છોલે પાલક પુલાવ બનાવવાની રીત | chole palak pulao banavani rit

chole palak pulao banavani rit gujarati ma - chole palak pulao recipe in gujarati - છોલે પાલક પુલાવ બનાવવાની રીત
Image credit – Youtube/Ambika Shetty's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Ambika Shetty’s Kitchen YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે છોલે પાલક પુલાવ બનાવવાની રીત – chole palak pulao banavani rit gujarati ma. આ પુલાવ ખાવા માં ટેસ્ટી અને હેલ્થી હોય છે તો ચાલો જાણીએ chole palak pulao recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

છોલે પાલક પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | chole palak pulao Ingredients

  • છોલે 1 કપ
  • બાસમતી ચોખા 1 કપ
  • પાલક ની જૂડી 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ડુંગળી 2 સુધારેલ
  • ફણસી ¼ કપ સુધારેલ
  • ગાજર 1 સુધારેલ
  • વટાણા ¼ કપ
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તજનો ટુકડો 1
  • લવિંગ 2-3
  • સ્ટાર ફૂલ 1
  • એલચી 2
  • જાવેત્રી 1 કટકો
  • તમાલપત્ર 1
  • જાયફળ ¼ કટકો
  • લસણ ની કણી 6-7
  • આદુનો 1 ઇંચ નો ટુકડો
  • તેલ 1-2 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી લીલા ધાણા સુધારેલા 6-7 ચમચી

chole palak pulao banavani rit gujarati ma | chole palak pulao recipe in gujarati

છોલે પાલક પુલાવ બનાવવા સૌપ્રથમ છોલે ને સાફ કરી ને એક બે પાણી ધોઇ બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો છ કલાક પછી એનું પાણી કાઢી બીજા પાણી થી ધોઇ લ્યો અને કુકર માં બે કપ પાણી નાખી પલાળેલા છોલે અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો

ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને વે ગ્લાસ પાણી નાખી પલાળી મૂકો ત્યાર બાદ ગરમ મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર ધીમા તાપે કડાઈ ગરમ કરવા મુક્સુ જેમાં જીરું, વરિયાળી, આખા ધાણા, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, લવિંગ, એલચી, જાવેત્રી અને તમાલપત્ર ના પાન ને ધીમા તાપે જીરું ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેશું ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેશું

Advertisement

મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે જાયફળ નાખી પીસી ને મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ એજ કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુ નાખી એક થી બે મિનિટ શેકી લેશું ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરી સુધારેલ પાલક અને લીલા મરચાં સુધારેલ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લેવી પાલક બરોબર ચડી જાય એટલે અને ઠંડી થવા દયો અને ત્યાર બાદ મિક્સર જારમાં લઈ પીસી ને પ્યુરી બનાવી લ્યો

હવે ગેસ પર એક કૂકરમાં ઘી અને એકાદ ચમચી તેલ ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમા ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ફણસી, ગાજર અને વટાણા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને પાલક ની જે પ્યુરી બનાવી એ નાખી મિક્સ કરી બે મિનિટ શેકો

હવે એમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં પલાળી રાખેલ ચોખા અને દોઢ કપ જેટલું પાણી બાફી રાખેલ છોલે નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં કાજુ ના કટકા અને લીંબુનો રસ નાખી ને મિક્સ કરો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી લ્યો

એક સીટી પછી ગેસ બંધ કરી નાખો ને એની હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ દહી અને અથાણાં સાથે સર્વ કરો છોલે પાલક પુલાવ.

છોલે પાલક પુલાવ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ambika Shetty’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement