નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube આજે આપણે ચોકલેટ સોસ સાથે ચુર્રોસ બનાવવાની રીત – churros banavani rit gujarati ma શીખીશું આ એક સ્પેનિશ ડીસ છે જે એક મીઠાઈ છે જે ચોકલેટ સોસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો churros recipe in gujarati શીખીએ.
ચૂર્રોસ બનાવવા માટેની સામગ્રી | churros recipe ingredients
- મેંદા નો લોટ ¾ કપ
- પાણી 1 કપ
- માખણ 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- બ્રાઉન સુગર ¼ કપ
- પીસેલી ખાંડ ¼ કપ
- તરવા માટે તેલ
ચોકલેટ સોસ બનાવવા માટેની સામગ્રી
- ડાર્ક ચોકલેટ ¼ કપ
- દૂધ 2-3 ચમચી
- માખણ 1 ચમચી
churros banavani rit gujarati ma | churros recipe in gujarati
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી માં ખાંડ ને માખણ નાખી ને ગેસ ધીમો કરી પાણી મા મેંદા ને ચાળીને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી બરોબર હલાવી મિક્સ કરી સમૂથ કરી લ્યો
મિશ્રણ ને મિક્સ કરી નવશેકું ગરમ રહે ત્યારે ચમચા થી કે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને સ્ટાર નોજલ વાળા પાઇપિંગ બેગ માં કે પછી સેવ પાડવા ના સંચા માં સ્ટાર પ્લેટ મૂકી એમાં તૈયાર મિશ્રણ નાખી શકો છો
ત્યારબાદ હવે તેલ થી ગ્રીસ કરેલ થાળી માં આંગળી જેટલી લાંબી લાંબી ચૂર્રોસ ને કટ કરી ને તૈયાર કરો ને બધા ચૂર્રોસ કટ કરી તૈયાર કરી લ્યો એટલે મીડીયમ તાપે ગરમ કરેલ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અથવા
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં મિશ્રણ ને ચાકુ થી કટ કરી ને નાની નાની કાપી ને તરવા નાખો ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા ચૂર્રોસ ને તરવા નાખો ને તરી લ્યો
હવે એક થાળી માં પીસેલી ખાંડ ને બ્રાઉન સુગર ને મિક્સ કરી રાખો એમાં તરેલ ચૂર્રોસ નાખી કોટીંગ કરી લ્યો.
ચોકલેટ સોસ બનાવવાની રીત
એક વાસણમાં બે કપ પાણી ગરમ કરો એમાં કાંઠો મૂકી એમાં એક નાની તપેલીમાં ચોકલેટ ના કટકા નાખો એમાં ગરમ દૂધ નાખી ને મિક્સ કરી ને ઓગડાવી લ્યો ને ચોકલેટ ઓગળે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે ચોકલેટ સોસ
ચુર્રોસ બનાવવાની રીત વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit
સોજી બટાકાની મસાલા પૂરી બનાવવાની રીત | suji batata ni masala puri banavani rit
દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo banavani rit | dudh no mavo recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે