Colorful idli banavani rit | કલરફૂલ ઈડલી બનાવવાની રીત

Colorful idli - કલરફૂલ ઈડલી
Image credit – Youtube/Avinashites'97 Kitchen Corner
Advertisement

નમસ્તે મિત્રો આજે આપડે 7 ફ્લેવર ની Colorful idli – કલરફૂલ ઈડલી બનાવાતા શીખીશું . ઈ પણ ઇડલી ના એકજ બેટર માંથી 7 પ્રકારની ઇડલી બનાવીશું . સાદી ઇડલી તો બધા ના ઘરમાં બનતી જ હોય છે પરંતુ આજે આપડે મસ્ત સુપર હેલ્ધી અને બધી જ ઇડલી ના સ્વાદ પણ અલગ અલગ લાગશે અને બનાવવામાં જેટલી સરળ છે ખાવા માં એટલીજ સ્વાદિસ્ટ લાગશે જેમાં નાના બાળકો થી લઈ અને મોટા બાળકો સુધી બધા ને જ ભાવે એવી ઇડલી બનાવાતા શીખીશું .

Colorful idli ingredients

  • તૈયાર ઇડલી નું થીક બેટર ( જરૂર મુજબ )
  • સુધારેલી જાંબલી કોબી ½ કપ પેસ્ટ
  • અપરાજિતા ના 15-20 ફૂલ નીપેસ્ટ
  • રાગી નો પાવડર 1 ચમચી
  • ધાણા ના પાંદ 1 કપ
  • ફુદીના ના પાંદ 10-15
  • લીલા મરચા 2 નંગ
  • હળદર પાવડર ½ ચમચી
  • સુધારેલા 2 ગાજર ની પેસ્ટ
  • સુધારેલું લાલ શિમલા મરચું ½ કપ
  • સુધારેલું બીટ ½ કપ
  • લાલ મરચું પાવડર 1 ચમચી

Colorful idli banavani rit

કલરફૂલ ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ બજાર માંથી અથવા તો ઘરમાં બનાવેલું બેટર લેશું ત્યાર બાદ આપડે આજે ઇડલી રેઈન્બો કલર ની કરશું તો અલગ અલગ કલર ની ઇડલી કેવી રીતે બનાવીશું તે શીખીશું .

1 સૌથી પહેલા બજાર માં મળતી જાંબલી કલર ની કોબી લઈ પાણી માં ધોઈ મોટા કટકા કરી અને મિક્સર જાર  માં લઈ અને તેની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું ત્યાર બાદ એક નાનાં વાટકો લઈ અને ઇડલી ના તૈયાર બેટર માં તે  2 ચમચી જેવી પેસ્ટ નાખી અને બરાબર મિક્ષ કરી લેશું તો તૈયાર છે આપણી જાંબલી કલર ની ઇડલી . જનરલી બધા ઘરમાં રેગ્યુલર કોબી જ ખવાતી હોય છે પરંતુ જાંબલી કોબી ના ગણા  ફાયદા છે જેમાંથી આપડે વિટામિન પણ મળે છે અને બીપી ઘટાડવામાં પણ મદદ કરે છે .

Advertisement

2 ત્યાર બાદ હવે બ્લુ કલર કરવા માટે 15-20 અપરાજિતા ના ફુલ ને પાણી માં નાખી અને સારી રીતે ધોઈ લેશું ત્યાર બાદ તેની પણ એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું અને ફરીથી નાના બાઉલ માં ઇડલી વાળુ બેટર લઈ તેમાં 2 ચમચી જેવી પેસ્ટ ને નાખી અને મિક્સ કરી લેશું અને સાઇડ માં મૂકી દેશું . અપરાજિતા ના ફુલ પણ આયુર્વેદિક સારવાર માં ઉપયોગ માં લેવાય છે અને હૃદય ની તંદુરસ્તી માટે પણ ખુબજ સારું માનવામાં આવે છે

3 હવે ઈન્ડિગો જેવો કલર કરવા માટે એક બાઉલ માં ઇડલી વાળા બેટર ની અંદર 1 ચમચી રાગી પાવડર , 1 ચમચી જાંબલી રંગ ની પેસ્ટ કરી હતી તે અને 2 ચમચી અપરાજિતા ની પેસ્ટ કરી હતી તે નાંખીશું ફરીથી બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી અને સાઇડ માં મૂકી દેશું .રાગી માં પણ સારી એવી માત્રા માં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે .

4 ત્યાર બાદ લીલા કલર નું બેટર બનાવા માટે મિક્ષ્ચર ઝાર માં ધાણા 1 કપ , ફુદીનો ½ કપ , લીલા મરચા 2 નાખી અને એની પણ એક સ્મૂથ પેસ્ટ બનાવીને ઇડલી વાળા બેટર  માં 2 ચમચી જેવી પેસ્ટ નાખી મિક્સ કરી અને સાઇડ માં મૂકી દેશું . ફુદીનો અને ધાણા પાચન અને પોષક કરવા માં મદદ કરે છે .

5 હવે પીળો કલર કરવા માટે પણ એક નાના બાઉલ માં બેટર લઈ અને ½ ચમચી જેવી હળદર નાખી બરાબર મિક્સ કરી તૈયાર બેટર ને સાઇડ માં મૂકી દેશું .હળદર એ એન્ટિસેપ્ટિક ઔષધીય મૂલ્ય ધરાવે છે .

6 ત્યાર બાદ કેસરી કલર કરવા માટે ગાજર ને પાણી માં સારી રીતે ધોઈ ને કટકા કરી તેની પણ એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું અને ફરીથી નાનાં બાઉલ માં બેટર લઇ અને તેમાં 2 ચમચી ગાજર ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી ને સાઇડ માં મૂકી દેશું

7 છેલે હવે લાલ રંગ કરવા માટે લાલ કેપ્સિકમ ½ કપ , બીટ ના ટુકડા ½ કપ , લાલ મરચા નો પાવડર 1 ચમચી નાખી બધી વસ્તુ ને બરાબર પીસી અને ફરીથી એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી અને ઇડલી વાળા બેટર માં 2 ચમચી પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી અને સાઇડ માં મૂકી દેશું .

હવે કલરફૂલ ઈડલી બનાવવા માટે  સ્ટીમર માં પાણી નાખી સ્ટીમર ને ગરમ કરી લેશું . ત્યાર બાદ આપડે જે બધા ઇડલી ના બેટર તૈયાર કર્યા છે તે બધા બેટર ને પ્લેટ માં થોડું તેલ લગાવી અને તૈયાર કરેલા બધા બેટર માંથી 1-2 ચમચી જેવું બેટર ને નાખી અને ઢાંકણ બંધ કરી અને 15 મિનિટ સુધી ઇડલી ને ચડવા દેશું . ઇડલી તૈયાર થઈ ગયા બાદ થોડી ઠંડી કરી અને ઇડલી ને કાઢી લેશું.

તો તૈયાર છે આપડી મસ્ત કલર ફૂલ અને હેલ્થી ઇડલી જેને આપડે નારિયળ ની ચટણી , સાંભાર કે પોળી ના મસાલા અને ઘી સાથે સર્વ કરીશું.

આવી બીજી નીચે રેસીપી આપી છે તે અચૂક જુઓ

Advertisement