ચુરમુર બનાવવાની રીત | churmur banavani rit | churmur recipe in gujarati

ચુરમુર બનાવવાની રીત - churmur banavani rit - churmur recipe in gujarati
Image credit – Youtube/Bong Eats
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચુરમુર બનાવવાની રીત – churmur banavani rit શીખીશું. do subscribe Bong Eats YouTube channel on YouTube  If you like the recipe  આ એક બંગાળી નાસ્તો છે જે આપણી સૂકી પાણીપૂરી જેમ જ બનાવાય છે પણ આપણી પાણી પૂરી માં પુરી માં બધા મસાલા ભરી ને ખવાય છે જ્યારે ચૂર્મૂર માં પુરી અને મસાલા ને હાથ વડે બરોબર મિક્સ કરી એક ખાસ બંગાળી મસાલો છાંટી તૈયાર કરી ને સર્વે કરવામાં આવે છે તો ચાલો જાણીએ churmur recipe in gujarati language – ચૂર્મૂર બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચુરમુર બનાવવા જરૂરી સામગ્રી | churmur Ingredients

  • બાફેલા બટાકા 4-5 /  200 ગ્રામ
  • પાપડી પુરી જરૂર મુજબ / 60 ગ્રામ
  • બાફેલા કાળા ચણા ¼ કપ / 10 ગ્રામ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ / 10 ગ્રામ
  • બાફેલા સફેદ વટાણા ¼ કપ / 50 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 3-4 / 10 ગ્રામ
  • લીંબુનો રસ 2 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ભાજા મસાલો ½ ચમચી
  • આંબલી નો પલ્પ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

ચુરમુર નો ભાજા મસાલો બનાવવા માટેની સામગ્રી

  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • એલચી 1
  • આખા સૂકા ધાણા 1 ચમચી

ચુરમુર બનાવવાની રીત | churmur recipe in gujarati language

ચૂર્મૂર બનાવવા સૌપ્રથમ આંબલી ને ગરમ પાણી માં પંદર વીસ મિનિટ પલાળી લ્યો આંબલી બરોબર પલળી જાય એટલે એનો પલ્પ કાઢી લ્યો ત્યાર બાદ મરચા ને અધ કચરા પીસી લ્યો અને લીલા ધાણા ને સાવ ઝીણા સુધારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે બાફેલા બટાકા ના ઝીણા કટકા કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ, ભાજા મસાલો / ચાર્ટ મસાલો નાખો, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, અધ કચરા પીસેલા લીલા મરચા, બાફેલા સફેદ વટાણા, બાફેલા કાળા ચણા,  પાપડી પુરી ને હાથ થી તોડી ને નાખો

Advertisement

ભાજા મસાલો બનાવવા માટે જીરું 1 ચમચી, વરિયાળી 1 ચમચી, આખા ધાણા 1 ચમચી, એલચી 1 ને શેકી ને પીસી ને જે મસાલો તૈયાર થાય એને ભાજા મસાલો

હવે એમ લીંબુનો રસ, આંબલી નો પલ્પ નાખી હળવા હાથે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને સર્વ કરો ચૂર્મૂર

churmur banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bong Eats ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક મકાઈની સેન્ડવીચ બનાવવાની રીત | palak makai ni sandwich banavani rit | palak makai ni sandwich recipe in gujarati

મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત | mix fruit jam banavani rit | mix fruit jam recipe in gujarati

સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત | sandwich bhakarwadi banavani rit |sandwich bhakarwadi recipe gujarati

મગની દાળના ઢોકળા બનાવવાની રીત | magdal na dhokla banavani rit | magdal na dhokla recipe in gujarati

નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement