારેલ 2-3 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • પાણી 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1-2 ચમચી + શેકવા કે તરવા માટે
  • મકાઈ ના પૌવા 1 કપ

ચોખા ના લોટ ની કટલેસ બનાવવાની રીત | chokha na lot ni cutlet recipe in gujarati

ચોખાના લોટની કટલેસ બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ કપડા પર બે ત્રણ કલાક સૂકવી લ્યો અને ચોખા બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને લોટ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં પાણી નાખી નાખો ને પાણી ને ઉકળવા દયો પાણી બરોબર ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં ચોખા નો લોટ નાખી બરોબર મિક્સ કરો ને કઠણ થાય ત્યાં સુધી હલાવતા રહી ચડાવી લ્યો

Advertisement

લોટ ઘટ્ટ થઈ જાય એટલે એમાં છીણેલું ગાજર અને પાનકોબી નાખો સાથે મરી પાઉડર, લીલા મરચા સુધારેલા અને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ને બધા ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી ને બરોબર મિક્સ કરી લ્યો ( જો તમે ચાહો તો અહી બીજા તમારી પસંદ ના મસાલા નાંખી શકો છો)

શાક અને લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ પર થી ઉતરી ને બીજા વાસણમાં ઠંડા થવા દયો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી મિક્સર જાર માં મકાઈ ના પૌવા નાખી ને અધ કચરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો

ચોખાનું મિશ્રણ ઠંડુ થાય એટલે લોટ માંથી જે સાઇઝ ની કટલેસ બનાવી હોય એટલું મિશ્રણ લ્યો ને ગોળ બનાવી લ્યો અથવા જે આકાર ની કટલેસ બનાવવી હોય એ આકાર ની બનાવી લેવી અને તૈયાર કટલેસ ને મકાઈના મિશ્રણ માં ફેરવી કૉટિંગ કરી લ્યો અને એક બાજુ મૂકતા જાઓ

ગેસ પર એક પેન માં કટલેસ અડધી તેલ માં રહે એટલું તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો અને તૈયાર કરેલ કટલેસ જેટલી સમાય એટલી નાખો એક બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બધી કટલેસ તૈયાર કરો અને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ચોખાના લોટની કટલેસ.

chokha na lot ni cutlet banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | lasan bataka na gathiya recipe in gujarati | lasan bataka na gathiya banavani rit

રીંગણ બટાકાનું શાક ની રેસીપી | ringan bateta nu shaak recipe

સફેદ ચોળા નું શાક બનાવવાની રીત | safed choda nu shaak banavani rit | safed choda nu shaak recipe in gujarati

ઘઉંની સેવ નો ઉપમા બનાવવાની રીત | Ghau ni sev no upma banavani rit | Ghau ni sev no upma recipe in gujarati

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit | farali chevdo recipe in gujarati

સુકી ભેલ બનાવવાની રીત | bhel banavani rit gujarati ma | suki bhel recipe in gujarati

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy vara sabudana banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement