કન્ડેન્સ મિલ્ક બનાવવાની રીત | condensed milk banavani rit

કન્ડેન્સ મિલ્ક બનાવવાની રીત - condensed milk banavani rit - condensed milk recipe in gujarati
Image credit – Youtube/Aarti Madan
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube આજે આપણે કન્ડેન્સ મિલ્ક બનાવવાની રીત શીખીશું. આજ કાલ દરેક વાનગીઓમાં કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ ખૂબ થાય છે બજારમાં આ કન્ડેસ મિલ્ક ના નાના મોટા ટીન મળતા હોય છે તો આજ આપણે થોડી મહેનત કરી ઘરે જ કન્ડેસ મિલ્ક બનાવવાની રીત condensed milk banavani rit, condensed milk recipe in gujarati, શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

કન્ડેન્સ મિલ્ક બનાવવા જરૂરી સામગ્રી | condensed milk banava jaruri samgri

  • દૂધ 2 કપ આશરે 480-500 ગ્રામ
  • ખાંડ ½ કપ આશરે 100 ગ્રામ
  • બેકિંગ સોડા એક ચપટી

કન્ડેન્સ મિલ્ક બનાવવાની રીત | condensed milk recipe in gujarati

કન્ડેસ મિલ્ક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં દૂધ ને ફૂલ તાપે ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાંખી ચમચા વડે હલાવી ને બરોબર મિક્સ કરી લેવું

ખાંડ ને પહેલેથી જ દૂધ માં નાખવાથી ખાંડ ધીરે ધીરે કેરેમલ થશે ને કન્ડેસ મિલ્ક નો રંગ સારો આવશે

Advertisement

દૂધ ને ફૂલ તાપે જ હલાવતા રહો ને ઉકળતા રહેવું અને સાઈડ માં ચોંટે તેને ચમચા વડે ઉખાડી દૂધ માં મિક્સ કરતા રહેવું  જેથી કન્ડેસ મિલ્ક સમૂથ બને એમાં કોઈ ગાંઠા ના આવે

દૂધ ઉકળતી વખતે એમાં મલાઈ કે તર ના થાય એટલે હલાવવું ખૂબ જરૂરી છે આમ દૂધ ને ફૂલ તાપે ઉકળી અડધા થી પણ ઓછું એટલે કે પા ભાગ નું રહે ત્યાં સુધી ઉકાળવું ( એટલે કે ને કપ દૂધ નું પા કપ કરતા થોડુ વધુ રહે ત્યાં સુધી ઉકાળવું)

જયારે દૂધ ઉકળે ત્યારે ધ્યાન રાખવું કે એ તરીયા માં કે સાઈડ માં ચોંટે નહી નહિતર તેમાંથી બનેલ કન્ડેસ મિલ્ક નો સ્વાદ સારો નહિ આવે

દૂધ જ્યારે પા કપ થી થોડું વધુ રહે ત્યારે એમાં ચપટી એક બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને હલાવતા રહેવું જ્યાં સુધી ઉકળી ને પા કપ જેટલું રહે ત્યાં સુધી (સોડા નાખ્યા પછી ચમચા થી હલાવતા રહેવું અને ત્રણ ચાર મિનિટ થી વધારે ના ઉકાળવું અને બહુ ઘણું પણ ના ઉકાળવું નહિતર ઠંડુ થયા પછી ઘટ્ટ થઈ જશે)

હવે ગેસ બંધ કરો ને  દૂધ ને હલાવતા રહો જેથી તે તરિયમાં ચોંટે નહિ અને દૂધ ઠંડુ જડપી ઠંડુ થાય એટલે કન્ડેસ મિલ્ક તૈયાર છે

આ કન્ડેસ મિલ્ક ને મહિના સુંધી એર ટાઈટ બરણીમાં ભરી ફ્રીઝ માં મૂકી રાખી શકો છો ને એમાંથી મીઠાઈ , આઈસક્રીમ કે કેક માં નાખી ને મજા લ્યો કન્ડેસ મિલ્ક

condensed milk banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake banavani rit | milk cake recipe in gujarati

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement